ભારત-યુએઈ સંબંધોને નવી ગતિ: પીએમ મોદી-શેખ નાહ્યાન બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હીમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાન ખાતે દ્વિપક્ષીય બેઠક યોજી.

બેઠકમાં બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ.
મુખ્ય મુદ્દાઓ:
– ઉર્જા ક્ષેત્ર: યુએઈ દર વર્ષે ભારતને 5 લાખ મેટ્રિક ટન LNG પૂરૂં પાડશે, પરમાણુ ઊર્જા, મોટાં અને નાના રિએક્ટર ક્ષેત્રે સહયોગ.
-ટેકનોલોજી અને ડેટા: ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે રોકાણ; AI અને સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવું.
– અવકાશ ક્ષેત્ર: લોન્ચ પેડ્સ, ઉપગ્રહ ઉત્પાદન અને સંયુક્ત મિશન.
– ગુજરાતમાં ખાસ પ્રોજેક્ટ્સ: ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બંદર, સ્માર્ટ સિટી અને રેલ-ઊર્જા પ્રોજેક્ટ્સ.
– ખાદ્ય સુરક્ષા: ખેડૂતો માટે લાભકારી કરાર.
– સાંસ્કૃતિક સહયોગ: અબુ ધાબીમાં ‘હાઉસ ઓફ ઈન્ડિયા’ સ્થાપિત કરવાની યોજના.
– વાણિજ્યિક સહયોગ: 2032 સુધીમાં વાર્ષિક વેપાર $200 બિલિયન સુધી વધારવાનું લક્ષ્ય, ભારત-આફ્રિકા SETU અને India Mart સહિતના પ્રોજેક્ટ્સ.

બેઠકમાં પશ્ચિમ એશિયા, યમન, ગાઝા અને ઈરાનની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ. બંને નેતાઓએ ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ અંગે પણ ચર્ચા કરી.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે, ભારત-UAE વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ પગલુ છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…