Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત થઈ રહી છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમા જેને મીની મહાકુંભ કહેવામાં આવી રહી છે, જે શનિવારથી ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહીની પરિક્રમા છે જેને લઇને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ :- પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.અને ગત વર્ષે કામચલાઉં પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો જેના કારણે આ વખતે મોટા ભુંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે. શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે આ પુલ કામ ચલાઉ છે ત્યારે આ પુલ ઉપર નીચે ભૂંગળા છે અને ઉપરના ભાગે પ્લાસ્ટિકની બેગની અંદર રેતી અને ગોળ પથ્થર ભરીને ઉપર પુરાણ કરવામાં આવ્યું છે.અલગ-અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવે છે તેમજ નાવડીયો જે રેંગણથી રામપુરા સુધી ચાલશે એમાં 100 જેટલી નાવડીઓ ચાલશે.

આ પણ વાંચો :- Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરાઈ :- નર્મદા નદી કિનારે કોઈ ન જાય તે માટે બેરીકેટ પણ મૂકવામાં આવ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ આ બેરીકેટ મૂકવામાં આવ્યા છે તેમજ લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ છે કારણ કે ખાસ કરીને શ્રદ્ધાળુ ત્યાં નદીમાં જાય તો કોઈ મોટી ઘટના ઘટવાની શક્યતા છે અને મગરનો પણ ભય છે ઉલ્લેખનિય છે કે આ વખતે શ્રદ્ધાળુ અને સ્નાન કરવા માટે અહીંયા ચાર સ્થળે પર ફુવારા મૂકવામાં આવશે જેમાં ચારે બાજુથી કોર્ડન કરેલું છે એટલે કે મહિલા પુરુષ પૂરતી સુરક્ષા સાથે નર્મદા નદીમાં સ્નાન પણ કરી શકશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈને આ વખતે 15 થી 20 લાખ શ્રદ્ધાળુ આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે પરિક્રમા માર્ગ પર દરેક જગ્યા એ cctv કેમેરા લગાવવામાં આવ્યા છે સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણે કરવામાં આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *