અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત

અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો.

ઘટનાની વિગત
ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય.

પોલીસ અને રેલવેની કામગીરી
ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા

ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ
અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી કેટલી જરૂરી છે, ખાસ કરીને સ્થાનિક અને જાહેર ટ્રેન સેવા માટે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો ——– કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના એંધાણ: ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકા-ઈરાન સમજૂતીની અટકળો તેજ

વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા Strait of Hormuz અંગે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા કરવામાં આવેલા તાજેતરના નિવેદન બાદ અમેરિકા…