સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કોંગ્રેસે 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 243 ઉમેદવારોના નામો સામેલ છે, જે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી લડશે. આ યાદીમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસે કુલ 92 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ કેટલાક વર્તમાન કોર્પોરેટરો પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દાણીલીમડા વોર્ડમાંથી શેહઝાદ ખાન પઠાણને ફરી તક આપવામાં આવી છે, જ્યારે અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે. દરિયાપુર વોર્ડમાંથી નીરવ બક્ષીને પણ ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉમેદવાર યાદી જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં અન્ય રાજકીય પક્ષો પણ…

ગુજરાત : 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન બદલાતા રહેતા ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? હવામાન વિભાગ અનુસાર, 7 એપ્રિલના રોજ નીચેના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે: – સૌરાષ્ટ્ર: દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ – ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ – મધ્ય ગુજરાત: દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર વરસાદી સિસ્ટમના કારણે દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન જવા માટે અને બંદર વિસ્તારોમાં સાવધ રહેવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપી છે. ગરમીમાં આંશિક રાહત હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના…

111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે 3 ઉમેદવારોએ 6 નામાંકન પત્રો ભર્યા

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. CEO Gujarat Press Note 04.04.2026 (1) જે અન્વયે આજના દિવસે તા. 04-04-2026  ના રોજ નીચે મુજબના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. 1. મૌલિકકુમારુમાર વિનોદચંદ્ર શાહ ભારતીય નેશનલ જનતા દળ 111- ઉમરેઠ 2. હર્ષદ ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ 3. વિમલકુમાર કાંતીલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે. જાહેર રજાના…

હોટલોમાં પનીરના નામે ‘એનાલોગ’ નહીં, રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ

Food and Drug Control Administration (FDCA) દ્વારા રાજ્યના હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે પનીરના નામે વેચાતા કોઈપણ ડુપ્લીકેટ પનીર અથવા એનાલોગ (Vegetable-Fat Paneer Alternative) પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય બાબતો હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં જો પનીરની જગ્યાએ વેજિટેબલ ફેટ અથવા સ્ટાર્ચ પરથી બનેલ એનાલોગ પનીર ઉપયોગ થાય, તો તેના વિષે મેન્યુકાર્ડ, બોર્ડ કે અન્ય જાણકારી સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે. આ નિયમોનો અમલ 4 એપ્રિલ, 2026થી ચુસ્તપણે કરવામાં આવશે. ખોટી માહિતી આપવી અથવા ગ્રાહકોને ભ્રમિત કરવી ‘ભ્રામક વેપાર પ્રથા’ ગણાશે અને કડક કાયદેસરની કાર્યવાહી થશે. પેકેજિંગ અને લેબલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી ફરજિયાત છે. ફુડ સેફ્ટી ઓફિસર્સ હોટલોમાં આકસ્મિક તપાસ, નિરીક્ષણ અને સેમ્પલિંગ કરશે. સરકારનું ધ્યેય આ…

અમરેલી નજીક મીતીયાળા અભયારણ્ય પાસે ભીષણ આગ, વન્યજીવો જોખમમાં

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્ય નજીક આવેલા ડુંગર વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાંભાના નાનુડી ગામ પાસે બરસિયા ડુંગરમાં લાગેલી આ આગે આશરે 40 વિઘાથી વધુ રેવન્યુ જમીનને ભસ્મીભૂત કરી દીધી હોવાનું પ્રાથમિક અંદાજ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ કલાકથી આગ સતત ધગધગી રહી છે, છતાં તંત્ર તરફથી આગ પર કાબૂ મેળવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આગ ધીમે ધીમે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર સિંહો સહિત અનેક વન્યપ્રાણીઓનું નિવાસસ્થાન ગણાય છે. એશિયાટિક સિંહ સહિતના પ્રાણીઓ માટે આ વિસ્તાર અત્યંત મહત્વનો છે. આગ અને ઘાટા ધુમાડાના કારણે વન્યજીવો અને પક્ષીઓમાં ભયનું વાતાવરણ…

GUJCET-2026 પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવાનો અંતિમ સમય 8 એપ્રિલ

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા 29 માર્ચ, 2026ના રોજ યોજાયેલી GUJCET-2026ની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે. મહત્વપૂર્ણ વિગતો – પ્રશ્નપત્રના વિષયો: ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન – સેટ નંબર: 1 થી 20 – માધ્યમ: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – વેબસાઇટ: www.gseb.org વાંધા/પ્રતિસાદ માટે માર્ગદર્શન – છેલ્લી તારીખ: 8 એપ્રિલ, 2026, સાંજે 18:00 કલાક – ફોર્મ ભરવાની પદ્ધતિ: વિષયવાર અને પ્રશ્નદીઠ અલગ ફોર્મ ભરી જરૂરી આધારો સાથે gujcetkey@gmail.com પર ઈ-મેઈલ કરવી – ફી: દરેક પ્રશ્ન માટે ₹500/- – ફી ચુકવણી: SBI બેંકમાં ચલણ દ્વારા, ચલણની નકલ ઈ-મેઈલ સાથે જોડવી ફરજિયાત નોંધ: જો રજૂઆત…

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો માટે મોટી તક: 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર

ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. રાજ્યની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2026થી શરૂ થશે અને 24 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ dpegujarat.in પર જઈને અરજી કરી શકશે. ભરતીની મુખ્ય વિગતો મુજબ, આ જગ્યાઓમાં નવી જગ્યાઓ ઉપરાંત અગાઉની ભરતીમાં ખાલી રહેલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાયને ધ્યાનમાં રાખીને કુલ જગ્યાઓમાંથી 4 ટકા અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવી છે. લાયકાત અને વયમર્યાદા ઉમેદવાર માટે Teacher Eligibility Test (TET-1) પાસ કરવું ફરજિયાત છે. સાથે સાથે D.El.Ed. અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. હાલમાં…

મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી, તેમની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવી વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના…

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્ન:’ થી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે, ત્યારે આ સંકુલ નવી પેઢીમાં સનાતન જ્ઞાનને ઉજાગર કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે. અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને મૂલ્યો વિદ્યાર્થીઓને…

માઁ અંબાની અનોખી આરાધના – ચાચર ચોકમાં કર્યું 1200 બાળાઓનું પૂજન

અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું વિશેષ પૂજન તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કન્યાઓને કુંકુમ, તિલક અને ચણિયા-ચોળી સાથે આશીર્વાદ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું ..તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું ..હાલમાં ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી પૂનમ પૂર્ણ થઈ છે ..આજના પવિત્ર દિવસે અંબાજી આસપાસની 11 શાળાઓની બાળાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું ..કુમકુમ તિલક અને ચણિયા ચોળી સાથે ઇમિટેશન જ્વેલરી અને શણગાર સાથે ભોજન અપાયું ..સમગ્ર બાળાઓને મંદિરમાં મહારાજના આશીર્વાદ આપવામાં આવ્યા ..તમામ બાળાઓએ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા ..સમગ્ર મંદિરમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું     Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM :   / bindia.in   FACEBOOK : https://www.facebook.com/ X : https://x.com/bindia276