વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો
ખાંભા પ્રજાપતિ સમાજની વાડીમાં શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૬૦% થી વધુ ગુણ મેળવનારા ધોરણ ૩ થી ૧૧ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના સ્તંભ વિભાગ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહની શરૂઆત સમુદાયના નેતાઓ દ્વારા દીપપ્રાગટ્ય અને બાળકો દ્વારા સ્વાગત ગીતથી કરવામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને અભ્યાસ કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ અને આ બધું કર્યા પછી, સમાજના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ખાંભા વિભાગના પ્રજાપતિ સમાજના આગેવાનો અને યુવાનો અને શિક્ષણ કર્મચારીઓએ આ સમગ્ર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. કાર્યક્રમ સફળ.
ગૌરવ પુરસ્કાર 2025 કાર્યક્રમ ગઢ શહેરના પટેલ સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો
ગોરસ સંપાદકીય મંડળ દ્વારા આયોજિત “ગોરસ ગઢપુર ગૌરવ પુરસ્કાર 2025” કાર્યક્રમ આજે બપોરે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મૂળભૂત રીતે ગડ્ડાના વતનીઓને વધુ ઉજ્જવળ કારકિર્દી માટે તબીબી ક્ષેત્રમાં વર્ગ 1 અને DMની ડિગ્રી મળી. દેશ અને રાજ્યમાં વિવિધ સ્થળોએ મહત્વપૂર્ણ અને જવાબદાર હોદ્દાઓ પર ખંતપૂર્વક કામ કરતા કર્તવ્યનિષ્ઠ અને મહેનતુ પુત્રો અને પુત્રીઓને ગઢા શહેર વતી ગોરસ ગઢપુર ગૌરવ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમના પ્રમુખ તરીકે લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આનંદીબેન ખાચર, દિગ્વિજય જોગિયા, ગૌરવ પંડ્યા, ડો. હીનાબેન પરમાર, ડૉ. કપિલ પંડ્યા, તુષાર જોશી, ડૉ. હિરેન કેવડિયા, ડૉ. મનન વાઘેલા, ડૉ.…
પરાવડી સેન્ટ્રલ સ્કૂલના શિક્ષક પરેશ કુમાર હિરાણી દ્વારા એક અનોખી પહેલ
પરવાડી ગામ દ્રારા આયોજિત એક કાર્યક્રમમાં 72 દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આજે ગારિયાધાર તાલુકાની પરવાડી સેન્ટ્રલ સ્કૂલના સહાયક શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી. ૧૨/૧/૨૦૨૫ ના રોજ, સંત શિરોમણી પૂ.પ. સંત શ્રી કાળુબાપુના આશીર્વાદથી પરવાડી ગામમાં સમગ્ર સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૨ દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ આપવામાં આવ્યુ હતું. સાથે પરેશકુમાર હિરાણીએ બધા બાળકોને શ્રી રામ ચરિત માનસ શીખવવા માટે પદયાત્રાનું પણ આયોજન કર્યુ હતું. જેમાં પરેશ કુમાર હિરાણીના સુંદર વિચાર અને કાર્યની પ્રશંસા કરી. અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.
જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં?, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો
20 ફેબ્રુઆરીથી ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ શરૂ કરશે. આ મેચમાં ટીમ જસપ્રીત બુમરાહની સેવાઓ મેળવી શકશે નહીં. કારણ કે તેની પીઠમાં સોજો આવી ગયો છે અને તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લઈ જવામાં આવી રહ્યો છે. બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર છે.આ શાનદાર ઝડપી બોલરને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. જેના કારણે તેને સ્કેન કરાવવા માટે મેચની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ છોડવું પડ્યું હતું. જોકે, બુમરાહની ઈજાની ગંભીરતાને લઈને સસ્પેન્સ હતું. હવે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે.બુમરાહ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ફિટ થવાની અપેક્ષા છે, જેનો અર્થ છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય…
બાંગ્લાદેશ ક્રિકેટરને લાગ્યો ઝટકો, ઓલરાઉન્ડર પર ચાલુ રહેશે પ્રતિબંધ
ચેમ્પિયન ટ્રોફી રમાવાને હવે માત્ર 5 અઠવાડિયાનો સમય લાગ્યો છે. 19 ફ્રેબુઆરીથી શરુ થનાર આ ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સતત બીજી વખત બોલિંગ એક્શનના ટેસ્ટમાં ફેલ રહ્યો છે.એટલે કે, બાંગ્લાદેશ માટે તે આ ટૂર્નામેન્ટમાં બોલિંગ કરી શકશે નહિ. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, ચેન્નાઈના શ્રી રામ ચંદ્ર ટેસ્ટ ફોર સ્પોર્ટસ સાયન્સમાં શાકિબે બોલિંગ એક્શન માટે ગત્ત મહિને ટેસ્ટ આપી હતી. જેમાં તે પાસ થઈ શક્યો નહિ. શાકિબ અલ હસન ગત્ત વર્ષ ભારત વિરુદ્ધ રમાયેલી 2 ટેસ્ટ મેચની સીરિઝ બાદ કાઉન્ટી ક્રિકેટ માટે ઈંગ્લેન્ડ ગયો હતો. તેના બોલિંગ એક્શનની ફરિયાદ પણ થઈ હતી. સાથે બોલિંગ પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો હતો. ત્યારબાદ શાકિબે પોતાની એક્શનની તપાસ માટે…
જૂનાગઢમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિક વિધિના નામે પરિણિતા પર આચર્યું દુષ્કર્મ
B INDIA જૂનાગઢ :- એક તરફ ડિજિટલ યુગની મોટી મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી બેસી રહ્યું છે. અંધશ્રદ્ધામાં કેટલાય લોકોના જીવ ગયા છે. તો બીજી તરફ ઢોંગી બાબાઓ તાંત્રિક વિધિઓના નામે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે કેશોદના ગામ્ય પંથકમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે. કેશોદના ગામ્ય પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાં આર્થિક સુખ શાંતિ બાબતે આરોપી સાથે તાંત્રિક વિધી કરવા વાત કરી હતી. ત્યારે બાદ આરોપીએ ગેરકાયદેસર મહિલાના ઘરમાં પ્રવેશ કરી, તાંત્રિક વિધીના નામે તાંત્રિક રણજીત પરમારે દિવો પ્રગટાવી રૂમ બંધ કર્યો હતો. ત્યાર બાદ મહિલાને માર મારી દુષ્કર્મ આચર્યું હતું. આ…
દ્વારકામાં બીજા દિવસે ડિમોલિશન યથાવત્, કરોડોની ગેરકાયદેસર જમીન પર દૂર કરાયું દબાણ
B INDIA દ્વારકા :- દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે.ગઈકાલે 63 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે તો આજે પણ 50 ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મરીન પોલીસની બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રખાઈ રહી છે.બેટ દ્વારકામાં ડિમોલિશન સામે મુસ્લિમ જમાતના ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.અરજદારનો આક્ષેપ છે કે, HCમાં અરજી પેન્ડિંગ છતા ડિમોલિશન કેમ કરવામાં આવ્યું તે સમજવામાં નથી આવતું ત્યારે અરજીમાં અરજન્ટ સુનાવણી કરવા અરજદારે રજૂઆત કરી છે. તો 20 જાન્યુઆરીના રોજ દ્વારકા ડિમોલિશન મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. -> બેટ દ્વારકામાં કરાયું હતું ડિમોલિશન :- દેવભૂમિ દ્વારકાના…
ઉત્તરાયણને લઈને તંત્રની તૈયારી, પક્ષીઓને બચાવવા 87 એમ્બ્યુલન્સ રહેશે તૈનાત
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીનાં દિવસ જ બાકી છે. ત્યારે પતંગ રસિયાઓની પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે. ત્યારે ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન દ્વારા 13 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે. આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે. આજે અને ઉત્તરાયણમાં કરુણા હેલ્પલાઇન 1962 પર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચી જશે. -> 87 એમ્બ્યુલન્સ રહેશે તૈનાત :- સામાન્ય દિવસોમાં રાજ્યમાં 37 એમ્બ્યુલન્સ જ હોય છે પણ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મલી કુલ 87 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. માત્ર રાજ્ય સરકાર દ્વાર જ નહિ આ ઉપરાંત અનેક પક્ષી પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ ઉત્તરાયણમાં પક્ષી…
વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ
B INDIA વડોદરા :- વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર કલાસરૂમમાં ગંદા ઈશારા કરતો હતો. અને વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી વિદ્યાર્થિનીને બદનામ કરવાની ધમકી આપતો હતો. સાથે સાથે મુસ્લિમ ધર્મ સ્વીકારવા બ્રેઇન વોશ કરતો હોવાની વાત પણ સામે આવી છે. -> ગઈકાલે પ્રોફેસરની ઓફિસ કરાઈ હતી સીલ :- વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થિની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી.…
ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી
B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાળોત્રા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. -> 12થી વધુ ગામને મળશે સિંચાઈનો લાભ :- આ અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી. પરંતુ વાળોત્રા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, ડેમનું પાણી છોડવાથી વાળોત્રા ગામને નુક્સાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતી દર્શાવી…
















