ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા

ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાશે. જેમાં ગુજરાત ભાજપના સંગઠનને લઈને ચર્ચા થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આજે દિલ્હી ખાતેની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમની જાહેરાત થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ નવી ટીમમાં 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20 થી 25 હોદેદારો અને ચારે ઝોન માંથી એક એક પ્રદેશ મહામંત્રીની નિમણૂકની ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હીથી મંજૂરીની મહોર બાદ કમુરતા પહેલા નામ જાહેર થવાની સંભાવના છે.

ગુજરાત ભાજપના સંગઠનનું માળખું જો કમુરતા પહેલા જાહેર કરવામાં આવે તો તે 16 ડિસેમ્બર પહેલા થશે કારણ કે 1 મહિનો કમુરતા રહેશે. જો પ્રદેશ ભાજપની ટીમની જાહેરાત થાય તો તેમની સાથે જ વિવિધ જિલ્લા મહાનગરની ટીમ પણ જાહેર કરાશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM Modi ના 76મા જન્મદિવસે જાસપુરમાં 76 હજાર દીવડાઓથી ઉજવણી Dynamic

Modi વિશ્વ ઉમિયાધામ-જાસપુરમાં ‘આશીર્વાદનો દીવો’: PM મોદીના 76મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર Modiના 76મા જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીપોત્સવ, મહાઆરતી, વંદે માતરમ્ ગાન, લોકડાયરો અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. Modi 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસને ધ્યાનમાં રાખીને વિશ્વ ઉમિયાધામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તેને ‘આશીર્વાદનો દીવો’ નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ચેતનાના સંદેશ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનો હોવાનું જણાવાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના…

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…