PM કિસાનના લાભાર્થીઓ માટે મોટું અપડેટ, e-KYC નહીં કરાવશો તો બંધ થઈ શકે ₹2,000નો હપ્તો

કેન્દ્ર સરકાર દ્વારા PM-KISAN Scheme હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થીઓએ દર વર્ષે ફરજિયાત e-KYC કરાવવું પડશે. સરકારના નવા નિયમો મુજબ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન વગર લાભાર્થીઓને આગામી હપ્તાની રકમ આપવામાં આવશે નહીં. 30 જૂન 2026 સુધીમાં e-KYC ફરજિયાત ખેતી નિયામક કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2026-27 માટેની વાર્ષિક e-KYC પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના તમામ નોંધાયેલા ખેડૂતોએ 30 જૂન, 2026 સુધીમાં e-KYC પૂર્ણ કરવું ફરજિયાત રહેશે. જો નક્કી કરેલી સમયમર્યાદા સુધી e-KYC પૂર્ણ નહીં થાય તો ખેડૂતોને મળતો ₹2,000નો હપ્તો અટકી શકે છે. e-KYC કરવાની 3 સરળ પદ્ધતિઓ 1. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો ગ્રામસેવક અથવા વિલેજ નોડલ…

LoC પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ અને કાશ્મીર ના પુંછ સેક્ટરમાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) પર ઘુસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો એક આતંકી માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ હલચલ બાદ સેનાની કાર્યવાહી માહિતી અનુસાર પુંછ જિલ્લામાં LoC નજીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળતાં જ સેનાએ તાત્કાલિક એલર્ટ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી હતી. સુરક્ષા એજન્સીઓને સરહદ પારથી આતંકીઓના એક જૂથ દ્વારા ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ થવાની આશંકા હતી. સેનાએ શંકાસ્પદ લોકોને પહેલા ચેતવણી આપી હતી, પરંતુ આતંકીઓએ ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા ભારે ફાયરિંગ કર્યું. અથડામણમાં એક આતંકી ઠાર બંને તરફથી થયેલી અથડામણ દરમિયાન એક આતંકી ઠાર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં…

વડાપ્રધાન મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને વડાપ્રધાનની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ. વૈશ્વિક સંકટ સામે વડાપ્રધાનએ કરેલી સાત અપીલ • જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ…

કચ્છના દરિયાકાંઠે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન મોટી કાર્યવાહી, ડ્રોનના કાટમાળ અને બિનવારસી મિસાઈલ મળી

કચ્છના વ્યૂહાત્મક દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએથી શંકાસ્પદ ડ્રોનના કાટમાળ (ડેબ્રિજ) મળી આવતા સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે. દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ ઘટનાને પગલે પશ્ચિમ કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ બોટ પેટ્રોલિંગ વધુ તેજ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. છછીના દરિયાકાંઠેથી મિસાઈલ મળી તપાસ દરમિયાન છછીના દરિયાકાંઠેથી એક બિનવારસી મિસાઈલ મળી આવતા સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત ખિદરત ટાપુ નજીકથી સોલાર આધારિત AIS (Automatic Identification System) પણ જપ્ત કરવામાં આવી છે. AIS સિસ્ટમનો…

કાંકરિયા લેક ફ્રન્ટ હવે મુલાકાતીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર, સર્જાશે ભવ્ય ઈતિહાસ

અમદાવાદની શાન સમાન કાંકરિયા લેકફ્રન્ટ હવે મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એએમસી દ્વારા કાંકરિયા ખાતે અત્યાધુનિક ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જે અમદાવાદના હેરિટેજ, સંસ્કૃતિ અને વિકાસની ગાથાને આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી રજૂ કરશે. એએમસીની આ પહેલથી અમદાવાદના નાગરિકો માટે રાતના સમયે હરવા-ફરવાનું વધુ એક આધુનિક અને આકર્ષક સ્થળ તૈયાર થશે. આ શો મુખ્યત્વે નગીનાવાડી ટાપુની આસપાસના આશરે 400 રનિંગ મીટર વિસ્તારમાં આયોજિત કરવામાં આવશે. – 360-ડિગ્રી વિઝિબિલિટી: શો એવી રીતે ડિઝાઈન કરવામાં આવશે કે તળાવની ચારે બાજુથી એટલે કે પ્રોમેનેડ, બોટિંગ ઝોન અને નગીનાવાડીના વોકવે પરથી પણ મુલાકાતીઓ તેને સ્પષ્ટ રીતે જોઈ શકશે. – અદ્યતન સાધનોનો ઉપયોગ: આ શોમાં શાર્પી લાઈટ્સ (Sharpy lights), બ્લાઈન્ડર લાઈટ્સ,…

