ખુબ સરસ:અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવાંમાં આવી સાથે સાથે ગેરકાયદેસર પાર્ક કરાયેલા ૧૦ હજાર વાહનોને દંડ પણ ફટકારાયો.એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસુલ કરવામાં આવેલ છે.

આવતી કાલે થશે જુનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખની પસંદગી

રવિવારે ભાજપ નક્કી કરશે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મહિલાને સોંપશે સુકાન. કોના પર ઢોળાશે પસંદગીનો કળશ અને કોણ હશે નવા મહિલા સુકાની

ગરમીમાં હાઇડ્રેટેડ રહેવા માટે ઉનાળાનાં આ ઇન્સ્ટન્ટ પીણાં રાખો તમારી સાથે

ઉનાળો શરૂ થતાં જ ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે, લોકો વિવિધ પ્રકારના પીણાં પીવાનું શરૂ કરે છે. ઘણીવાર, તેઓ રસ્તાની બાજુના સ્ટોલ અથવા દુકાનોમાંથી પીણાં ખરીદે છે, જે ઘણીવાર પાચન સમસ્યાઓમાં વધારો કરે છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ્સે કેટલાક ખાસ ઇન્સ્ટન્ટ પીણાંની ભલામણ કરી છે જે તમે બહાર જાઓ ત્યારે તમારી બેગમાં રાખી શકો છો અને જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે તૈયાર કરી શકો છો અને પી શકો છો. ઉનાળાનાં તડકાથી પોતાને બચાવવા અને ઇલેક્ટ્રોલાઇટ ભંડાર ભરવા માટે, લોકો ઘણીવાર રસ્તાની બાજુના સ્ટોલ પરથી શેરડીનો રસ, લીંબુ-ફૂદીનાનું પાણી અને સત્તુ વગેરે પીવે છે. જો કે, આ પીણાં ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ પીણાંમાં ભેળવેલું પાણી ઘણીવાર…

OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

ભારે ગંભીર બાબત : “પૂનમ ભરવા અંબાજી આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો”

પૂનમ ના દિવસે અંબાજી મંદિર બાર શ્રદ્ધાળુઓની કાર ઉપર પથ્થરમારો કરવાં માં આવ્યો છે.અમદાવાદ થી અંબાજી પૂનમ ભરવા આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો કરવાં માં આવ્યો છે

અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

ગુજરાતમાં આમતો અચ્છે દિન તમામનાં આવ્યા છે તેવો જો કે દાવો છે. કદાચ સાચો પણ હશે કારણ કે ટાંકણીથી માંડીને ટેકનોલોજી સુધીનાં ભાવમાં અચ્છે દિન દેખાય જ છે. પેટ્રોલ-ડિઝલ હોય કે શાકભાજીનાં ભાવ અચ્છે દિનનાં ગવાહ છે. પણ હાલનાં સમયમાં ગુજરાતમાં બુટલેગરોનાં પણ અચ્છે દિન આવ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે.

ગુજરાતની તિજોરી એપ્રિલમાં છલકાઈ: GST આવકમાં 44%નો રેકોર્ડ ઉછાળો

ગુજરાત માટે એપ્રિલ 2026 મહિનો નાણાકીય દ્રષ્ટિએ અત્યંત સફળ સાબિત થયો છે. રાજ્યને Goods and Services Tax (GST) હેઠળ કુલ ₹9,916 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે GST અમલ બાદ અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક ગણાઈ રહી છે. ગયા વર્ષના એપ્રિલની સરખામણીએ આ વખતે 44%નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. અન્ય કર આવકમાં પણ તેજી GST સિવાયના આવક સ્ત્રોતોમાં પણ વધારો નોંધાયો છે. રાજ્યને વેટ હેઠળ ₹2,711 કરોડ, વિદ્યુત શુલ્કમાંથી ₹1,055 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹21 કરોડની આવક થઈ છે. આ તમામને મળીને કુલ આવક ₹13,703 કરોડ સુધી પહોંચી છે, જે રાજ્યની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે. આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિનો સંકેત નિષ્ણાતોના મતે આ વધારો રાજ્યમાં વધી રહેલી વેપાર અને ઉદ્યોગ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ છે. સાથે…

અમદાવાદમાં ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાં ચોરી: કર્મચારીએ ‘પગથી ખસેડી’ લાખોનો માલ સાફ કર્યો

અમદાવાદમાં એક ઓનલાઇન ગ્રોસરી કંપનીના સ્ટોરમાંથી કર્મચારી દ્વારા જ ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મકરબા વિસ્તારમાં આવેલી કંપનીમાંથી તેલના ડબ્બા અને ખાંડની બોરીઓ સહિત કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે Sarkhej પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સ્ટોક ચેક દરમિયાન ખુલાસો ફરિયાદ મુજબ, જુહાપુરા વિસ્તારમાં રહેતા અને સ્ટોરમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ પઠાણે 26 એપ્રિલ 2026ના રોજ સ્ટોક ચેક દરમિયાન તેલ અને ખાંડનો જથ્થો ઓછો જણાતા શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ મેનેજમેન્ટ અને સુરક્ષા ટીમને જાણ કરી CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા. CCTVમાં કેદ થઈ ચાલાકીભરી ચોરી CCTV તપાસમાં કંપનીમાં જ રાઇડર તરીકે કામ કરતા નોમાન હુસૈન શેખ (ઉંમર 25)ની કરતૂત સામે આવી. આરોપીએ…

કચ્છમાં ઘોરાડનું બચ્ચું ગુમ થતા અનેક તર્ક વિતર્ક, વન વિભાગે શિકારની આશંકા વ્યક્ત કરી

કચ્છ જિલ્લામાં દુર્લભ અને સંકટગ્રસ્ત ઘોરાડ પક્ષીના સંરક્ષણ પ્રયાસો વચ્ચે ચિંતાજનક ઘટના સામે આવી છે. તાજેતરમાં જન્મેલું ઘોરાડ પક્ષીનું બચ્ચું અચાનક ગુમ થઈ જતાં વન વિભાગે તેની શિકાર થવાની આશંકા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી બચ્ચું ન દેખાતા વન વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને હાલ ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. ઘોરાડ પક્ષી ભારતના સૌથી દુર્લભ પક્ષીઓમાંનું એક છે અને તેની સંખ્યા સતત ઘટતી હોવાથી સંરક્ષણ માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આ પ્રજાતિનું પુનર્વસન કરવા માટે તાજેતરમાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ હતી. માર્ચ 2026 દરમિયાન રાજસ્થાનમાંથી કૃત્રિમ રીતે ફળદ્રુપ કરાયેલું ઈંડું કચ્છમાં લાવવામાં આવ્યું હતું, જેમાંથી સફળતાપૂર્વક બચ્ચાનો જન્મ થયો હતો. આ ઘટના રાજ્ય માટે મોટી સિદ્ધિ માનવામાં…

સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રીએ એક્ઝીબિશનનું કર્યું ઉદ્ઘાટન

સુરત: ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કરીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. વિકાસનું પ્રતિબિંબ: પ્રદર્શનના મુખ્ય આકર્ષણો આ પ્રદર્શન રાજ્યના સર્વાંગી વિકાસના ચાર મુખ્ય સ્તંભો – ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્ર પર આધારિત છે. મુખ્યમંત્રીએ વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રીન એનર્જી: સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. કૃષિ અને મેન્ગો ફેસ્ટિવલ: દક્ષિણ ગુજરાતની ઓળખ સમાન વિવિધ કેરીની જાતો પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સેક્ટરલ વિભાજન:…