Junagadh: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આરટીઓ કચેરી ખાતે રક્તદાન તથા નિદાન કેમ્પનું આયોજન
MEET BUDDHBHATTI, Junagadh / માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ આરટીઓ કચેરી ખાતે આજે રક્તદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરટીઓ કચેરી ખાતે આવનાર નાગરિકો માટે ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ અન્ય સામાન્ય રોગોની મફત તપાસ કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતના કેસોમાં જરૂરી રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે રક્તદાન કરવાથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી, પરંતુ તે અનેક જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી વધુમાં વધુ લોકોએ રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ. આ પ્રસંગે આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે જ…
નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, જાણો કેવી છે તૈયારી
તા.26 જાન્યુઆરી, 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ અંગે મીડિયાના મિત્રોને આયોજન અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યસ્થાને કલેક્ટર કચેરી, થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તેને રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આયોજન મળ્યું છે. નવીન જિલ્લા માટે આ એક ઉત્તમ તક છે અને આ ઉજવણી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.” તેમણે જણાવ્યું કે, તા. 26 જાન્યુઆરીના રોજ સવારે 9.00 વાગે…
અર્જુન મોઢવાડિયાના હસ્તે સાણંદ ખાતે અઝિસ્ટા સ્પેસની ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરીનું ખાતમુહૂર્ત સંપન્ન, જાણો વિગત
અમદાવાદના ઔદ્યોગિક હબ સાણંદ ખાતે અઝિસ્ટા સ્પેસ (Azista Space) દ્વારા ભારતની મહત્વકાંક્ષી ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સંપન્ન થયું હતું. સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નં. K-19 થી K-24/1 ખાતે આ અત્યાધુનિક ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના ઉદબોધનમાં ગુજરાતને સ્પેસ ટેકનોલોજી અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડો. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવતા ગુજરાત હવે સ્પેસ ટેકનોલોજીનું નવું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશે સ્પેસ સેક્ટરને ખાનગી સાહસો માટે ખુલ્લું મૂક્યું છે, જેના પરિણામે આજે સાણંદ ખાતે દેશના પ્રથમ ઈન્ટિગ્રેટેડ પ્રાઈવેટ સેટેલાઈટ પ્લાન્ટનું સપનું સાકાર…
PM કિસાનના 22માં હપ્તા માટે ખેડૂતોએ ફરજિયાત કરાવવું પડશે ફાર્મર આઈડી
ભારત સરકારના કૃષિ મંત્રાલયે ખેડૂતોના સુખાકારી અને ડિજિટલ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂત આ રજીસ્ટ્રેશન ન કરે, તો આગામી સમયમાં PM કિસાન યોજનાનો ૨૨મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે. ફાર્મર આઈડીનું મહત્વ જેમ નાગરિકોની ઓળખ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, તેમ ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ફાર્મર આઈડી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25થી અમલમાં આવેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે: – ખેડૂતોને મળતા સરકારી હપ્તા અને સહાયમાં પારદર્શિતા લાવવી – સીધો લાભ ખાતામાં પહોંચાડવો – વચેટીયાઓને દૂર રાખવો આ યોજનાઓ માટે આઈડી અનિવાર્ય છે PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા ખાતર…
અમદાવાદ: બોડકદેવમાં NRI ટાવરમાં ફાયરિંગથી દંપતિનું મોત, જાણો શું છે મામલો
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં દંપતિનું મોત થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની ગોળી મારી હત્યા કરી હતી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. NRI ટાવરમાં બન્યો બનાવ આ ઘટના બોડકદેવ વિસ્તારમાં જજીઝ બંગલો ચાર રસ્તા પાસે આવેલા NRI ટાવરમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગનો અવાજ સંભળાતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે ઘટનાની જાણ થતા બોડકદેવ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. મૃતક દંપતિના લગ્નને માત્ર બે મહિના જેટલો સમય જ થયો હોવાનું…
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : વહેલી સવારે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ – શહેરીજનો પરેશાન
ગુજરાતમાં શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોરના સમયે ગરમી અને ઉકળાટ અનુભવાતો હોવાથી લોકો દ્વિધામાં મુકાયા છે. રાજ્યમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં નીચે મુજબ લઘુત્તમ તાપમાન નોંધાયું છે: નલિયા : 10.4 ડિગ્રી અમરેલી : 12.7 ડિગ્રી ડીસા : 13 ડિગ્રી રાજકોટ : 12.3 ડિગ્રી પોરબંદર : 14.8 ડિગ્રી ગાંધીનગર : 15.3 ડિગ્રી કંડલા : 15.5 ડિગ્રી દીવ : 15.7 ડિગ્રી સુરત : 16.8 ડિગ્રી અમદાવાદ : 17 ડિગ્રી ઉત્તર ભારત અને બિહારમાં ધુમ્મસની શક્યતા આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનનું પિલાની દેશનું…
વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, વાહનોમાં સફેદ હેડલાઈટ સામે કરાશે કાર્યવાહી, જાણો મામલો
રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે, જે ખાસ કરીને તેઓ માટે છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી (bright) સફેદ હેડલાઇટ્સ લગાવવામાં આવી છે. સામાન્ય વાહનચાલકો અને માર્ગ પરના અન્ય લોકોના અનુસાર આ પ્રકારની હેડલાઇટ્સ રાત્રિના સમયે સામે આવતાં ડ્રાઈવર માટે આંખ ઝાંખી નાખતી હોય છે અને વાહનચાલનમાં મુશ્કેલી ઊભી કરે છે. વિભાગે તમામ RTO (Regional Transport Office) ને આ મુદ્દે સખત સૂચના આપી છે કે કોઈપણ ફરિયાદ મળતાં જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે. ખાસ કરીને એ વાહનચાલકો માટે આ સૂચના મહત્વપૂર્ણ છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી સફેદ હેડલાઇટ્સ લાગેલા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને…
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીનની CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીન OAMએ ગાંધીનગરમાં કરેલી સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમિયાન તેમણે આ તત્પરતા દર્શાવી હતી. આગામી 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં જે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને અન્ય સુવિધા તૈયાર કરવાની પોતાની જે કવાયત હાથ ધરી છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત વિચાર-વિમર્શ થયા હતા. તેમણે આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો રમતો પૂર્ણ થયા પછી સામાન્ય લોકોના આવાસ, સ્ટુડન્ટ્સ હોસ્ટેલ અને મેદાનોનો અન્ય ઇવેન્ટ માટે ઉપયોગ કરવાના આયોજનની વિગતો આપી હતી. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરએ બ્રિસ્બેનમાં થઈ રહેલી આ તૈયારીઓના…
જયરાજ આહીરે SITની પૂછપરછ બાદ તોડ્યું મૌન: કહ્યું “જ્યારે પણ બોલાવશે ત્યારે હાજર રહીશ”
નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે નવી અપડેટ સામે આવી છે. આજે SIT (વિશેષ તપાસ ટીમ) દ્વારા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂરી થયા પછી જયરાજ આહીરે પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે તેઓ SITની તપાસ પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. જયરાજ આહીરના નિવેદન: જ્યારે પુછપરછ પૂર્ણ થઈ, જયરાજ આહીરે કહ્યું કે તેઓ SITની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમણે સ્પષ્ટ કર્યું, “જ્યારે પણ SIT મને બોલાવશે, ત્યારે હું હાજર રહીશ અને સહકાર આપવા તૈયાર છું.” તેમણે ઉમેર્યું કે સત્ય સામે આવશે તેવી તેમને પૂરી આશા છે. SITમાં થયેલી પૂછપરછ અને હાલની સ્થિતિ – પીડિતની પૂછપરછ: બે દિવસ પહેલા SITએ નવનીત…
















