વિરમપુરની GSTES કન્યા શાળામાં રાજ્યપાલનો સાદગીપૂર્ણ રોકાણ અને યોગાભ્યાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં રાત્રી નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલ ગ્રામ્ય જીવનની સહજતા, આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવનપદ્ધતિને નજીકથી અનુભવી, શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું.

રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલએ શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. રાજ્યપાલએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ અવસરે રાજ્યપાલએ જણાવ્યું હતું કે,“યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા વિકસે છે.”

રાજ્યપાલએ બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકગણ, અધિકારીઓ તથા અન્ય સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ સાથે યોગાભ્યાસ કરવાની અનોખી તક મળતાં શાળાની બાલિકાઓએ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

1 October 2026નું રાશિફળ: નવા મહિનાની નવી શરૂઆત, જાણો 12 રાશિ માટે કેવો રહેશે દિવસ….

1 October 2026, ગુરુવારથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષ આધારિત દૈનિક રાશિફળ મુજબ આ દિવસમાં કરિયર, પૈસા, પરિવાર અને સંબંધોને લઈને કેટલીક રાશિઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ મહત્વના નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ જ્યોતિષીય સ્ત્રોતો 1 Octoberના દિવસે વ્યવહારુ વિચાર, સંવાદ અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. જોકે રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત હોય છે અને વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે છે. મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે 1 Octoberનો દિવસ વાતચીત અને મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને ધ્યાન ખેંચી શકે છે. કોઈ વ્યક્તિ સાથે થતી સામાન્ય વાતચીત પણ આગળ જઈને મહત્વપૂર્ણ બની શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું…

ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…