LPG ગેસના ભાવથી લઈને PAN આધાર લિંકિંગ સુધી, આજથી થઈ થઈ રહ્યા છે આ મોટા ફેરફાર

નવું વર્ષ 2026 આજથી શરૂ થઈ ગયું છે. નવું વર્ષ પોતાની સાથે ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર લઈને આવ્યું છે, જે આજથી અમલમાં આવી ગયા છે. આ બદલાયેલા નિયમોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. દર વર્ષની જેમ આ વખતે પણ 1 જાન્યુઆરીથી કર, ગેસના ભાવ અને સરકારી પ્રક્રિયાઓ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારો નોકરી કરતા લોકો, ઉદ્યોગપતિઓ અને સામાન્ય ગ્રાહકોને અસર કરશે. ખાસ કરીને આવકવેરા સંબંધિત નિયમો, પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ અને LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર આજે ચર્ચામાં છે. આ દેશના નાગરિક તરીકે, 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નિયમોમાં થયેલા ફેરફારોથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે, નહીં તો તમને પછીથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 1 જાન્યુઆરી,…

નવેમ્બરમાં વોડાફોન-આઈડિયાએ ગુમાવ્યા 10 લાખથી વધુ યુઝર્સ, જાણો Jio, Airtel અને BSNLની સ્થિતિ

ટ્રાઈએ નવેમ્બર માટે સબસ્ક્રાઈબર ડેટા જાહેર કર્યો છે. વર્ષના પહેલા જ દિવસે વોડાફોન-આઈડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ત્રીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપનીના યુઝર બેઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરના સબસ્ક્રાઈબર ડેટા અનુસાર, કંપનીએ 1 મિલિયનથી વધુ યુઝર્સ ગુમાવ્યા છે. વોડાફોન-આઈડિયાએ તાજેતરમાં જ દેશના ઘણા શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. તેમ છતાં, કંપનીના યુઝર બેઝમાં ઘટાડો ચાલુ છે. ટ્રાઈના નવેમ્બર મહિનાના સબસ્ક્રાઈબર ડેટા અનુસાર, વોડાફોન આઈડિયાએ સૌથી વધુ 10,11,134 યુઝર્સ ગુમાવ્યા છે. કંપનીનો માર્કેટ શેર 0.50% ઘટ્યો છે. હવે વોડાફોન આઈડિયાનો માર્કેટ શેર ઘટીને 17.01% થઈ ગયો છે. તે જ સમયે, Jio, Airtel અને BSNLને આનો ફાયદો થયો છે. સરકારી કંપની MTNLના યુઝર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. કંપનીના 7530 સબ્સ્ક્રાઇબર્સ છોડી ગયા…

સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન બારમાં થયો ભયંકર બ્લાસ્ટ, અનેક લોકોના થયા મોત

ગુરુવારે વહેલી સવારે સ્વિટ્ઝર્લૅન્ડના પ્રખ્યાત લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટ ટાઉન ક્રેન્સ મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટનું સ્થળ રાજધાની બર્નથી બે કલાક દૂર આવેલું છે. વિસ્ફોટ બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. સ્વિસ પોલીસે જણાવ્યું હતું કે રિસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. દક્ષિણપશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લાથિયોને જણાવ્યું હતું કે વિસ્ફોટ કોઈ અજાણ્યા સ્ત્રોત દ્વારા થયો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટ લે કોન્સ્ટેલેશનમાં થયો હતો, જે પ્રવાસીઓમાં લોકપ્રિય બાર છે. ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા વિસ્ફોટની માહિતી મળતાં જ…

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, જાણો A To Z માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026 ‘નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી મતી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.’અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026 ’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા. આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રી ના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર…

2026માં જોવા મળશે ચૂંટણીનો ધમધમાટ… આ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણીઓ ; 75 રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી

2025માં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. દિલ્હીમાં વર્ષની શરૂઆતમાં અને બિહારમાં અંતમાં ચૂંટણીઓ યોજાઈ હતી. 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી ફરી, જ્યારે બિહારમાં નીતિશ કુમારનું શાસન અકબંધ રહ્યું. નવા વર્ષના આગમન સાથે જ વિધાનસભા ચૂંટણીઓ શરૂ થશે. 2026માં ચૂંટણી ગતિવિધિઓ 2025 કરતાં પણ વધુ તીવ્ર બનશે. 2026 માં ભારતમાં ઘણી મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાવાની છે. આ વર્ષે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, સાથે જ 75 રાજ્યસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાવાની છે. અહી યોજાશે વિધાનસભાની ચૂંટણી 1- પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 294 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. હાલ અહી TMC પાર્ટી સત્તામાં છે. અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. 2- કેરળ રાજ્યમાં પણ આ વર્ષે વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાશે.…

નવા વર્ષની ખુશખબર: 8મું પગાર પંચ લાગુ, કેન્દ્રના કરોડો કર્મચારીઓના પગારમાં મોટો વધારો

લાખો કર્મચારીઓ માટે ખુશખબર! કેન્દ્ર સરકાર દ્વારા 8મું પગાર પંચ (8th Pay Commission) 1 જાન્યુઆરી 2026થી અમલમાં મુકવા સંબંધી જાહેરાત કરી છે. આ પગાર પંચ લાગુ થતા કેન્દ્રના તમામ કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થશે. વેતન વધારાનું પ્રમાણ 20% થી 35% સુધી ગણવામાં આવી રહ્યું છે, જે ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3%ના અંદાજ પર આધારિત છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર માપદંડ અનુસાર કેટલો વધારો થઈ શકે છે તેની સંભાવના નીચે મુજબ છે: કર્મચારી પેઢી મુજબ વધારાનો અંદાજ – લેવલ 1 (એન્ટ્રી લેવલ / ગ્રુપ D): વર્તમાન પગાર 18,000 → વધેલો પગાર 38,700 (20,700 નો વધારો) – લેવલ 5 (ગ્રુપ C): વર્તમાન પગાર 29,200 → વધેલો પગાર 62,780 (33,580 નો વધારો) – લેવલ…

ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રીએ રાજ્યની બધી જ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખઓને રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જે-તે જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે ફાળવવાના દિશાનિર્દેશો આપ્યાં છે. રાજ્યમાં ધારાસભ્યઓને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે 2.5 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પ્રવર્તમાન છે. મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓએ પોતાના જિલ્લામાં ગ્રામીણ વિકાસ કામોને વેગ મળે અને સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને પ્રાથમિકતા આપી શકાય તેવા આશયે જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતા આ રૂપિયા એક કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જિલ્લા પંચાયત પ્રમુખને ફાળવવાના આદેશો સામાન્ય વહીવટ વિભાગને આપ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW…

ગુજરાત પોલીસ બેડામાં નવા વર્ષની મોટી ભેટ: 14 આઈપીએસ અધિકારીઓને બઢતી, 3 બન્યા DGP

નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપી છે. રાજ્યપાલના આદેશ મુજબ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓને તેમની સિનિયોરિટી અને કામગીરીના આધારે ઉચ્ચ પદો પર બઢતી આપવામાં આવી છે. ત્રણ અધિકારીઓ DGP ગ્રેડમાં બઢતી 1996 બેચના ત્રણ સિનિયર અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADGP)માંથી પ્રમોશન આપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. – નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા કોમરને DGP ગ્રેડમાં બઢતી સાથે એ જ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. – ડૉ. પ્રફુલ્લા કુમાર રોશન: રાજકોટ આર્મ્ડ યુનિટના ADGPને હવે DGP (આર્મ્ડ યુનિટ) બનાવવામાં આવ્યા છે.…

નવા વર્ષમાં ગુજરાત પોલીસને મોટી ભેટ: 2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી

ગુજરાત સરકારના ગૃહ વિભાગે નવા વર્ષ 2026ના પ્રારંભે જ રાજ્યના પોલીસ પ્રશાસનમાં મહત્વનો નિર્ણય લીધો છે. 2013 બેચના 7 આઈપીએસ અધિકારીઓને ‘સિલેક્શન ગ્રેડ’માં બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યપાલના આદેશ મુજબ પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ બઢતી હેઠળ સંબંધિત અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-13 (રૂ. 1,23,100 થી 2,15,900)નું ઉચ્ચ પગાર ધોરણ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સિલેક્શન ગ્રેડમાં બઢતી મેળવનારા IPS અધિકારીઓની યાદી: 1. રાહુલ ત્રિપાઠી – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (S.O.G.), અમદાવાદ શહેર 2. હિમકર સિંહ – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇકોનોમિક વિંગ), અમદાવાદ શહેર 3. રોહન આનંદ – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એન્ટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ), CID ક્રાઇમ, ગાંધીનગર 4.…

જાપાનમાં નવા વર્ષની ‘ધ્રૂજતી’ શરૂઆત: નોડા વિસ્તારમાં 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. બુધવાર અને ગુરુવારની મધરાત્રિએ સ્થાનિક સમય મુજબ 12:26 વાગ્યે, જાપાનના પૂર્વી નોડા (Noda) વિસ્તારના દરિયાકાંઠે 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી આશરે 19.3 કિમીની ઊંડાઈએ હતું. રાત્રિના સમયે આવેલા આ આંચકાથી અનેક વિસ્તારોમાં ઈમારતો ધ્રુજવા લાગી હતી અને ઘરોમાં રાખેલો સામાન નીચે પડ્યો હતો. ભયભીત લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા મિયાકો શહેરથી લગભગ 96 કિમી દૂર દરિયામાં નોંધાયા હતા, જેની અસર હચિનોહે અને કામાઈશી જેવા શહેરોમાં પણ અનુભવાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે આ ભૂકંપ બાદ કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને અત્યાર સુધી કોઈ મોટી…