Banaskantha: મંત્રી ઈશ્વરસિંહ પટેલે કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લીધી

પ્રવીણસીહ વાધેલા, બનાસકાંઠા/ રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન-04ની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ મંત્રીએ દાંતીવાડા ડેમ તેમજ ડેમ આધારિત બી.કે.–5 જૂથ પાણી પુરવઠા યોજનાના દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, ટેકનિકલ વ્યવસ્થાઓ તેમજ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત કસરા–દાંતીવાડા પાઈપલાઈન દ્વારા રૂ.1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના હવે પૂર્ણતાના આરે છે અને હાલ ચાલી રહેલ ટેસ્ટિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થતા લોકોને પાણી મળવાનું શરૂ થશે.

252 તળાવો પાણીથી ભરવાનું આયોજન
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 105 ગામોના 252 તળાવો પાણીથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે અંદાજે 33,670 હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે. સાથે જ બનાસકાંઠા જિલ્લાના ૧૨૩૪ ગામોમાં મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન સચિવ એમ.ડી. પટેલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર એચ.એમ. ચૌધરી, પી.જે. ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

ગુજરાતમાં ૩૦૦ નવી MBBS બેઠકોનો વધારો: રાજ્યમાં મેડિકલ સીટોનો કુલ આંકડો 7,500 પર પહોંચ્યો Breakthrough

ગુજરાતમાં 300 નવા MBBS સીટનો વધારો, રાજ્યમાં કુલ બેઠકો 7,500 થઈ ગુજરાતના મેડિકલ શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 300 નવી MBBS બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ ગુજરાતમાં MBBS અભ્યાસક્રમની કુલ બેઠકોની સંખ્યા વધીને આશરે 7,500 થઈ ગઈ છે. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયને મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ શિક્ષણની સુવિધાઓ અને બેઠકોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને ડોક્ટર બનવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજોમાં બેઠકો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોમાં 300 બેઠકો વધતા વધુ વિદ્યાર્થીઓને MBBSમાં પ્રવેશ મેળવવાની તક મળશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે વધશે તક…