માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક
અમદાવાદ, વડોદરા અને સુરતમાં 7 દિવસીય મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ
ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણમિત્ર Ganesh મૂર્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ સફળ રહ્યો છે.
સાત દિવસ સુધી ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણથી કારીગરોને અંદાજે રૂ. 5 કરોડની આવક થઈ હોવાનું જણાવાયું છે. મેળામાં પર્યાવરણપ્રેમીEco-Friendly Ganesh Utsav 2026: Ganeshભક્તોએ મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓ ખરીદી હતી.

-> 361 કારીગરોને 186 ટન ‘રેડી-ટુ-યુઝ’ માટીનું વિતરણ :- માટી મૂર્તિ મેળાને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલા માટી મૂર્તિકારોને જરૂરી કાચો માલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. સંસ્થાન દ્વારા કુલ 361 કારીગરોને 186 ટન ‘રેડી-ટુ-યુઝ’ માટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કારીગરોને પોતાની મૂર્તિઓનું વેચાણ કરવા માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. સ્ટોલ માટે 100 ટકા સબસિડી આપવામાં આવી હતી. આ વ્યવસ્થાથી કારીગરોને વેચાણ માટે યોગ્ય બજાર મળ્યું અને ગ્રાહકોને પણ એક જ સ્થળે વિવિધ પ્રકારની માટીની Ganesh મૂર્તિઓ ખરીદવાની તક મળી. સરકાર દ્વારા આપવામાં આવેલી માટી અને વેચાણ માટેની સુવિધાએ નાના તથા પરંપરાગત મૂર્તિકારો માટે આ મેળાને આર્થિક રીતે મહત્વપૂર્ણ બનાવ્યો હતો.
-> અમદાવાદના વસ્ત્રાપુરમાં રૂ. 1.91 કરોડથી વધુનું વેચાણ :- અમદાવાદ, વડોદરા અને સુરતમાં કુલ પાંચ સ્થળોએ માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સ્થળોએ ગણેશભક્તોમાં માટીની મૂર્તિઓ ખરીદવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સૌથી વધુ રૂ. 1.91 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. અહીં મોટી સંખ્યામાં લોકો માટીની Ganesh મૂર્તિઓ ખરીદવા પહોંચ્યા હતા. બીજી તરફ સુરતના અડાજણ ખાતે સૌથી વધુ મૂર્તિઓનું વેચાણ નોંધાયું હતું. અહીં કુલ 7,920 Ganesh મૂર્તિઓનું રૂ. 1.11 કરોડથી વધુનું વેચાણ થયું હતું.
આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ નોંધપાત્ર વેચાણ થયું હતું.
- વડોદરા પારસી અગિયારી મેદાન: 79 સ્ટોલ, રૂ. 85.77 લાખનું વેચાણ
- સાબરમતી રિવરફ્રન્ટ: 124 સ્ટોલ, રૂ. 77.99 લાખનું વેચાણ
- અમદાવાદ બોપલ હસ્તકલા હાટ: 30 સ્ટોલ, રૂ. 32.55 લાખનું વેચાણ
આ આંકડા દર્શાવે છે કે ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓ પ્રત્યે લોકોમાં રસ વધી રહ્યો છે.
-> POP મૂર્તિઓના વિકલ્પ તરીકે માટીની મૂર્તિઓ :- ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવાનું મહત્વ વધ્યું છે. અગાઉ રાજ્યમાં Ganeshમૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)નો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. આપેલી સરકારી માહિતી મુજબ વર્ષ 2014-15 સુધી રાજ્યમાં સ્થાપિત થતી Ganesh મૂર્તિઓમાંથી અંદાજે 90 ટકા મૂર્તિઓ POPની બનતી હતી. POP પાણીમાં સરળતાથી ઓગળતું ન હોવાથી મૂર્તિ વિસર્જન બાદ જળસ્ત્રોતો અને જળચરો પર તેની અસર અંગે પર્યાવરણની ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2015-16થી ‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.
