અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ચિંતા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડતા લોકોને ઉનાળામાં ચોમાસાની અનુભૂતિ થઈ હતી. એસપી રિંગ રોડ, રામોલ, વટવા GIDC અને પૂર્વ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડતા સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા. અચાનક બદલાયેલા હવામાનને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા. ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. માતર, ખેડા, નડિયાદ અને કપડવંજ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધતી જોવા મળી રહી છે. ધોલેરા વિસ્તારમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ અને બાદમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા જનજીવન પ્રભાવિત બન્યું…
ઉનાળામાં ચોમાસાની એન્ટ્રી! રાજ્યમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક,આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા
રાજ્યમાં ઉનાળાની વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે 6થી 10 વાગ્યા દરમિયાન પડેલા માવઠાના કારણે કુલ 7 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર 2 કલાકમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઝાપટાં પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તે જ રીતે ખંભાળિયામાં પણ અડધો ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા હવામાનમાં ઠંડક આવી ગઈ હતી. આ તરફ ગીરસોમનાથમાં પણ અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદી ઝાપટાં અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોને આશ્ચર્ય થયું હતું. ઉનાળાની ઋતુમાં જ…
મોંઘવારીનો ડબલ ડોઝ : અદાણી ગેસે ફરી ઝીંક્યો ભાવવધારો, જાણો નવા લેટેસ્ટ ભાવ
અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.50નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ 2 એપ્રિલ, 2026 થી અમલી બની ગયા છે. વિવિધ શહેરોમાં CNGના નવા ભાવ (પ્રતિ કિલો) કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં ભાવ નીચે મુજબ રહેશે: શહેર / જિલ્લો નવો ભાવ (₹/કિલો) નવસારી 84.45 અમદાવાદ 83.77 ખેડા 82.86 સુરેન્દ્રનગર 82.61 વડોદરા 82.10 સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર સીએનજીના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર મધ્યમ વર્ગના વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો પર પડશે. રિક્ષા અને ટેક્સી: અમદાવાદ જેવા શહેરોમાં હજારો ઓટો-રિક્ષા…
ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના
ગાંધીનગર : શિસ્ત, ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે, જે કોઈ પાઠ્યપુસ્તક નહીં, પરંતુ રમતનું મેદાન શીખવે છે. રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે એવું દ્રઢપણે માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના શરૂ કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની તાલીમ પૂરી પાડીને તેમની પ્રતિભાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ ખેલાડીઓએ આ યોજનાનોનો લાભ મેળવ્યો છે. રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ…
આગામી ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત
ગાંધીનગર: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક રોકાણોને આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડી ‘વિકસિત ભારત @2047‘ના વિઝનને સાકાર કરવાનો છે. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનારી આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.…
હનુમાન જયંતિ 2026: ‘હનુમાન’ બનીને છવાયેલા અભિનેતાઓ—આજે ક્યાં છે આ સ્ટાર્સ?
ભારતીય ધાર્મિક કથાઓમાં હનુમાનનું વિશેષ સ્થાન છે. હનુમાન જયંતિ 2026 ના પાવન અવસર પર, જ્યારે સમગ્ર દેશ બજરંગબલીની ભક્તિમાં લીન છે, ત્યારે નાના અને મોટા પડદા પર “હનુમાન” બનીને છવાઈ ગયેલા કલાકારોની યાદો પણ તાજી બની જાય છે. કોઈએ આ પાત્ર દ્વારા અમર ઓળખ બનાવી, તો કોઈ આજે પણ એ જ છબીથી ઓળખાય છે. અને એક દિગ્ગજ કલાકાર હવે આપણા વચ્ચે નથી રહ્યા. આવો જાણીએ તે કલાકારો વિશે, જેમણે પડદા પર હનુમાન બનીને ઇતિહાસ રચ્યો. ટીવી અને ફિલ્મોમાં આ પાત્ર ભજવનારા કલાકારોને લોકો ભગવાન સમાન માનતા આવ્યા છે. ખાસ કરીને ‘રામાયણ’ પછી તો કલાકારોની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ હતી. દારા સિંહ – અસલી ‘હનુમાન’ની ઓળખ રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને દારા સિંહે જે છાપ છોડી,…
ડભોઇમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી
ડભોઇ નગરમાં વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શોભાયાત્રા સાથે ઉજવણી ડભોઇ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624 મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના તથા આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ડભોઇ જૈન વાગા થી નીકળી ભારત ટોકીઝ , ટાવર ,લાલ બજાર થઈને શોભાયાત્રા જૈન મંદિર ખાતે પહોંચતા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર…
ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. 2થી 4 એપ્રિલ દરમિયાન અસર હવામાન વિભાગની આગાહી મુજબ 2થી 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન ફેરફાર પાછળનું કારણ પાકિસ્તાન અને રાજસ્થાન વિસ્તાર ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના 2 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,…
મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કિશોરભાઈ મહેન્દ્રનગરના વોર્ડ નંબર 4 ખાતે આગેવાનને મળવા ગયા હતા અને ત્યાં અચાનક હાર્ટ એટેક થતાં સારવાર માટે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થઈ ગયું. કિશોરભાઈનું પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો શોક વ્યક્ત કરવા માટે હાજર થયા છે. કિશોરભાઈ ચીખલિયા તેમના મિલનસાર સ્વભાવ અને લડાકુ નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી ચીખલિયા પરિવાર અને મોરબી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં શોક છવાયો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER…
ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી
ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ક્યાં ક્યાં વરસાદની શક્યતા: હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા થી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેફરાંહાની પાછળનું કારણ: રાજ્યમાં આ હવામાન ફેરફાર પાછળ મુખ્ય કારણ સાયક્લોનિક અને ઇન્ડ્યુઝ્ડ સર્ક્યુલેશન સિસ્ટમ છે. ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે પણ વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા,…















