ઉર્જા સપ્લાય સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારે દેશની ઉર્જા સુરક્ષા અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે તૈયારીઓ તેજ કરી દીધી છે. સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથ (IGoM)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉર્જા સપ્લાય ચેઈન અને સંભવિત પડકારોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. સપ્લાય ચેઈન જાળવવા સરકાર સજ્જ બેઠક બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, “ગભરાશો નહીં અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહો. સરકાર જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા જાળવવા અને સપ્લાય ચેઈનમાં અવરોધ ન આવે તે માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.” PM મોદીની ઊર્જા બચત અપીલનો ઉલ્લેખ રાજનાથ સિંહે…
પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, લેવામાં આવ્યા 6 મોટા નિર્ણયો
પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરહદ સુરક્ષા, સરકારી ભરતી, કેન્દ્ર સરકારની યોજનાઓ અને પ્રશાસનિક સુધારાઓ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પાંચ મંત્રીઓ સાથે યોજાયેલી બેઠક બાદ રાજ્યમાં મોટા પ્રશાસનિક અને વિકાસલક્ષી ફેરફારોના સંકેત આપ્યા હતા. બોર્ડર ફેન્સિંગ માટે જમીન ફાળવણી કેબિનેટ બેઠકમાં બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર ફેન્સિંગ માટે જરૂરી જમીન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને સોંપવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી. રાજ્યના ભૂમિ અને રાજસ્વ વિભાગ તેમજ મુખ્ય સચિવને આગામી 45 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી ભરતીમાં વયમર્યાદામાં રાહત લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકેલી હોવાના કારણે રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે અરજી કરવાની…
વૈશ્વિક તણાવ વચ્ચે ઈરાન સમુદ્રમાં ફેંકી રહ્યું છે કરોડોનું ક્રૂડ ઓઈલ? જાણો કારણ
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં અનિશ્ચિતતા વધુ ઘેરાઈ રહી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે ઈરાન નિકાસમાં અવરોધ અને સંગ્રહ ક્ષમતા પૂર્ણ થવાને કારણે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલનો નિકાલ કરવા મજબૂર બન્યું છે. અહેવાલો મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ બાદ હોર્મુઝ સામુદ્રધુની નજીક સુરક્ષા અને નૌકાદળ સંબંધિત દબાણ વધતાં ઈરાનના તેલ ટેન્કરોની અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. કેમ ઊભી થઈ આવી સ્થિતિ? વિશ્લેષકોના જણાવ્યા મુજબ ઈરાન પાસે હજારો સક્રિય તેલ કુવાઓ છે અને ટેક્નિકલ કારણોસર તેલ ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું શક્ય નથી. જો લાંબા સમય સુધી ઉત્પાદન રોકી દેવામાં આવે તો કુવાઓને કાયમી નુકસાન થવાની શક્યતા રહે છે. બીજી તરફ, નિકાસમાં અવરોધ અને સંગ્રહ ક્ષમતાની મર્યાદાને…
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો પનામા કેનાલને મોટો ફાયદો, જહાજ ટ્રાફિક અને આવકમાં નોંધપાત્ર વધારો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધેલી અનિશ્ચિતતાની અસર હવે વૈશ્વિક શિપિંગ રૂટ્સ પર સ્પષ્ટ જોવા મળી રહી છે. હોર્મુઝ માર્ગ પ્રભાવિત થતાં અનેક આંતરરાષ્ટ્રીય જહાજો હવે વૈકલ્પિક માર્ગ તરીકે પનામા કેનાલ તરફ વળી રહ્યા છે, જેના કારણે પનામાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જહાજ ટ્રાફિકમાં 20 ટકાનો વધારો અહેવાલો અનુસાર, ઈરાન સંઘર્ષ બાદ પનામા કેનાલમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં આશરે 20 ટકા વધારો થયો છે. પનામા કેનાલના સીએફઓ વિક્ટર વાયાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના અંતમાં મધ્ય પૂર્વમાં તણાવ વધ્યા બાદ વૈશ્વિક શિપિંગ કંપનીઓએ વધુ પ્રમાણમાં આ માર્ગનો ઉપયોગ શરૂ કર્યો છે. કેનાલ ફી પણ પહોંચી રેકોર્ડ સ્તરે જહાજોની વધતી અવરજવર વચ્ચે પનામા કેનાલમાંથી પસાર થવા માટે લેવામાં આવતી ફીમાં પણ મોટો વધારો નોંધાયો…
વૈશ્વિક ઊર્જા સંકટ સામે ઘણા દેશોના કડક પગલાં, ઈંધણ બચાવવા અનેક નીતિઓ અમલમાં
ઈરાન-સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવર પર પડેલા પ્રભાવ બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ અને ગેસ પુરવઠામાં વિક્ષેપના કારણે અનેક દેશોમાં મોંઘવારી વધી છે, ફ્લાઇટ સેવાઓ ઘટી છે અને સરકારોને કડક નીતિગત પગલાં લેવાની ફરજ પડી છે. વિશ્વભરમાં હાલ આ સ્થિતિને અત્યાર સુધીનું સૌથી મોટું ઊર્જા સંકટ માનવામાં આવી રહ્યું છે. 60થી વધુ દેશોમાં 200થી વધુ નીતિઓ અહેવાલો અનુસાર, 60થી વધુ દેશોએ ઇંધણ બચાવવા અને અર્થતંત્ર પર પડતી અસર ઘટાડવા માટે લગભગ 200 જેટલી નીતિઓ અમલમાં મૂકી છે. તેમાં વર્ક ફ્રોમ હોમ, જાહેર પરિવહનનો વધારો, અને ઇંધણ વપરાશ પર મર્યાદા જેવા પગલાં સામેલ છે. ભારત: ભાવ સ્થિર, પરંતુ દબાણ યથાવત ભારતમાં સરકાર સબસિડી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવાનો…
પાકિસ્તાનમાં નાગરિક વિસ્તારોમાં મિસાઇલ સિસ્ટમ તૈનાત હોવાના દાવા, સરહદી વિસ્તારોમાં વધ્યું તણાવ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની વચ્ચે પાકિસ્તાનના કેટલાક સરહદી વિસ્તારોમાં નાગરિક વિસ્તારો નજીક સૈન્ય સાધનો અને મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હોવાના દાવાઓ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર શાળાઓ, રહેણાંક વિસ્તારો અને ઘરોની છત નજીકથી સૈન્ય પ્રવૃત્તિઓ વધારવામાં આવી રહી છે, જેને કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. નાગરિક વિસ્તારોમાં સૈન્ય તૈનાતીના દાવા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના નારોવાલ જિલ્લાના શકરગઢ, ઝફરવાલ અને જંદરોટ જેવા વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોની નજીક રોકેટ લોન્ચર, ડ્રોન લોન્ચ સિસ્ટમ અને મિસાઇલ ઉપકરણો તૈનાત કરવામાં આવ્યા છે. કેટલાક સ્થાનિક વિસ્તારોમાં શાળાઓ અને ઘરોની આસપાસ સુરક્ષા દળોની હલચલ વધી હોવાનું પણ જણાવાયું છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા પર ચર્ચા રક્ષા વિશ્લેષકોનું કહેવું છે કે જો કોઈ નાગરિક વિસ્તારનો ઉપયોગ સૈન્ય કામગીરી માટે કરવામાં આવે,…
કેરળમાં CM પદને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ, હાઈકમાન્ડ મૂંઝવણમાં
તિરુવનંતપુરમ: કેરળ વિધાનસભા ચૂંટણીમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને મળેલી જીત બાદ હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને આંતરિક ખેંચતાણ તેજ બની છે. મુખ્યમંત્રી કોણ બનશે તે મુદ્દે પાર્ટી અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ માટે સ્થિતિ મુશ્કેલ બની છે. મુખ્યમંત્રી પદ માટે ત્રણ મોટા દાવેદાર કેરળ કોંગ્રેસમાં હાલ મુખ્યમંત્રી પદ માટે ત્રણ નામોની સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે. વી.ડી. સતીશન વી.ડી. સતીશનને જનતા અને UDFના કેટલાક સાથી પક્ષોનું મજબૂત સમર્થન હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને IUML (મુસ્લિમ લીગ) તરફથી પણ તેમને ટેકો મળતો હોવાના અહેવાલ છે. સૂત્રો મુજબ સતીશને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુખ્યમંત્રી પદ સિવાય કોઈ અન્ય ભૂમિકા સ્વીકારવા તૈયાર નથી. કે.સી. વેણુગોપાલ કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાહુલ…
