દ્વારકામાં બીજા દિવસે ડિમોલિશન યથાવત્, કરોડોની ગેરકાયદેસર જમીન પર દૂર કરાયું દબાણ

B INDIA દ્વારકા :- દ્વારકા  જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે.ગઈકાલે 63 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે તો આજે પણ 50 ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મરીન પોલીસની બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રખાઈ રહી છે.બેટ દ્વારકામાં ડિમોલિશન સામે મુસ્લિમ જમાતના ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.અરજદારનો આક્ષેપ છે કે, HCમાં અરજી પેન્ડિંગ છતા ડિમોલિશન કેમ કરવામાં આવ્યું તે સમજવામાં નથી આવતું ત્યારે અરજીમાં અરજન્ટ સુનાવણી કરવા અરજદારે રજૂઆત કરી છે. તો 20 જાન્યુઆરીના રોજ દ્વારકા ડિમોલિશન મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન, દબાણો પર ફરી વળ્યું બુલડોઝર |  Demolition in Bet Dwarka Gujarat - Gujarat Samachar

-> બેટ દ્વારકામાં કરાયું હતું ડિમોલિશન :- દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી.

બેટ દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી ભાગ-દ્વિતીય…સરકારી જમીનમાંથી હટવાય રહ્યાં  છે દબાણ | Beyt Dwarka ma Bulldozer Karyawahi Bhag Dwitiya...sarkari Jamin  mathi hatavay rahya chhe daban

ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કરોડોની જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ડિમોલિશનની કામગીર કરવામાં આવી રહી છે. DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે સાથે સાથે અગાઉ પણ હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદરે પણ ડિમોલિશન થયું હતું.હજી પણ જેટલી સરકારી જમીનો પર બાંધકામ હશે તે દૂર કરવામાં આવશે.

Related Posts

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, Life Save

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, 89 નવી Ambulance મૂકાશે Ambulance ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી Ambulance સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે હાલમાં 108 Ambulanceને પહોંચવામાં રાજ્યના સરેરાશ સમય કરતાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ 89 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.રાજ્ય સરકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વધુ ઝડપી બનાવવાનો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું…

Patan Crime News 2026: ગેરકાયદેસર સારવાર આપતો લાખાભાઈ રબારી જેલભેગો..

Patan સાંતલપુરમાં બોગસ તબીબ ઝડપાયો, ડિગ્રી-લાયસન્સ વગર સારવાર કરતો હોવાનો પોલીસનો દાવો રિપોર્ટઃ અનિલ રામાનુજ, પાટણ Patan જિલ્લાના સાંતલપુર પંથકમાં બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ ચલાવાતી હોવાની માહિતીના આધારે SOG પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને વિવિધ તબીબી સાધનો સહિત કુલ રૂ.24,841નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલો શખ્સ કોઈ માન્ય તબીબી ડિગ્રી કે પ્રેક્ટિસ માટે જરૂરી લાયસન્સ ધરાવતો નહોતો અને તેમ છતાં દર્દીઓની સારવાર કરતો હતો. મળતી માહિતી પ્રમાણે, Patan SOGની ટીમ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાંતલપુર બસ સ્ટેન્ડ નજીક આવેલા ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં એક શખ્સ માન્ય તબીબી લાયકાત કે જરૂરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *