કેરળમાં CM પદને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ, હાઈકમાન્ડ મૂંઝવણમાં

તિરુવનંતપુરમ: કેરળ વિધાનસભા ચૂંટણીમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને મળેલી જીત બાદ હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને આંતરિક ખેંચતાણ તેજ બની છે. મુખ્યમંત્રી કોણ બનશે તે મુદ્દે પાર્ટી અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ માટે સ્થિતિ મુશ્કેલ બની છે.

મુખ્યમંત્રી પદ માટે ત્રણ મોટા દાવેદાર
કેરળ કોંગ્રેસમાં હાલ મુખ્યમંત્રી પદ માટે ત્રણ નામોની સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે.
વી.ડી. સતીશન
વી.ડી. સતીશનને જનતા અને UDFના કેટલાક સાથી પક્ષોનું મજબૂત સમર્થન હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને IUML (મુસ્લિમ લીગ) તરફથી પણ તેમને ટેકો મળતો હોવાના અહેવાલ છે. સૂત્રો મુજબ સતીશને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુખ્યમંત્રી પદ સિવાય કોઈ અન્ય ભૂમિકા સ્વીકારવા તૈયાર નથી.

કે.સી. વેણુગોપાલ
કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાહુલ ગાંધીની પ્રથમ પસંદગી તરીકે કે.સી. વેણુગોપાલનું નામ ચર્ચામાં છે. કેટલાક ધારાસભ્યો પણ તેમના સમર્થનમાં હોવાનું કહેવાય છે. પરંતુ વેણુગોપાલ હાલમાં સાંસદ હોવાથી તેમને મુખ્યમંત્રી બનવા માટે વિધાનસભાની પેટાચૂંટણી લડવી પડશે, જેના કારણે પાર્ટી માટે નવી રાજકીય પડકારો ઊભા થઈ શકે છે.

રમેશ ચેન્નીથલા
રમેશ ચેન્નીથલા પણ મુખ્યમંત્રી પદના દાવેદારોમાં સામેલ છે. જોકે, હાઈકમાન્ડ તેમને વિધાનસભાના સ્પીકર તરીકે જવાબદારી આપવાનો વિચાર કરી રહ્યું હોવાનું કહેવાય છે.

સતીશન સમર્થકોનું શક્તિ પ્રદર્શન
અહેવાલો અનુસાર, તિરુવનંતપુરમ સહિત કેટલાક વિસ્તારોમાં સતીશનના સમર્થકો ખુલ્લેઆમ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ વેણુગોપાલના સમર્થનમાં પણ પોસ્ટર અભિયાન શરૂ થયું છે. પાર્ટી અંદરની આ ગતિવિધિઓને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ વધી રહ્યું છે.

કર્ણાટક જેવી સ્થિતિ?
રાજકીય વિશ્લેષકો આ પરિસ્થિતિની તુલના કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે સર્જાયેલા નેતૃત્વ વિવાદ સાથે કરી રહ્યા છે. હાઈકમાન્ડ માટે હવે તમામ જૂથોને સંતુલિત રાખીને નિર્ણય લેવો પડકારરૂપ બની રહ્યો છે.

રાહુલ ગાંધી એક્શનમાં
પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે રાહુલ ગાંધીએ કેરળ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને વર્કિંગ પ્રેસિડેન્ટ્સ સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માને છે કે વિધાનસભાની મુદત પૂર્ણ થવા પહેલા સહમતિથી નિર્ણય લેવો જરૂરી છે, કારણ કે અન્ય રાજ્યોમાં નવી સરકારો શપથ લઈ ચૂકી છે અને કેરળમાં પણ જલ્દી નેતૃત્વ સ્પષ્ટ કરવાની માંગ વધી રહી છે.

 

 

  • Related Posts

    GMDC : તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર ! GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સલવતનો આક્ષેપ ! 1 Constructive

    તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર? GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સુવિધાનો કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદ GMDC : ગુજરાતની ઓળખ અને સાંસ્કૃતિક વારસાનો મહત્વનો હિસ્સો ગણાતા ગરબાને વિશ્વભરમાં પહોંચાડવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા વર્ષોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ પણ આ પરંપરાનો મહત્વનો ભાગ રહ્યો છે. જોકે, 2026ની નવરાત્રિ પહેલાં આ કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અને ટિકિટની વ્યવસ્થા શરૂ થતાં રાજકીય વિવાદ ઊભો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસ બાદ ચૂકવણી કરીને પ્રવેશ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ખેલૈયાઓને પાસ બુક કરાવવા અને સવારે…

    સ્ટારબક્સ કોફી શોપમાં યુવકના બેગમાંથી પર્સ ચોરીના CCTV: યુવતીએ ચોરી કરેલા ક્રેડિટ કાર્ડથી ₹27 હજારનું શોપિંગ કર્યું Exposed

    સ્ટારબક્સ કોફી શોપમાં યુવકના બેગમાંથી પર્સ ચોરીના CCTV: યુવતીએ ચોરી કરેલા ક્રેડિટ કાર્ડથી ₹27 હજારનું શોપિંગ કર્યું, નવરંગપુરામાં પોલીસ ફરિયાદ અમદાવાદ: CCTV  શહેરમાં ભીડભાડવાળા સ્થળો અને કાફે-રેસ્ટોરાંમાં લોકોની નજર ચૂકવીને ચોરી કરવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્ટારબક્સ કોફી શોપમાં યુવકના બેગમાંથી પર્સ ચોરી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. ચોરી કરાયેલા પર્સમાં રહેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એક યુવતીએ આશરે ₹27 હજારનું શોપિંગ કર્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે CCTV ફૂટેજ તેમજ કાર્ડ ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ શરૂ કરી છે.નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્ટારબક્સના સ્થળની જાહેર લિસ્ટિંગ મુજબ કેફે Manor Maxx, HL Commerce College…