Gujarat Police ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓને સલામ: પોલીસ ભવન ખાતે ‘વી સેલ્યુટ અવર મેન્ટોર્સ’ સન્માન સમારોહ
ગાંધીનગર: Gujarat Policeની પરંપરા, શિસ્ત અને અનુભવના વારસાને સન્માનિત કરવા માટે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે ‘વી સેલ્યુટ અવર મેન્ટોર્સ’ (We Salute Our Mentors) સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Gujarat Policeના સુવર્ણ ઇતિહાસમાં મહત્વનું યોગદાન આપનારા નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી રેન્કના 30થી વધુ નિવૃત્ત અધિકારીઓ અને તેમના પરિવારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અનોખી પહેલની શરૂઆત બે વર્ષ પહેલાં રાજ્યના પૂર્વ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ Gujarat Policeમાં લાંબી સેવા આપીને નિવૃત્ત થયેલા વરિષ્ઠ અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને નવી પેઢીના પોલીસ અધિકારીઓને તેમના અનુભવો તથા માર્ગદર્શન સાથે જોડવાનો છે.
-> નિવૃત્ત અધિકારીઓનું પુસ્તક આપી સન્માન :- પોલીસ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાંબા સમય સુધી Gujarat Policeમાં સેવા આપનારા નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓને પુસ્તક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓએ તેમની કારકિર્દી દરમિયાન કાયદો અને વ્યવસ્થા, પોલીસ વહીવટ, ફિલ્ડ કામગીરી તેમજ વિવિધ પડકારજનક પરિસ્થિતિઓમાં ફરજ બજાવી હતી. Gujarat Policeના વરિષ્ઠ અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓને એક જ મંચ પર લાવી તેમના અનુભવોને યાદ કરવાનો આ કાર્યક્રમ પોલીસ વિભાગમાં માર્ગદર્શન અને પરંપરાના મહત્વને ઉજાગર કરતો બન્યો હતો.

-> DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મેન્ટર્સ પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા :- કાર્યક્રમને સંબોધતા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈપણ પોલીસ અધિકારીની કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો સમયગાળો પાયારૂપ હોય છે. આ સમય દરમિયાન મેન્ટર્સ પાસેથી મળતી શીખ, શિસ્ત અને કાર્યપદ્ધતિ અધિકારીની આગળની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મલિકે પોતાના પ્રોબેશન સમયગાળાના અનુભવો પણ કાર્યક્રમમાં શેર કર્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર ખાતે તાલીમ દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળેલા માર્ગદર્શનને તેમણે યાદ કર્યું હતું. નિયમિત રીતે અંગ્રેજીમાં વીકલી ડાયરી લખવી, રાત્રિ રાઉન્ડ કરવો, ગેરહાજર કર્મચારીઓના નિવેદનો જાતે લેવા અને લોકફરિયાદોનું સંવેદનશીલ રીતે નિરાકરણ કરવું જેવી બાબતો તેમણે તે સમયના મેન્ટર્સ પાસેથી શીખી હોવાનું જણાવ્યું હતું.
-> જૂનાગઢથી પોરબંદર સુધીના અનુભવો યાદ કર્યા :- DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોતાના સંબોધનમાં જૂનાગઢ અને પ્રાંતિજ ખાતેના તાલીમ તથા સેવા સમયના અનુભવો પણ યાદ કર્યા હતા. જૂનાગઢમાં યુનિફોર્મ અને ઇન્સ્પેક્શન પરેડ દરમિયાન શિસ્ત તથા લાઇન તપાસનું મહત્વ સમજાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રાંતિજ ખાતે ASP તરીકેની જવાબદારી દરમિયાન પોલીસ સ્ટેશનનું સંચાલન તેમજ પંચાયત ચૂંટણી દરમિયાન પોલીસ વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ અનુભવ મળ્યો હતો. બાદમાં પોરબંદર ખાતે વરિષ્ઠ અધિકારી પ્રિયદર્શીના ઇન્સ્પેક્શન દરમિયાન ક્ષતિરહિત પરેડ રજૂ કરીને તેમની પ્રશંસા મેળવી હતી તેવી યાદ પણ તેમણે તાજી કરી હતી. માલિકે જણાવ્યું હતું કે કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં મળેલું વ્યવહારુ જ્ઞાન, શિસ્ત અને કાર્યપદ્ધતિ આજે પણ તેમના માટે માર્ગદર્શક બની રહી છે.

