Rajkot : રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો, 10 વર્ષથી ફાયર-એનઓસી નથી લીધી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડિંગની BU પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ થયો છે. મનપા TP વિભાગે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે તો આજે સમગ્ર તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાશે અને બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી નથી સાથે સાથે બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ કાર્યરત નથી.

આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી

બિલ્ડિંગના રીપોર્ટમાં થયો ખુલાસો :- રાજકોટ મનપા TP વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપવામાં આવ્યો છે. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે.આગ એટલી વિકરાળ હતી કે એના કારણે ફ્લોર પર રહેલા બન્ને ફ્લેટના મુખ્ય દરવાજા બળીને ખાક થઇ ગયા હતા અને ફ્લેટના અંદરના ભાગે થોડું નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ ફ્લેટમાં અંદર કોઈ નહોતું, જેથી મોટી જાનહાનિ થતાં અટકી હતી.

આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી લાગી હતી આગ :- બિલ્ડિંગના છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગની ઘટના બનતા હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારાયા હતા.આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે FSL તેમજ PGVCLની મદદ લેવામાં આવી છે. માલવિયાનગર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે. તેમજ આ બિલ્ડિંગમાં ફાયર NOC હતું કે કેમ BU પરમિશન હતી કે, કેમ સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *