અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં EVM અને મતદાન પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન (SVAP) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘ઈલેક્ટોરલ લીટરસી ક્લબ’ (ELC) દ્વારા એક વિશેષ ટેકનિકલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાનો અને મતદાન પ્રક્રિયા પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધારવાનો હતો. આ અભિયાન અંતર્ગત અંદાજે 35,090 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ સહભાગી થઈને EVM ની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી. શાળાઓમાં પ્રાયોગિક નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે ટેકનોલોજીના ઉપયોગથી મતદાન પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બની છે. વિદ્યાર્થીઓએ આ ટેકનિકલ…

અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સુશ્રી અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ લેખન દ્વારા લોકશાહીના પર્વની મહત્તા સમજાવી હતી અને ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને ગુંજતો કર્યો હતો. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.…

ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની NDPS હેઠળ અટકાયત

ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ કરી છે અને રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાનાં આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના બાબુભાઈ નીનામા (49), પાલનપુર (બનાસકાંઠા)ના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28), વાંસદા (નવસારી)ના મનોજગીરી ગોસ્વામી (45), જુનાગઢના વહીદ પંજા (50) અને રાજકોટના ઇમરાન…

લોકસભામાં મહિલા અનામત બંધારણીય સુધારા બિલ નામંજૂર: બે તૃતીયાંશ બહુમતી ન મળતા સરકાર નિષ્ફળ

લોકસભામાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. બિલને જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતાં તેને નામંજૂર કરવામાં આવ્યું છે, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે. શુક્રવારે ગૃહમાં બિલ પર ઉગ્ર ચર્ચા થઈ હતી, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળ્યો હતો. ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર સીમાંકન પ્રક્રિયામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે વર્ષોથી લોકોને તેમની વસ્તી મુજબ પ્રતિનિધિત્વ મળ્યું નથી. બીજી તરફ, વિપક્ષે સરકારની મન્સા અને વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, ભલે તે કોઈપણ વચન આપે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મતદાનના પરિણામ…

અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ લેખન દ્વારા લોકશાહીના પર્વની મહત્તા સમજાવી હતી અને ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને ગુંજતો કર્યો હતો. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. આ…

કોણીની કાળાશ દૂર કરવા અપનાવો 2 સરળ ઘરેલુ ઉપાય, અજમાવો આ ખાસ ટિપ્સ

ગરમીની શરૂઆત સાથે સ્કિન ટેનિંગની સમસ્યા વધી જાય છે, જેમાં કોણીની કાળાશ પણ એક સામાન્ય ચિંતા બની જાય છે. કોણીની ત્વચા જાડી હોવાને કારણે અને તેમાં તેલ ગ્રંથિઓ ઓછી હોવાથી અહીં ડેડ સ્કિન ઝડપથી જમા થાય છે, જે કાળાશનું મુખ્ય કારણ બને છે. ઘણા લોકો મોંઘા ક્રીમ અને પાર્લર ટ્રીટમેન્ટ પર ખર્ચ કરે છે, છતાં યોગ્ય પરિણામ મળતા નથી. પરંતુ કેટલીક સરળ ઘરેલુ વસ્તુઓથી પણ કોણીની કાળાશ દૂર કરી શકાય છે. લીંબુ અને બેકિંગ સોડાનો ઉપાય લીંબુ કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જ્યારે બેકિંગ સોડા ત્વચાને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. અડધું લીંબુ લઈને તેના પર થોડું બેકિંગ સોડા છાંટી કોણી પર હળવા હાથે 5થી 7 મિનિટ સુધી ઘસવું. ત્યારબાદ તેને 10 મિનિટ રહેવા…

