અમદાવાદમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે આદરી સઘન કાર્યવાહી
– ૧૨ દિવસમાં ૨૯૦ નમૂનાઓની તપાસ, ૭ અનસેફ અને ૨૧ સબસ્ટાન્ડર્ડ નમૂનાઓ સામે કાર્યવાહી – શહેરભરમાં ૧૨ દિવસમાં ૨૯૦ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા – ૭ નમૂનાઓ માનવ આરોગ્ય માટે અસુરક્ષિત જાહેર – ૨૧ નમૂનાઓ ગુણવત્તા ધોરણથી નીચા નોંધાયા – પાણીપુરીના પાણીમાં પ્રતિબંધિત કલર મળતાં લારીઓ જપ્ત – એનાલોગ પનીર વાપરતા ૨૭ એકમો સામે કડક કાર્યવાહી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ભેળસેળયુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે સઘન અભિયાન હાથ ધરતાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. તા. ૧૯ મેથી ૩૦ મે ૨૦૨૬ દરમિયાન AMCના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ચલાવવામાં આવેલી તપાસ દરમિયાન કુલ ૨૯૦ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક નમૂનાઓ માનવ આરોગ્ય માટે જોખમી હોવાનું બહાર આવ્યું…
ડી-કેબિનમાં મેગા ડિમોલિશન, આઈ.પી. મિશન સ્કૂલનું દબાણ તૂટ્યું; ₹8,600 વહીવટી દંડ વસૂલ
– પશ્ચિમ ઝોનમાં AMCનો બુલડોઝર મોડ યથાવત ચાંદખેડાથી પાલડી સુધી ટી.પી. રોડ ખુલ્લા કરાયા, લારીઓ-કાઉન્ટર-બોર્ડ સહિત 145થી વધુ સામાન જપ્ત પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં શુક્રવારે હાથ ધરાયેલી મેગા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ડી-કેબિન વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (પશ્ચિમ ઝોન)ની સીધી દેખરેખ હેઠળ ચાલેલી આ ડ્રાઇવમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી જાણીતી આઈ.પી. મિશન સ્કૂલ દ્વારા ટી.પી. રોડ પર કરવામાં આવેલા દબાણનો પણ ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. AMCએ સમગ્ર અભિયાન દરમિયાન કુલ ₹8,600નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હોવાનું જાહેર કર્યું છે. AMCની મેગા ડ્રાઇવ એક નજરે – કુલ 10 લારી/કાઉન્ટર જપ્ત – 134 બોર્ડ-બેનર-સ્ટીકર દૂર – 145 પરચુરણ સામાન જપ્ત –…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો ——– કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર કાર્યરત થયું ———- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નારાયણા હોસ્પિટલ, અમદાવાદના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્સરની સારવારને વધુ સુલભ અને અસરકારક બનાવવાની દિશામાં નારાયણ હોસ્પિટલે એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ આ સેન્ટરની મુલાકાત લઈ ને હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓની માહિતી મેળવી હતી. આ કેન્દ્ર ‘હેલ્સિયન (Halcyon) રેડિયેશન થેરાપી સિસ્ટમ’થી સજ્જ છે અને આ સારવાર પદ્ધતિ ખાસ કરીને અદભુત ઝડપ અને ચોકસાઈ માટે જાણીતી છે. કેન્સરના ટ્યુમરની આસપાસના તંદુરસ્ત કોષો (ટિશ્યુઝ) પર થતી આડઅસરને નહિવત કરીને હાઈ-પ્રિસિઝન, ઈમેજ-ગાઈડેડ સારવાર આ ટેક્નોલોજી દ્વારા…
મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: સળંગ સેવા, જૂની પેન્શન અને સત્રાંત નિવૃત્તિનો લાભ
ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાય એવા ત્રણ મોટા નિર્ણયો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જારી કરાયેલા સત્તાવાર પરિપત્રો મુજબ, HTAT મુખ્ય શિક્ષકોની અગાઉની સેવાને સળંગ ગણવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે જ જૂની પેન્શન યોજના, સત્રાંત નિવૃત્તિ અને નવી શાળાઓને મંજૂરી જેવા નિર્ણયો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે. મુખ્ય શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો માર્ગ ખુલ્યો શિક્ષણ વિભાગે સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં શિક્ષક તરીકે બજાવેલી અગાઉની સેવાને રજા અને પેન્શનના હેતુ માટે સળંગ ગણવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખાસ કરીને 1 એપ્રિલ, 2005 પહેલાંની સેવા ધરાવતા શિક્ષકોના કેસોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને દરેક કર્મચારીના અલગ કેસ તૈયાર કરવા તથા નાણા વિભાગ દ્વારા નિર્ધારિત ચેકલિસ્ટ…
પાલનપુરની ૮ વર્ષની નિક્ષા બારોટે માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી
ગુજરાતના પાલનપુરની માત્ર ૮ વર્ષની દીકરી નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અનુભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો. ૧૬ મેથી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. ૧૬ મે ૨૦૨૬ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી. ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી, જ્યાં શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ (એક્લિમેટાઇઝેશન) બનાવવા માટે એક દિવસનો વિરામ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ…
અમદાવાદમાં હવે રિક્ષામાં મુસાફરી થશે મોંઘી? યુનિયનો દ્વારા સરકારની મંજૂરી વિના ભાડામાં વધારો
અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરનારા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરની વિવિધ રિક્ષા યુનિયનોએ સરકારની સત્તાવાર મંજૂરી વિના જ ભાડામાં વધારો જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ મુસાફરોમાં ભારે અસંતોષ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. મિનિમમ ભાડું ₹20થી વધીને ₹30 નવી જાહેર કરાયેલી દર સૂચિ અનુસાર હવે ઓટો રિક્ષાનું મિનિમમ ભાડું ₹20માંથી વધારીને સીધું ₹30 કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રતિ કિલોમીટર ભાડું પણ ₹15થી વધારીને ₹20 નક્કી કરવામાં આવ્યું છે. રિક્ષા યુનિયનોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલ અને CNGના વધતા ભાવ, વાહનોના મેન્ટેનન્સ ખર્ચ અને અન્ય દૈનિક ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવો જરૂરી બની ગયો હતો. “સરકાર પાસે અનેક વખત રજૂઆત કરી” રિક્ષા યુનિયનના આગેવાનોના જણાવ્યા અનુસાર ભાડા વધારાને લઈને અગાઉ અનેક…
ચોમાસા અંગે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી : કૃષિ ક્ષેત્ર માટે IMD એ જાહેર કરી કડક એડવાઇઝરી
IMD નો ચિંતાજનક રિપોર્ટ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસાના બીજા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાની દહેશત વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વમાં ચોમાસું સામાન્ય: રાહતના એકમાત્ર સમાચાર એ છે કે ઉત્તર-પૂર્વ ભારત (North-East India) ના રાજ્યોમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદની ભારે અછત સર્જાઈ શકે છે. કૃષિ ક્ષેત્ર માટે એડવાઇઝરી: વરસાદની સંભવિત તંગીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અત્યારથી જ કૃષિ ક્ષેત્ર માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે, જેથી પાકને નુકસાન થતું અટકાવી શકાય. ખેડૂતોને વાવણીમાં સાવચેતીની સલાહ: દેશના ધરતીપુત્રોને ઉતાવળે વાવણી ન કરવા, ઓછું પાણી માંગતા પાકોની પસંદગી કરવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક આયોજન કરવા માટે સત્તાવાર સૂચના આપવામાં આવી છે. જળસંચય પર વિશેષ…
ગીરમાં CDV વાયરસનો ખતરો, 4 સિંહબાળના મોત બાદ 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ
ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) અને બેબીસીઆર વાયરસના શંકાસ્પદ પ્રકોપ વચ્ચે ચાર સિંહબાળના મોત થતાં વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને સિંહોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંહબાળના મોત બાદ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વન પર્યાવરણ અગ્ર સચિવ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આ મામલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોના કુલ 17 સિંહોને આઇસોલેટ કરીને સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગીર ગઢડા અને…
અમદાવાદ: નિરાંત ચોકડી પાસે AMCના ડમ્પરે ટ્રાફિક પોલીસનો શેડ ગબડાવ્યો, મોટી જાનહાનિ ટળી
– બેદરકારી: એએમસીના ડમ્પર ચાલકની ગફલતના કારણે ટ્રાફિક પોલીસનો આખો શેડ જમીનદોસ્ત. – નુકસાન: કડકડતી ગરમીમાં રાહત આપતો શેડ તૂટ્યો, નજીકમાં પાર્ક કરેલું એક વાહન પણ ચગદાયું. – સદનસીબ: ઘટના સમયે શેડ નીચે કોઈ હાજર ન હોવાથી સહેજ માટે મોટો અકસ્માત ટળ્યો. પંકજ મકવાણા -અમદાવાદ | ગુરુવાર: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા નિરાંત ચોકડી પાસે આજે બપોરે કોર્પોરેશનના જ એક વાહનની બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક ડમ્પર ચાલકે ટ્રાફિક પોલીસ દ્વારા મુકાયેલા લોખંડના શેડને એવી ટક્કર મારી કે આખું સ્ટ્રક્ચર પળવારમાં ધરાશાયી થઈ ગયું હતું. ગરમીથી બચવા બનાવાયેલો આશરો જ તૂટી પડ્યો નોંધનીય છે કે, ઉનાળાની કડકડતી ગરમીમાં ઓન-ડ્યુટી ટ્રાફિક જવાનો અને રસ્તો ઓળંગતા સામાન્ય રાહદારીઓને થોડીવાર…
ગુજરાતમાં કૃષિ વિભાગની કચેરીઓમાં લાગશે સોલાર રૂફટોપ, ગ્રીન એનર્જીને મળશે વેગ
ગુજરાતમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હેઠળની તમામ કચેરીઓ, સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને નિગમોને સોલાર રૂફટોપથી સજ્જ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના આ પગલાને ગ્રીન એનર્જી તરફની મોટી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પરંપરાગત ઈંધણથી ઉત્પાદિત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને વધુ પ્રોત્સાહન આપવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યની વિવિધ કૃષિ કચેરીઓ અને સંસ્થાઓમાં સોલાર રૂફટોપ સ્થાપિત થતાં વીજળીના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો વ્યાપ વધશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને કૃષિ સાથે સંકળાયેલા નિગમોમાં પણ સોલાર…
















