અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

  • સુરેન્દ્રનગર ગ્રામ્યમાંથી ઝડપાયો અધધધ વિદેશી દારૂ
  • કાનપુરની સીમમાંથી ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂ ઝડપાયો
  • ટ્રકમાં ઘાસની આડમાં કરોડોનો દારૂ લઈ જવાતો હતો
  • આકસ્મિક રેડમાં ₹1.07 કરોડનો મુદ્દામાલ કબજે
  • રેડ દરમિયાન તમામ આરોપી ફરાર, શોધખોળ શરૂ
  • પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • મોડી રાત્રે પેટ્રોલિંગમાં સાયલા પોલીસને મોટી સફળતા

ગુજરાતમાં આમતો અચ્છે દિન તમામનાં આવ્યા છે તેવો જો કે દાવો છે. કદાચ સાચો પણ હશે કારણ કે ટાંકણીથી માંડીને ટેકનોલોજી સુધીનાં ભાવમાં અચ્છે દિન દેખાય જ છે. પેટ્રોલ-ડિઝલ હોય કે શાકભાજીનાં ભાવ અચ્છે દિનનાં ગવાહ છે. પણ હાલનાં સમયમાં ગુજરાતમાં બુટલેગરોનાં પણ અચ્છે દિન આવ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની નિષ્ઠાવાન અને કર્મઠ પોલીસ રાજ્યમાંથી રોજ કરોડો રુપીયાનો વિદેશી દારૂ ઝડપે છે અને આટલા અધધધ કરોડનો દારુ રોજબરોજ ઝડપાતો હોવા છતા પણ ગુજરાતમાં બુટલેગરોનાં પેટનું જાણે પાણી પણ નથી હલતું તેવું પ્રતિત થાય છે. કારણ કે આટલો દારૂ પકડાય જવા છતા બુટલેગરો રોજ કરોડોનો દારુ ઠલવતા હશે ત્યારે જ આ વેપલો પોશાય તે સ્વાભાવિક અને સામાન્ય માણસને સમજાય તેવી વાત છે. આ ચર્ચાનો વિષય ઉપસ્થિતિ થવાનું કારણ પણ આવું જ છે.

આ પણ વાંચો – ગુજરાતની તિજોરી એપ્રિલમાં છલકાઈ: GST આવકમાં 44%નો રેકોર્ડ ઉછાળો

ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તામાંથી અધધધની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો છે. જી હા, જીલ્લાનાં કાનપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં ઘાસની આડમાં કરોડોનો વિદેશ દારૂ લઈ જવાતો હતો. પોલીસની આકસ્મિક રેડમાં ₹1.07 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન તમામ આરોપી ફરાર થઇ જવા પામ્યા છે(કદાચ અચ્છે દિન હશે) પણ પોલીસ શોધખોળ કરી રહી છે. જેમ લાખો ફરાર આરોપીની શોધ શરૂ છે. પોલીસ દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કહી શકાય કે સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલાની પોલીસને મોડી રાત્રે પેટ્રોલિંગમાં આકસ્મિક પણ ખૂબ મોટી સફળતા મળી છે.

Follow us on

#Liquor, #seized, #good_days_for_bootleggers #Gujarat #bootleggers #Gujarat_Police

  • Related Posts

    BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

    (BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી 8 Remarkable Intervention

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા  BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસ બાદ તેમના એક મિત્રને જમીન પરત મળવાની ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં BJPના ધારાસભ્યએ કબજો છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જમીન પર બાંધકામ માટે આપવામાં આવેલી પરમિટ પણ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે જમીન પરત મળવાની કાર્યવાહી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના માત્ર આઠ દિવસ બાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ…