Bharuch : આમોદ તાલુકાના કેરવાડા ગામે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ, જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ

અકબર બેલીમ, આમોદ / આમોદ તાલુકાના કેરવાડા ગામે કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (AVCT) તથા રેડ ક્રોસ બ્લડ બેંક, ભરૂચના સહયોગથી આજે AVCT કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કેરવાડા સહિત કોલવણા, તણછા, આમોદ, પખાજણ વગેરે ગામોના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. ખાસ નોંધનીય બાબત એ રહી કે હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ એકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. ટ્રસ્ટના મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં 1995માં પ્રથમ વખત રક્તદાન કરનાર અને અત્યાર સુધીમાં 96 વખત રક્તદાન કરી રાજ્યપાલના હસ્તે સન્માનિત થયેલા દાહોદ જિલ્લાના રક્તદાતા અમિતભાઈ નાથાણી તથા કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજખાનના હસ્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ નાથાણીએ આ કેમ્પમાં…

હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થઈ અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, સંબોધનમાં કર્યો આ વાતનો ઉલ્લેખ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માનનો સૂર્યોદય થયો હતો. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા…

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ, જાણો વિશેષતા

નવી દિલ્હી :  પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી હતી. જાણો ટેબ્લોની વિશેષતા આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને…

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, જાણો વિગત

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ તથા સરકારી વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ, સિનિયર વકીલો, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીગણે બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું થયું આગમન, પક્ષી પ્રેમીઓમાં ઉત્સાહ

કચ્છના નાના રણમાં શિયાળાની ઋતુ શરૂ થતા હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી અને નાઈટજાર જેવા રંગબેરંગી પક્ષીઓ અહીં જોવા મળે છે. કચ્છના રણનું મહત્વ નાનું રણ લગભગ 4953 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. ઠંડીના સમયમાં અહીં ખોરાક, સલામતી અને અનુકૂળ વાતાવરણ મળે છે, જેના કારણે વિદેશી પક્ષીઓ લાંબા પ્રવાસ પછી અહીં આરામ કરે છે. યુરોપ જેવા દેશોમાં બરફ ભરાયેલી સ્થિતિને કારણે તેઓ લગભગ ચાર મહિના માટે કચ્છના રણમાં રહે છે. પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓમાં ઉત્સાહ વિદેશી પક્ષીઓના આગમનથી પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓમાં આનંદ અને રોમાંચ જોવા મળે છે. રાજ્ય અને અન્ય પ્રદેશોથી લોકો મોટા પાયે રણની મુલાકાત લેવા આવે છે. પક્ષીઓને તકલીફ ન થાય તે…

ભાવનગરમાં બે બાઈક વચ્ચે અકસ્માત: 5 યુવાનો ઈજાગ્રસ્ત, એકની સ્થિતિ ગંભીર

ભાવનગરના ભાલ પંથકમાં સવાઈનગર નજીક રવિવારે બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ યુવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. રજાના દિવસે થયેલ આ ઘટનાથી હાઈવે પર લોકોનું તોળમેળ ઉમટી પડ્યું હતું. અકસ્માત કેવી રીતે સર્જાયો? પ્રાપ્ત વિગતો અનુસાર, સવાઈનગર ગામની નજીક બે બાઈક પર સવાર યુવાનો સામસામે અથડાયા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈક ચાલકો રોડ પર ફંગોળાયા. તાત્કાલિક રાહત કામગીરી હાઈવે પરથી પસાર થતા લોકો તરત મદદ માટે દોડી આવ્યા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ઘટના સ્થળે ત્રણ 108 એમ્બ્યુલન્સ પહોંચી અને પેરામેડિકલ સ્ટાફે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યું. સ્થિતિ અને કાર્યવાહી અગાઉની માહિતી મુજબ, પાંચ ઈજાગ્રસ્તોમાં એક…

ગુજરાત સરકારનો નગરપાલિકાને લઇ મોટો નિર્ણય : વિકાસ કામો માટે મળશે મફત જમીન, જાણો વિગત

ગુજરાત સરકારે શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. હવે નગરપાલિકાઓને સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા દર ચૂકવવાની જરૂર નહીં પડે. નિર્ણય પાછળનું કારણ અત્યારે નગરપાલિકાઓ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમને જંત્રીના નક્કી કરેલા દર મુજબ મોટી રકમ સરકારને ચૂકવવી પડતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર વિકાસપ્રોજેક્ટ્સમાં વિલંબ થતા હતા. નવા નિયમો હેઠળ નગરપાલિકાઓ પર આ ભારણ ઘટશે અને પાયાની સુવિધાઓ સમયસર નાગરિકોને ઉપલબ્ધ થશે. કઈ 11 સુવિધાઓ માટે જમીન મળશે મફતમાં? સરકાર દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર, નીચે મુજબની કામો માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવાશે: 1. નગરસેવા સદન (વહીવટી ઓફિસ) 2. ફાયર સ્ટેશન 3. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ…

ગૌરવની ક્ષણ/ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, રાજ્યના આટલા પોલીસ અધિકારીઓ અને જવાનોનું થશે સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસના 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM) જ્યારે 14 અધિકારી અને જવાનોને ‘પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)’ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. આજે 25 જાન્યુઆરી પર સમગ્ર દેશના પોલીસ અધિકારીઓની સેવાને બિરદાવવા માટે રાષ્ટ્રપતિ મેડલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેડરના IPS અધિકારી નિપૂણા તોરવણે તથા એસ. એસ. રઘુવંશીને શ્રેષ્ઠ કામગીરી બદલ ‘વિશિષ્ટ સેવા પોલીસ મેડલ’ (PSM) એનાયત કરાયા છે. આ સાથે જ 14 પોલીસ કર્મીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.      Follow us On Social…

નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને આગામી દિવસોમાં મળશે નવું અદ્યતન જિલ્લા સેવા સદન, નાગરિકોને મળશે રાહત

77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવ-થરાદ જિલ્લામાં આ મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા 70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ અભિગમને આગળ ધપાવતા નવ સર્જિત વાવ-થરાદ જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે. આ નવા જિલ્લા સેવા…

માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, જાણો શું છે મામલો

બગદાણાના બહુચર્ચિત નવનતી બાલધિયા કેસમાં જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ SIT દ્વારા જયરાજ આહીર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આજે SITએ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. SITએ જયરાજ આહીરની સાડા ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછમાં જયરાજનું નામ વારંવાર આવ્યું હતું. આ સાથે જ તપાસમાં જયરાજે કેટલાક આરોપીઓ સાથે ફોન પર વાત કરી હતી અને હુમલા વિશે માહિતી મેળવી હતી.હોવાની વિગતો પણ સામે આવી હતી. જેને આધારે SITએ તેમને ધરપકડ કરી છે. જાણો શું છે મામલો 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં માયાભાઇ આહિરે બગદાણા ટ્રસ્ટ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી”…