‘નારી શક્તિ વંદન અધિનિયમ’ : 454 સામે 2 મતથી પસાર થયેલા ઐતિહાસિક બિલની સફર

ભારતીય લોકશાહી ઇતિહાસમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવતું ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ દાયકાઓની ચર્ચા, વિરોધ અને સુધારાઓ પછી એક ઐતિહાસિક મતદાન સાથે પસાર થયું. લોકસભામાં આ બિલને 454 મતના ભારે સમર્થન સામે માત્ર 2 મતનો વિરોધ મળ્યો, જે તેની વ્યાપક રાજકીય સહમતિ દર્શાવે છે. આ કાયદાનો માર્ગ સરળ નહોતો. શરૂઆતના તબક્કામાં જ મહિલાઓ માટે અનામતની વિચારધારાને લઈને સંસદ અને બંધારણસભામાં પણ મતભેદ જોવા મળ્યા હતા. ઘણા મહિલા નેતાઓએ દલીલ કરી હતી કે મહિલાઓને અનામત કરતાં સમાન તક દ્વારા આગળ આવવું જોઈએ. પરંતુ સમય જતાં સમાજમાં રહેલા માળખાકીય અવરોધો સ્પષ્ટ થતાં અનામતની માંગ વધુ મજબૂત બની. 1996-97માં પ્રથમવાર મહિલા અનામત બિલ રજૂ થયું, જેમાં વિવિધ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું હતું. જોકે, ત્યારબાદ “ક્વોટા-ઇન-ક્વોટા” એટલે કે પછાત વર્ગની મહિલાઓ…

દિલ્હી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર: સ્પાઈસજેટ અને અકાસા એર ઘટનામાં મોટી જાનહાનિ ટળી

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 16 એપ્રિલ 2026ના રોજ સ્પાઈસજેટ અને અકાસા એરનાં બે વિમાનો વચ્ચે ટેક્સિંગ દરમિયાન ટક્કર થઈ હતી. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ બંને વિમાનોને ટેકનિકલ તપાસ માટે સેવામાંથી હટાવી દેવામાં આવ્યા છે. માહિતી મુજબ, સ્પાઈસજેટનું B737-700 વિમાન ટેક્સિંગ દરમિયાન બેએ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેનો જમણો વિંગલેટ અકાસા એરનાં પાર્ક કરાયેલા વિમાનના હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝર સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ બંને વિમાનોને નુકસાન થયું હતું. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષા પ્રોટોકોલ અનુસાર વિમાનને તરત જ ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, અકાસા એરનું વિમાન દિલ્હીથી હૈદરાબાદ જવા માટે તૈયાર હતું ત્યારે ઘટના બની હતી. એરલાઇને જણાવ્યું કે તમામ મુસાફરોને…

West Bengal Election 2026: SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, લાખો મતદારોને મળશે મતદાનનો અધિકાર

આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપીને લાખો મતદારોના મતાધિકારનું રક્ષણ કર્યું છે. SIR (Special Intensive Revision) મામલે સુનાવણી દરમિયાન કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે, જેથી કોઈ પણ લાયક મતદાર પોતાના લોકશાહી અધિકારથી વંચિત ન રહે. માહિતી મુજબ, મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા અને વાંધાઓ સંબંધિત 34 લાખથી વધુ અપીલો પેન્ડિંગ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 19 સ્પેશિયલ એપેલેટ ટ્રિબ્યુનલને નિશ્ચિત સમયમર્યાદામાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ, 21 એપ્રિલ સુધીમાં જેમની અપીલોનો નિર્ણય થશે તેઓ 23 એપ્રિલે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. તેવી જ રીતે, 27 એપ્રિલ સુધીમાં અપીલો પર નિર્ણય લેનાર મતદારોને 29 એપ્રિલે બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન…

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, ચૂંટણી જંગ તેજ

ગુજરાતમાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનું સંગઠન મજબૂત કરવા અને પ્રચાર અભિયાન તેજ કરવા માટે 40 સ્ટાર પ્રચારકોની સત્તાવાર યાદી જાહેર કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરાયેલી આ યાદી રાજ્ય ચૂંટણી પંચને પણ સોંપવામાં આવી છે. પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યાદી રજૂ કરી હોવાનું જાણવા મળે છે. આ પ્રચારકો રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં જઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચારની જવાબદારી સંભાળશે. આ યાદીમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના અનુભવી નેતાઓ સાથે યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળે છે. મુખ્ય નામોમાં મુકુલ વાસનિક, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે. સાંસદ અને ધારાસભ્યોમાંથી ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, શૈલેષ…