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે…

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત સમજીએ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સાથે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી છે. આ અપીલ પાછળ માત્ર બચત નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનું મોટું આર્થિક ગણિત છુપાયેલું છે. ભારત સોનાનો મોટો આયાતકાર ભારત વિશ્વમાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. દેશમાં વપરાતું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરવામાં આવે છે અને તેની ચૂકવણી અમેરિકન ડોલરમાં કરવી પડે છે. આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતે અંદાજે 72 બિલિયન ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત કર્યું હતું. આ અગાઉના વર્ષની સરખામણીએ લગભગ 24 ટકા વધુ છે. દેશની કુલ આયાતમાં લગભગ 10 ટકા હિસ્સો માત્ર સોનાનો…

“માત્ર દીકરીઓને નહીં, દીકરાઓને પણ સંસ્કાર આપો”: અનાર પટેલની સમાજને ટકોર

બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામ ખાતે આયોજિત સરદાર પટેલની પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમ દરમિયાન પાટીદાર અગ્રણી અનાર પટેલે સમાજમાં વધી રહેલા દારૂના દૂષણ અને પ્રેમલગ્નોના મુદ્દે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી હતી. સમાજને સંબોધતા અનાર પટેલે ખાસ કરીને યુવાનોમાં વધતી બેદરકારી અને પરિવારમાં સંસ્કારના અભાવ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી. “માત્ર દીકરીઓને સમજાવવાથી નહીં ચાલે” અનાર પટેલે કહ્યું કે સમાજમાં માત્ર દીકરીઓને જ સલાહ અને નિયંત્રણ આપવાની માનસિકતા બદલવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે દીકરાઓને પણ જવાબદારી, સંસ્કાર અને વ્યવહાર શીખવવો એટલો જ જરૂરી છે. તેમણે કહ્યું, “જો આપણો છોકરો દારૂ પીતો હોય, રખડતો હોય અને કોઈ કામધંધો ન કરતો હોય તો દીકરીઓ બીજા સમાજમાં કેમ નહીં જાય?” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોમાં ચર્ચા શરૂ થઈ…

ઉર્જા સપ્લાય સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારે દેશની ઉર્જા સુરક્ષા અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે તૈયારીઓ તેજ કરી દીધી છે. સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથ (IGoM)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉર્જા સપ્લાય ચેઈન અને સંભવિત પડકારોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. સપ્લાય ચેઈન જાળવવા સરકાર સજ્જ બેઠક બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, “ગભરાશો નહીં અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહો. સરકાર જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા જાળવવા અને સપ્લાય ચેઈનમાં અવરોધ ન આવે તે માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.” PM મોદીની ઊર્જા બચત અપીલનો ઉલ્લેખ રાજનાથ સિંહે…

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, લેવામાં આવ્યા 6 મોટા નિર્ણયો

પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરહદ સુરક્ષા, સરકારી ભરતી, કેન્દ્ર સરકારની યોજનાઓ અને પ્રશાસનિક સુધારાઓ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પાંચ મંત્રીઓ સાથે યોજાયેલી બેઠક બાદ રાજ્યમાં મોટા પ્રશાસનિક અને વિકાસલક્ષી ફેરફારોના સંકેત આપ્યા હતા. બોર્ડર ફેન્સિંગ માટે જમીન ફાળવણી કેબિનેટ બેઠકમાં બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર ફેન્સિંગ માટે જરૂરી જમીન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને સોંપવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી. રાજ્યના ભૂમિ અને રાજસ્વ વિભાગ તેમજ મુખ્ય સચિવને આગામી 45 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી ભરતીમાં વયમર્યાદામાં રાહત લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકેલી હોવાના કારણે રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે અરજી કરવાની…