આજ થી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા શરૂ, શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ટીપ્સ આપી

ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થવાની છે. આ અનુલક્ષીને, રાજ્યના શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને આ મહત્વપૂર્ણ ક્ષણ માટે તેમને પ્રેરણા પણ આપી છે. “થોડી મહેનત, હવે વિજેતા બનીને પાછા આવો!” શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “આવતી પરીક્ષામાં તમારું હવે સુધીનું પરિશ્રમ અને મહેનત ફળ આપશે. વર્ષભરનો અભ્યાસ, સમય પર શીખવણીઓ અને લગનના પરિણામે તમારું સફળતા મળશે. આ પરીક્ષા તમારા શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે, અને હવે તમે આ અવસરનો યોગ્ય ઉપયોગ કરો.” આત્મવિશ્વાસ અને એકાગ્રતા: સફળતાની ચાવી શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, “વિદ્યાર્થીઓએ શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી જોઈએ. પરીક્ષા દરમિયાન તણાવને દૂર રાખો અને પોતાના જ્ઞાન પર વિશ્વાસ રાખો. આ કાર્યક્ષમતા, યોગ્ય તૈયારી અને સમયના સંચાલન સાથે, તમે સફળતા…

અમદાવાદમાં માણેક બુરજ ખાતે ‘સાબરમતી નેવિગેશન અનફૂલ ફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદના સ્થાપના વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદ બુરજ ખાતે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી દ્વારા લિખિત ‘સાબરમતી નેવિગેશન અનફૂલફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકનું વિમોચન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત આ ગ્રંથમાં 1894 સમયમાં ખંભાતના અખાતથી ચેનલ મારફતે દરિયાનું પાણી અમદાવાદ સુધી લાવીને શહેરને મેરીટાઈમ સીટી તરીકે વિકસાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો, જો – કે બ્રિટિશ સરકારે આ યોજના નકારી કાઢતાં આ મહત્વકાંક્ષા અધૂરી રહી હતી, તેમ છતાં આજના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ સહિતના પ્રકલ્પોને કારણે તે સ્વપ્ન કેટલેક અંશે સાકાર થયાનું માનવામાં…

ગુજરાત રાજ્યના બજેટ 2026-27 પરની સામાન્ય ચર્ચામાં મંત્રી ઋષિકેશ પટેલના જવાબ

વર્ષ 2026-27 ના બજેટની સામાન્ય ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં ઉર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ એ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસ, નવિનતા અને યુવાનોના શક્તિની વિસ્તરણ માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. મુખ્ય ઘોષણાઓ અને પ્રાવધાન – નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન: 226 કરોડની જોગવાઈ, યુવાનોને ઉદ્યોગોની માંગ મુજબ કૌશલ તાલીમ આપવામાં આવશે. – પી.એમ. પોષણ યોજના: 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન બનાવવાના કામ માટે રૂ. 552 કરોડ. – ટેક્નિકલ શિક્ષણ સુધારા: ડિગ્રી એન્જીનિયરિંગ અને ડિપ્લોમામાં બેઠકોમાં નોંધપાત્ર વધારો; નવા 2500 સીટ્સ વર્ષ 2026-27 માટે. – AI અને ડિજીટલ ગવર્નન્સ: યુવાનોને તક આપવા રૂ. 850૦ કરોડ ફાળવણી, ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ ઘોષણા. – IIT મોડલ રીસર્ચ પાર્ક: અમદાવાદમાં સ્થાપન, ઉદ્યોગ…

ગૌવંશ સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: ગુનેગારો સામે કડક કાર્યવાહી અને દાદાનું બુલડોઝર ફરશે

ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગૃહને સરકારની કડક કામગીરીથી અવગત કરાવ્યા હતા. રાજ્યવ્યાપી કામગીરીનો ચિતાર રજૂ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં કુલ 629 ગુનાઓ નોંધી 1810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આશરે 54000 કિલો ગૌમાંસ અને 1800 ગૌવંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 433 વાહનો જપ્ત કરી તે પૈકી 339 વાહનોની હરાજી પણ કરવામાં આવી છે. ગૌવંશ હેરફેર કરતા તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં તરીકે 184 ઇસમો વિરુદ્ધ પાસા (PASA) અને 50 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરાઈ છે.  રાજ્યમાં આશરે 6 કરોડ રૂપિયાની 39 મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. મંત્રીએ ભાવુક સ્વરે…

નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ સાથીઓ માટે ‘ઝીરો વેસ્ટ તાલીમ શિબિર’ યોજાઈ

સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત નવસારી શહેરને ‘ઝીરો વેસ્ટ’ બનાવવાના હેતુસર નવસારી મહાનગરપાલિકા દ્વારા એ.એમ.સી ટાઉનહોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 થી સાંજે 4:00 કલાક સુધી યોજાયેલી આ શિબિરમાં કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને વર્ગીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દરમિયાન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના નિષ્ણાતોએ સફાઈ કર્મચારીઓને કચરાના સંચાલન, રિસાયક્લિંગ પદ્ધતિઓ અને સ્વચ્છતાની આધુનિક ટેકનિક અંગે પ્રાયોગિક માહિતી આપી. પ્લાસ્ટિક, કાગળ, ધાતુ, બાયો-મેડિકલ કચરો તેમજ ઇ-વેસ્ટના યોગ્ય નિપટારા અંગે પણ માર્ગદર્શન અપાયું. કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે તાલીમમાં પ્રાપ્ત જ્ઞાનથી શહેરની સ્વચ્છતા વધુ મજબૂત બનશે અને સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યો હાંસલ કરવામાં સહાય મળશે. મ્યુનિસિપલ…

એપ્સ્ટેઇન ફાઇલોમાં નામ વચ્ચે બિલ ગેટ્સે કરી મોટી કબૂલાત, રશિયન મહિલા સાથે સબંધ મામલે શું કહ્યું ?

જેફરી એપ્સટિન સાથે જોડાયેલા વિવાદને કારણે વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ બિલ ગેટ્સ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ કેસમાં ફસાયેલા બિલ ગેટ્સ હવે માફી માંગી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું છે કે તેમના બે રશિયન મહિલાઓ સાથે સંબંધો હતા. તાજેતરના નવા દસ્તાવેજોના ખુલાસા પછી વધી રહેલા વિવાદ વચ્ચે, ગેટ્સે તેમની સંસ્થા બિલ ગેટ્સ ફાઉન્ડેશનના કર્મચારીઓની જાહેરમાં માફી માંગી છે અને કહ્યું છે કે તેમણે એક મોટી ભૂલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક આંતરિક ટાઉન હોલ મીટિંગમાં, ગેટ્સે તેમના ભૂતકાળના સંબંધો વિશેના પ્રશ્નોના જવાબ આપતા સ્વીકાર્યું કે એપ્સટિન સાથે સમય વિતાવવો અને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમનો પરિચય કરાવવો એ “મોટી ભૂલ” હતી.તેમણે કહ્યું કે આ નિર્ણયથી સંસ્થાના લોકોને અસ્વસ્થતા અનુભવાઈ, જેના માટે તેઓ જવાબદારી લે છે. બે અફેર…

15 માર્ચ સુધી રાજ્યની 152 નગરપાલિકાઓમાં યોજાશે સ્વદેશી મેળાઓ, મળશે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના…

પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા મામલે કૌશિક વેકરિયાએ વિધાનસભા રજૂ કર્યા આંકડાઓ, જાણો શું કહ્યું

વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26માં 10288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024માં 6319 અને વર્ષ 2025માં 4781 મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-2026માં વડોદરા શહેરમાં 1,131 પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ…

સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન માટે ઐતિહાસિક કરાર, ₹1,527.56 કરોડના એમઓયુ (MoU)થયાં : પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિત

વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹1,527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવશે. નિષ્ણાત સંસ્થાઓ સાથે ચાર જેટલાં સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરવામાં આવ્યાં છે. જેનો…

ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત સરકારની લાલ આંખ, બે વર્ષમાં ઝડપ્યું આટલા કરોડનું ડ્રગ્સ

રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે. ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી સરકાર…