ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ, દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી

પંચમહાલના પવિત્ર ગણાતા ગોધરામાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શંકરાચાર્ય પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ગોધરાની ધર્મસભામાં આવી માંગ રજૂ કરી, જેનાથી ગૌરક્ષા અને સનાતન ધર્મના પ્રચારને નવી ઊંચાઈ મળી છે.

આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની ચિંતા
શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધતા ધર્માંતરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે અટકાવવું અત્યંત જરૂરી છે. તેઓ પોતે આદિવાસીઓ વચ્ચે જઈ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, જેથી લોકો પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.

વર્ણવ્યવસ્થાનો મહત્વ
વર્તમાન સમયમાં ચાલી રહેલી ચર્ચાઓ પર પૂંણવિરામ મુકતા શંકરાચાર્યે જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા અનિવાર્ય છે. લોકો આ વ્યવસ્થા દૂર થવી જોઈએ એવું કહી શકે, પરંતુ તે શક્ય નથી. મહત્વનું એ છે કે દરેક વ્યક્તિએ એકબીજાના વર્ણનું સન્માન કરવું જોઈએ.

ગાય માતાની રાષ્ટ્રમાતા તરીકે ઓળખાણ
ગોધરા, જેનું નામ ‘ગાયોની ધરા’ તરીકે ઓળખાય છે, ત્યાંથી શંકરાચાર્યે ગૌરક્ષાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે, ગાય માત્ર પશુ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. શંકરાચાર્યનું કહેવું છે કે, જો તેને રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવે, તો જ તેની સાચી રીતે રક્ષા થઈ શકે. પાંચ દિવસીય પ્રવાસના અંતે શંકરાચાર્યના કડક અને સ્પષ્ટ વલણને કારણે સમગ્ર પંથકમાં સનાતન ધર્મ અને ગૌરક્ષાને લઈને નવી ચેતના ફેલાઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન… Pride

નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન, 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો અનુભવ ભારતીય વાયુસેનાને હવે નવા વડા મળ્યા છે. Ashutosh Dixitવાયુસેના પ્રમુખ તરીકે કમાન સંભાળી છે. લાંબા સમયથી ભારતીય વાયુસેનામાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર દીક્ષિત પાસે ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો પણ વિશાળ અનુભવ હોવાનું જણાવવામાં આવે છે. તેઓ અંદાજે 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવામાં નિષ્ણાત હોવાનું કહેવાય છે.તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ ઓપરેશન અને જવાબદારીઓ સંભાળી છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમની ભૂમિકા રહી હોવાનું જણાવવામાં આવે છે. હવે વાયુસેનાના વડા તરીકે તેમની સામે ભારતીય વાયુસેનાને વધુ આધુનિક, મજબૂત અને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખવાની મોટી જવાબદારી રહેશે. -> 2028 સુધી સંભાળશે વાયુસેનાની કમાન : આશુતોષ દીક્ષિતનો કાર્યકાળ 2028 સુધી રહેવાનો છે. આ…

AMC : મકરબા ઓવરબ્રિજની ડિઝાઇનમાં મોટી ખામી? AMCએ કન્સલ્ટન્ટને ફટકારી નોટિસ… Safety 3

મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન મામલે AMC જાગ્યું: ખોટી ડિઝાઇન અને ટ્રાફિક સમસ્યાને લઈ કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ AMC : અમદાવાદમાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા અને વાહનચાલકોને રાહત આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ બ્રિજ અને રોડ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલીક વખત બાંધકામ પૂર્ણ થયા બાદ સામે આવતી ખામીઓ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. હવે મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવ્યું છે.મકરબા વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન, ટ્રાફિક વ્યવસ્થા અને તેના કારણે સર્જાતી મુશ્કેલીઓને લઈને AMC દ્વારા પ્રોજેક્ટની કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. AMCએ સમગ્ર મામલે એજન્સી પાસેથી ખુલાસો માગ્યો છે અને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે.…