-> કારીગરોને સહાયથી રોજગારીને વેગ :- આ યોજના હેઠળ નોંધાયેલા માટીના મૂર્તિકારોને ‘રેડી-ટુ-યુઝ’ માટી સબસિડી દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ અને મેળા દરમિયાન દૈનિક સહાયની જોગવાઈ પણ કરવામાં આવે છે. આવી સહાયથી પરંપરાગત માટીકામ સાથે જોડાયેલા કારીગરોને પોતાની કળા જાળવી રાખવાની સાથે આવકનું સાધન પણ મળે છે. ગણેશોત્સવ જેવા મોટા તહેવારો દરમિયાન તેમની બનાવેલી મૂર્તિઓ માટે સીધું બજાર ઉપલબ્ધ થવાથી વચેટિયાઓ પરની નિર્ભરતા પણ ઘટાડી શકાય છે.
-> મહિલાઓને પણ રોજગારીની તક :- માટી મૂર્તિ નિર્માણની પ્રક્રિયા માત્ર પુરુષ કારીગરો સુધી મર્યાદિત નથી. કારીગર પરિવારોની મહિલાઓ પણ મૂર્તિ નિર્માણ, રંગકામ અને સુશોભન સહિતની કામગીરીમાં જોડાય છે. ઘરઆંગણે મૂર્તિઓના નિર્માણ અને સુશોભન સાથે જોડાઈને મહિલાઓને આવકનું સાધન મળે છે. આ રીતે માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપતી યોજના ગ્રામ્ય અને નાના કારીગર પરિવારો માટે આર્થિક સશક્તીકરણનું માધ્યમ બની રહી છે.

-> 84,500થી વધુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ :- માટી મૂર્તિ મેળા દરમિયાન માત્ર વેચાણ પર ભાર મૂકવામાં આવ્યો ન હતો. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત રાજ્યના 10 જિલ્લાની 302 શાળાઓના 84,500થી વધુ વિદ્યાર્થીઓને માટીની મૂર્તિ બનાવવાની પ્રક્રિયા અંગે લાઈવ નિદર્શન અને DIY એટલે કે ‘Do It Yourself’ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓનો હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પરંપરાગત કળા સાથે તેમનો પરિચય કરાવવાનો હતો. બાળકોને માટીની મૂર્તિ બનાવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી, જેથી તેઓ પર્યાવરણમિત્ર ગણેશોત્સવનો સંદેશ પોતાના પરિવાર અને સમાજ સુધી પહોંચાડી શકે.
-> ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન :- ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ મેળાથી સ્થાનિક કારીગરોને સીધું બજાર મળ્યું છે. માટી મૂર્તિઓની ખરીદીથી સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયોને આર્થિક લાભ મળે છે. આ પહેલને ‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભરતાના વિચાર સાથે પણ જોડવામાં આવી રહી છે.
-> હવે સહાયથી આગળ આર્થિક મોડેલ તરફ :- ‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ હવે માત્ર સરકારી સહાય પૂરતી મર્યાદિત ન રહેતાં કારીગરો માટે બજાર અને આવકનું માળખું ઊભું કરતી દિશામાં આગળ વધી રહી છે. માટી, સ્ટોલ અને વેચાણની સુવિધા મળવાથી કારીગરોને પોતાના ઉત્પાદન માટે સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળે છે. સાથે જ પર્યાવરણમિત્ર મૂર્તિઓની માંગ વધવાથી આ પરંપરાગત વ્યવસાયને નવી બજાર સંભાવનાઓ પણ મળી શકે છે.
-> પર્યાવરણ અને રોજગારી બંને માટે મહત્વપૂર્ણ પહેલ :- ‘માટી મૂર્તિ મેળો-2026’માં 23,542 ગણેશ મૂર્તિઓનું વેચાણ અને અંદાજે રૂ. 5 કરોડની આવક નોંધાવવી કારીગરો માટે મહત્વપૂર્ણ આર્થિક સિદ્ધિ છે. એક તરફ આ મેળાથી માટીના મૂર્તિકારોને બજાર મળ્યું છે, તો બીજી તરફ ગણેશભક્તોને પર્યાવરણમિત્ર વિકલ્પ ઉપલબ્ધ થયો છે. પરંપરાગત કળા, સ્થાનિક રોજગારી અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડતી આવી પહેલ આગામી વર્ષોમાં વધુ વ્યાપક બને તો માટીના મૂર્તિકારો માટે નવી તકો ઊભી થઈ શકે છે. સાથે જ ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો સંદેશ પણ વધુ લોકો સુધી પહોંચાડી શકાય છે.
ગણપતિ બાપ્પા મોરિયા — પર્યાવરણમિત્ર ગણેશોત્સવનો સંદેશ આગળ વધારીએ.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





