યુક્રેનનો રશિયા પર મોટો ડ્રોન હુમલો, ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ; અલગ-અલગ ઘટનાઓમાં 3ના મોત

રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રવિવારે યુક્રેને રશિયાના અનેક વિસ્તારોમાં લાંબા અંતરના ડ્રોન હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં દક્ષિણ રશિયાની એક મોટી ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી હતી. વિવિધ હુમલા અને સંબંધિત ઘટનાઓમાં કુલ ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે.

સ્લાવ્યાંસ્ક ઓઈલ રિફાઈનરીમાં લાગી આગ
રશિયાના ક્રાસ્નોડાર ક્ષેત્રના ગવર્નરના જણાવ્યા અનુસાર, સ્લાવ્યાંસ્ક-ના-કુબાન શહેરમાં આવેલી ઓઈલ રિફાઈનરી પર યુક્રેની ડ્રોનનો કાટમાળ પડતા આગ ભભૂકી ઊઠી હતી. આ રિફાઈનરી દર વર્ષે અંદાજે 40 લાખ ટન ક્રૂડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. આગ બાદ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી.

બીજી રિફાઈનરીને પણ બનાવાઈ નિશાન
અહેવાલો અનુસાર, યુક્રેને રશિયાના યારોસ્લાવ વિસ્તારમાં આવેલી બીજી ઓઈલ રિફાઈનરીને પણ નિશાન બનાવી હતી. આ વિસ્તાર સરહદથી લગભગ 700 કિલોમીટર દૂર આવેલો છે. હુમલા બાદ સુરક્ષાના પગલાંરૂપે કેટલાક રસ્તાઓ અને એરપોર્ટની કામગીરીને અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી.

ઈંધણ સપ્લાય પર અસર
યુક્રેનના સતત હુમલાઓને કારણે રશિયામાં ઈંધણ સપ્લાય પર અસર જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, રશિયાના કબજા હેઠળના ક્રિમિયામાં પેટ્રોલના વેચાણ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. સાઈબેરીયાના ઈરકુત્સ્ક વિસ્તારમાં ઈંધણની અછતને કારણે સરકારી પેટ્રોલ પંપ પરથી પ્રતિ વ્યક્તિ રોજના માત્ર 50 લિટર પેટ્રોલ વેચવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ખાનગી પેટ્રોલ પંપોએ પણ સપ્લાયમાં વિક્ષેપને કારણે વેચાણ મર્યાદિત કર્યું હોવાનું જણાવાયું છે.

બંને દેશોના ભારે ડ્રોન અને મિસાઈલ હુમલા
છેલ્લા 24 કલાક દરમિયાન બંને દેશોએ એકબીજા પર ભારે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હોવાના દાવા કર્યા છે. રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ક્રિમિયા અને બ્લેક સી વિસ્તારમાં યુક્રેનના 213 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ, યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ 142 ડ્રોન અને 8 મિસાઈલથી હુમલો કર્યો હતો, જેમાંથી યુક્રેનની એરફોર્સે 125 ડ્રોન અને 7 મિસાઈલને હવામાં જ નષ્ટ કરી દીધી હતી.

 

 

 

 

  • Related Posts

    દેશભરમાં ખાનગી હોસ્પિટલોની ‘લૂંટ’? સરકારી કરતાં 8 ગણો મોંઘો ઈલાજ, દર્દીઓ પર વધતો આર્થિક બોજ

    ભારતમાં આરોગ્યસેવા કેટલી પોસાય તેવી છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવારના બિલમાં કેટલી પારદર્શિતા છે તે મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરના નેશનલ સેમ્પલ સર્વેના 80મા રાઉન્ડના આંકડા અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના અનુભવ અંગેના સર્વે સામે આવ્યા બાદ સારવારના વધતા ખર્ચ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. NSSના 80મા રાઉન્ડમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન આરોગ્ય સંબંધિત ખર્ચ અને સારવાર અંગે દેશવ્યાપી માહિતી એકત્ર કરવામાં આવી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલના ખર્ચમાં મોટો તફાવત રાષ્ટ્રીય સ્તરના આંકડા મુજબ હોસ્પિટલમાં દાખલ થવા માટે સરકારી અથવા જાહેર આરોગ્ય સંસ્થામાં દર્દીનો સરેરાશ ખિસ્સામાંથી થતો ખર્ચ આશરે રૂ. 6,631 રહ્યો હતો. તેની સામે ખાનગી હોસ્પિટલમાં આ જ ખર્ચ વધીને રૂ. 50,508 થયો છે. એટલે ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ ખર્ચ સરકારી…

    બસમાંથી મુસાફર પડી જવાના મોતના કેસમાં નડિયાદ કોર્ટનો મહત્વનો હુકમ

    – ‘અ’ પડત સમરી યથાવત, પરંતુ વિશેષ તપાસ ચાલુ રાખવા આદેશ પંકજ મકવાણા – અમદાવાદ, ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી મુસાફર પડી જવાથી થયેલા મૃત્યુના કેસમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘અ’ પડત સમરીને યથાવત રાખી છે, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાની શરતને મહત્વ આપતાં તપાસ અધિકારીને વિશેષ તપાસ પૂર્ણ કરી તેના પ્રગતિ અહેવાલો નિયમિત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. આ હુકમ તા. 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, તા. 26 જાન્યુઆરી 2026ના રોજ ગણેશ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નંબર GJ-01-Z-0773 વડોદરા-અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે-1 પરથી પસાર થઈ રહી હતી. રાત્રે આશરે 11:45 વાગ્યે બીલોદરા સીમ વિસ્તારમાં મુસાફર…