ક્રિશ 4 કન્ફર્મ: ‘ક્રિશ 4’ ની જાહેરાત! આ ફિલ્મ ઋતિક રોશનના દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કરશે; YRF સાથે હાથ મિલાવ્યા
ઘણા સમયથી, ચાહકો ઋતિક રોશનને સુપરહીરો અંદાજમાં જોવા માટે ઉત્સુક હતા, જેની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ભારતની સૌથી લોકપ્રિય સુપરહીરો ફ્રેન્ચાઇઝ ફિલ્મ ‘ક્રિશ’ ના ચોથા ભાગની જાહેરાત કરવામાં આવી છે. હા, રાકેશ રોશને ‘ક્રિશ 4’ ની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ઋતિક રોશન આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં ઋતિક માત્ર સુપરહીરોની ભૂમિકા ભજવશે નહીં પણ ફિલ્મનું દિગ્દર્શન પણ કરશે. આ પણ વાંચો :- ગ્રાઉન્ડ ઝીરો ટીઝર: ઇમરાન હાશ્મી આર્મી મેનના રૂપમાં તમારા હોશ ઉડાવી દેશે, ‘ગ્રાઉન્ડ ઝીરો’નું અદ્ભુત ટીઝર જુઓ રાકેશ રોશને ‘ક્રિશ 4’ ની જાહેરાત કરી :- ક્રિશ 4’નું દિગ્દર્શન ઋત્વિક રોશન કરશે અને તેના પિતા રાકેશ રોશન અને યશ રાજ ફિલ્મ્સ તેનું નિર્માણ કરશે.…
Amreli : અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા, કાપા મારવાનું કારણ અકબંધ
અમરેલીના મુંજિયાસર જેવી ઘટના બનાસકાંઠાના ડીસામાં બની હતી. જેમાં સાત થી આઠ બાળકોએ બ્લેડ વડે હાથ પર કાપા માર્યા છે,જેના કારણે બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે કેમ કાપા માર્યા તેનું કારણ સામે આવ્યું નથી. જો કે, મોબાઇલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા શાળાના સંચાલકો સેવી રહ્યાં છે,તો શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. હાથ પર બ્લેડ મારતા બાળકોનું શાળામાં કાઉન્સેલિંગ કરાયું હતુ,તો બાળ સુરક્ષા અધિકારીની હાજરીમાં બાળકોનું કાઉન્સેલિંગ કરાયું છે.ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથધરી છે અને શાળા પાસે રીપોર્ટ પણ માંગ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર અમરેલીમાં પણ બની હતી આવી ઘટના :- અમરેલીના મોટામુંજિયાસરની શાળામાં 40 વિદ્યાર્થીઓએ હાથ…
Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર
સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રત્નકલાકારોની હડતાળના બેનર પણ લાગ્યા છે. કતારગામ દરવાજા ફલાય ઓવર બ્રિજ નીચે રત્નકલાકારો ભેગા થશે. જેના બાદ બ્રિજ નીચે ભેગા થયેલ રત્નકલાકારો રેલી કાઢશે. DWUG દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલી માટે પોલીસની મંજૂરી પણ માગી છે. રવિવારે સવારે 9.30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે. આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી રત્નકલાકારોની એકતા રેલી :- ગાંધી ચિંધ્યા માર્ગે રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. ગત વર્ષની દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મહામંદી જોવા મળી.હીરા બજારમાં મોટી કીમત…
GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી
ગીર સોમનાથ જિલ્લામાં મત્સ્યબંદરોનો વિકાર થશે. વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદર વિશે વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વેરાવળ ખાતે મત્સ્યબંદર વિકસાવવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ચાર જેટલા મોટા મત્સ્યબંદરોનો વિકાસ થશે.આ અંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરખેડૂ સંમેલન-૨૦૧૨ દરમિયાન રાજયમાં નવાં મત્સ્યબંદરો વિકસાવવા માટે જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર નવા બંદરોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ મંત્રીએ વિગતવાર માહિતી આપતા કહ્યું કે, વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદરમાં જરૂરી આધુનિક વ્યવસ્થાઓ જેવી કે લેન્ડિંગ-બર્થિંગ ફેસેલિટી, ઓક્શન હોલ, બ્રેકવોટર તથા મત્સ્ય પકડાશનાં જથ્થાને આરોગ્યપ્રદ સ્થિતિમાં…
Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચ મહિનામાં હવામાનમાં અનેક બદલાવ આવ્યા છે. જેના કારણે થોડા દિવસ ગરમી તો થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. આ પણ વાંચો :- વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ…
Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. કડીમાં 2 વિદ્યાર્થિની પરીક્ષા આપ્યા બાદ ગુમ થઈ હતી.ત્યાર બાદ પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવામાં આવી છે. આ બંને વિદ્યાર્થિની સગીરવયની હોવાનું સામે આવ્યું છે. જેમાં બે અલગ-અલગ જગ્યાએથી સગીરા ગુમ થઈ છે. પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ઘરે પરત ફરી ન હતી. અને તેના કારણે પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો :- પાટણમાં વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની ટીમે જપ્ત કર્યો સામાન વિદ્યાર્થિનીઓ ગુમ થતા પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં બે સગીરાનું અપહરણ થયું છે. જેમાં 24 માર્ચે પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ગુમ ગઈ હતી. સગીરા ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને…
















