બીજિંગમાં 109 માળની ઇમારત સાથે નાનું વિમાન અથડાયું, બચાવ કામગીરી શરૂ

ચીનની રાજધાની બીજિંગમાં એક ચોંકાવનારી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહેવાલો મુજબ, શહેરની સૌથી ઊંચી 109 માળની ગગનચુંબી ઇમારત સિટિક ટાવર (ચાઇના ઝૂન) સાથે એક નાનું વિમાન અથડાતા ભારે નુકસાન થયું છે. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ટક્કર બાદ ઇમારતમાં ભારે નુકસાન
મળતી માહિતી મુજબ, આશરે 1,700 ફૂટ ઊંચી સિટિક ટાવર સાથે વિમાનની ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનના ટુકડા-ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં ઇમારતની અનેક બારીઓ તૂટી ગઈ હતી અને ટાવરની એક બાજુ મોટું ગાબડું પડી ગયું હતું. અકસ્માત બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર વિમાનનો કાટમાળ વિખરાઈ ગયો હતો, જ્યારે ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા.

લેન્ડિંગ પહેલાં રૂટ પરથી ભટક્યું વિમાન
અહેવાલો અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત B-12PP લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ સ્થાનિક એવિએશન કંપનીનું હતું અને તેમાં માત્ર પાયલોટ જ સવાર હતો. વિમાને અકસ્માતના અંદાજે અડધા કલાક પહેલાં શિફોસી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. સાંજે લગભગ 5:40 વાગ્યે પરત લેન્ડિંગ માટે આગળ વધી રહ્યું હતું ત્યારે તે નક્કી કરેલા રૂટ પરથી ભટકી ગયું હતું. ઇસ્ટ ફિફ્થ રિંગ રોડ નજીક વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મ Flightradar24ના ડેટા મુજબ પણ વિમાન પોતાના નિર્ધારિત માર્ગથી દૂર ચાલી ગયું હતું.

ઘટનાસ્થળે બચાવ કામગીરી તેજ
દુર્ઘટના બાદ બીજિંગની ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સિટિક ટાવરમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો.

જાનહાનિ અંગે હજુ સ્પષ્ટતા નહીં
આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે અથવા કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

 

 

 

  • Related Posts

    અયોધ્યા રામ મંદિર દાન વિવાદ: SIT તપાસમાં મોટો ખુલાસો, ચાંદીના હાર અને ઇંટોની ચોરીના દાવા ખોટા સાબિત

    અયોધ્યા રામ મંદિરને આપવામાં આવેલા ચાંદીના હાર, ચરણ પાદુકા અને ચાંદીની ઇંટો ગુમ થઈ હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં ખોટા સાબિત કરવામાં આવ્યા…

    કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક: પૂછપરછમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ

    પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન કેસના બે મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હોવાનું તપાસ સાથે…