-> પરિવારજનોના ત્યાગને પણ યાદ કરાયો :- કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેર Gujarat Police પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ અધિકારીઓના પરિવારજનોના યોગદાન અને ત્યાગને પણ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓની સર્વિસ રેકોર્ડમાં પોસ્ટિંગ, પ્રમોશન અને કામગીરી જેવી વિગતો નોંધાય છે, પરંતુ ફરજ દરમિયાન પરિવારથી દૂર રહેવાનો ત્યાગ સામાન્ય રીતે રેકોર્ડનો ભાગ બનતો નથી. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઘણી વખત રાત્રે મોડા ઘરે પહોંચે છે, જ્યારે પરિવાર સૂતો હોય છે ત્યારે ઘરે આવે છે અને વહેલી સવારે ફરી ફરજ પર નીકળી જાય છે. તહેવારો અને સામાજિક પ્રસંગો દરમિયાન પણ તેઓ સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા હોય છે. આવી સ્થિતિમાં પોલીસ અધિકારીઓના પરિવારજનો અને ખાસ કરીને પત્નીઓ દ્વારા આપવામાં આવતા સહકાર અને ત્યાગની પણ તેમણે પ્રશંસા કરી હતી.
-> અનુભવ અને પરંપરા નવી પેઢી માટે માર્ગદર્શક :- Gujarat Police ગહેલોતે જણાવ્યું કે પોલીસ વ્યવસ્થા માત્ર કાયદા, નિયમો અને પ્રક્રિયાઓથી જ ચાલતી નથી, પરંતુ તેમાં વરિષ્ઠ અધિકારીઓના અનુભવો, શિસ્ત અને પરંપરાનું પણ મહત્વ છે. વિવિધ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિઓ અને બંદોબસ્ત દરમિયાન વરિષ્ઠ અધિકારીઓએ લીધેલા નિર્ણયો નવી પેઢી માટે શીખનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. નિવૃત્ત અધિકારીઓ દ્વારા વર્ષો દરમિયાન મેળવાયેલા અનુભવો અને માર્ગદર્શનને વર્તમાન અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશોમાંનો એક રહ્યો હતો.
-> નિવૃત્ત અધિકારીઓએ કાર્યક્રમની પ્રશંસા કરી :- સન્માન સમારોહમાં નિવૃત્ત DGP પી.સી. પાંડે, એસ.એસ. ખાંડવાવાલા, સતીશ શર્મા, મીરા રામનિવાસ, નિવૃત્ત ADGP આર.પી. પ્રિયદર્શી, વિજયસિંહ ગુમાન, જે.એસ. બિન્દ્રા સહિતના અધિકારીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. નિવૃત્ત અધિકારીઓએ આવા કાર્યક્રમના આયોજનને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે પોલીસ સેવામાં લાંબી કારકિર્દી બાદ પોતાના સહકર્મીઓ અને નવી પેઢીના અધિકારીઓ વચ્ચે ફરી મળવાનો આ પ્રસંગ વિશેષ રહ્યો. તેમના મતે, વરિષ્ઠ અધિકારીઓના અનુભવને યાદ રાખવો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવો પોલીસ સંગઠનની પરંપરા માટે મહત્વપૂર્ણ છે.

-> અનેક વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ :- કાર્યક્રમમાં નિવૃત્ત DGP પી.સી. પાંડે, એસ.એસ. ખંડાવાલા, પ્રમોદ કુમાર, આશિષ ભાટિયા, શિવાનંદ ઝા અને વિકાસ સહાય સહિત અનેક નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વર્તમાનમાં ફરજ બજાવી રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ‘વી સેલ્યુટ અવર મેન્ટોર્સ’ કાર્યક્રમ દ્વારા Gujarat Police પોતાના વરિષ્ઠ અધિકારીઓના અનુભવ, માર્ગદર્શન અને સેવાભાવને સન્માન આપવાની પરંપરાને આગળ ધપાવી છે. પોલીસ સેવામાં નવી પેઢી માટે ભૂતકાળના અનુભવોમાંથી શીખવા અને સંગઠનની પરંપરાને જાળવી રાખવાનો સંદેશ પણ આ કાર્યક્રમથી સામે આવ્યો છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