પાકિસ્તાનમાં નવું આતંકી સંગઠન સક્રિય, બન્નુ હુમલામાં 15 સૈનિકોના મોતનો દાવો
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ નવા આતંકવાદી સંગઠન ‘ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન’એ બન્નુ વિસ્તારમાં મોટો હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં 15 પાકિસ્તાની સૈનિકોના મોત થયાનું જણાવાયું છે. પાકિસ્તાની સેનાએ આ ઘટના બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હોવાનું જણાવાયું છે. શું છે ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન? અહેવાલો મુજબ આ સંગઠનની રચના 2025માં ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં સક્રિય કેટલાક નાના ઉગ્રવાદી જૂથોના વિલયથી થઈ હતી. આમાં ઇસ્લામિક ક્રાંતિ જૂથ, લશ્કર-એ-ઇસ્લામ અને હાફિઝ ગુલ બહાદુર જૂથના તત્વો જોડાયા હોવાનું કહેવાય છે. હાફિઝ ગુલ બહાદુર જૂથને અગાઉ પાકિસ્તાની સરકાર તરફથી અલગ-અલગ સમયગાળામાં અલગ રીતે જોવામાં આવતું રહ્યું છે. બન્નુમાં આત્મઘાતી હુમલાનો દાવો અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બન્નુ વિસ્તારમાં આત્મઘાતી હુમલો કરીને…
ઇંધણ બચાવવા હવે AC પર પણ નિયંત્રણ? PM મોદીની અપીલ જેવી નીતિ 70 દેશોમાં અમલમાં
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક ઇંધણ સંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણ બચત માટે અનેક મહત્વપૂર્ણ અપીલો કરી છે. ઘરેથી કામને પ્રોત્સાહન આપવું, અનાવશ્યક પ્રવાસ ટાળવો, સોનાની ખરીદી ઘટાડવી અને ઊર્જાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જેવી અપીલો પાછળ દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવાનો હેતુ હોવાનું માનવામાં આવે છે. વિશ્વભરમાં ચાલી રહેલા તેલ સંકટને કારણે હવે અનેક દેશોએ ઊર્જા બચત માટે ખાસ નીતિઓ અમલમાં મૂકી છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના આંકડા મુજબ અત્યાર સુધીમાં લગભગ 70 દેશો વિવિધ પ્રકારની ઊર્જા બચત નીતિઓ અપનાવી ચૂક્યા છે. હોર્મુઝ સંકટ બાદ વધ્યો દબાણ ઇરાન સાથે વધેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પ્રભાવિત થવાને કારણે વિશ્વભરમાં તેલ પુરવઠા અંગે ચિંતા વધી છે. હોર્મુઝ માર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન…
પીએમ મોદીની અપીલની અસર: મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિમંડળ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નહીં જાય
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સંયમપૂર્વક ખર્ચ અને અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવાની અપીલનો સીધો પ્રભાવ હવે રાજ્ય સરકારોના નિર્ણયો પર પણ જોવા મળી રહ્યો છે. આ અપીલને અનુસરીને મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને પોતાનું પ્રતિનિધિમંડળ ફ્રાન્સના પ્રતિષ્ઠિત Cannes Film Festivalમાં મોકલવાનું રદ કર્યું છે. સાંસ્કૃતિક મંત્રીનો નિર્ણય જાહેર મહારાષ્ટ્રના સાંસ્કૃતિક કાર્યમંત્રી આશિષ સેલારે જણાવ્યું કે રાજ્ય સરકારનું ડેલિગેશન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય હિત અને વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનની અપીલને ગંભીરતાથી લેવામાં આવી છે અને ખર્ચમાં સંયમ રાખવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફેસ્ટિવલમાં ભાગ લેનારી મરાઠી ફિલ્મો અને સંબંધિત…
















