Amreli: દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિને જિલ્લા ભાજપ અધ્યક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે કારણ
દામનગર નગર પાલિકાની મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયા વિવાદાસ્પદ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે પગલું ભરતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. અતુલ દલોલીયા પર આરોપ છે કે તેમણે દામનગરમાં કેટલાક નિર્દોષ લોકોને માર મારી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટના બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થતાં તેઓ હાલમાં ફરાર છે. અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં દામનગર નગર પાલિકાના ઉપપ્રમુખના પતિ અતુલ દલોલીયા પહેલાથીજ વિવાદોમાં રહ્યા છે. દારૂના સેવન સાથેના વીડિયો વાયરલ થયા હતા તેમજ પોલીસ મથક બહાર રોફ છાંટતા વાયરલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. વારંવાર થતા આવા કૃત્યોને પગલે હવે ભાજપે ગંભીર પગલું…
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના નેતાની હત્યા, અપહરણ કરી માર્યો નિર્દયતાથી માર
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું તેમના ઘરેથી અપહરણ કરીને હત્યા કરી હોવાનો આરોપ છે. ધ ડેઇલી સ્ટારે પોલીસ અને પરિવારના સભ્યોને ટાંકીને જણાવ્યું હતું કે, ઢાકાથી લગભગ 330 કિમી ઉત્તરપશ્ચિમમાં દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી 58 વર્ષીય ભાવેશ ચંદ્ર રોયનું બાઇક પર સવાર લોકો દ્વારા તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને મૃત હાલતમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા. ભાવેશની પત્ની શાંતાનાએ ધ ડેઇલી સ્ટારને જણાવ્યું હતું કે તેમના પતિને સાંજે 4:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો અને તેમણે દાવો કર્યો હતો કે ગુનેગારોએ તેમના ઘરે હાજરીની પુષ્ટિ કરવા માટે ફોન કર્યો હતો. શાંતાનાએ આગળ કહ્યું, ‘લગભગ 30 મિનિટ પછી, ચાર માણસો બે મોટરસાઇકલ પર આવ્યા અને કથિત રીતે ભાવેશનું તેના ઘરેથી અપહરણ…
કોવિડ-19 લેબ-લીક થિયરીને કોણે દબાવી? વ્હાઇટ હાઉસની નવી વેબસાઇટ પર થયો મોટો ખુલાસો
વ્હાઇટ હાઉસ વેબસાઇટ પર હવે COVID-19 લેબ-લીક થિયરી સંબંધિત એક નવું પેજ શરૂ કરવામાં આવ્યું છે. આમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન અને ભૂતપૂર્વ મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થોની ફૌસી પર કોરોના વાયરસના લીક થિયરીને દબાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પેજ શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારી નું કારણ બનતો વાયરસ SARS-CoV-2, ચીનના વુહાનમાં ચેપી રોગ પ્રયોગશાળામાંથી ઉદ્ભવ્યો છે. આ માનવસર્જિત વાયરસ છે. વ્હાઇટ હાઉસની વેબસાઇટ પરનું આ પેજ કોવિડ-19 મહામારીની ઉત્પત્તિ અંગે લાંબી ચર્ચાને ફરીથી જાગૃત કરી રહ્યું છે. જ્યારે ફેડરલ એજન્સીઓ, વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ અને કોંગ્રેસનલ સમિતિઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં, CIA એ એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં તારણ કાઢ્યું હતું કે લેબ લીક…
અમેરિકાના બેલીઝમાં વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ, મુસાફરે હુમલાખોરને ગોળી મારી
અમેરિકાના બેલીઝમાં એક નાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો જ્યારે એક મુસાફરે છરીધારી હુમલાખોરને હવામાં ગોળી મારી દીધી. આ ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. છરી વડે વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ:- આ ઘટના બેલીઝ સ્થિત ટ્રોપિક એર ફ્લાઇટમાં બની હતી જે કોરોઝલ શહેરથી ઉડાન ભરી હતી અને તેમાં કુલ 14 મુસાફરો સવાર હતા. ત્યારબાદ એક અમેરિકન નાગરિકે છરીની અણીએ વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો. તેણે મુસાફરો પર હુમલો કર્યો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા. હુમલાખોરની ઓળખ અમેરિકન નાગરિક તરીકે થઈ:- બેલીઝ પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ અમેરિકન નાગરિક અકિનેલા સવા ટેલર તરીકે થઈ છે. તે છરી લઈને વિમાનમાં કેવી રીતે ચઢી શક્યો તે અંગે હજુ પણ પ્રશ્નો છે. આ હુમલામાં ઘાયલ થયેલા…
મુંબઈની એક ખાસ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની 2,565 કરોડ રૂપિયાની સંપત્તિની હરાજીને મંજૂરી આપી
મુંબઈની એક ખાસ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની 2,565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની હરાજીને મંજૂરી આપી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આ મિલકતોમાંથી મળેલી રકમ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રાખવામાં આવે અને અસરગ્રસ્ત બેંકોમાં પરત કરવામાં આવે. 125 કરોડ રૂપિયાની રકમ પહેલાથી જ પરત કરવામાં આવી છે:- અત્યાર સુધીમાં, ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતોના વેચાણમાંથી ૧૨૫ કરોડ રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી છે. આમાં મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં છ ફ્લેટ, બે ફેક્ટરીઓ અને એક વેરહાઉસનો સમાવેશ થાય છે. ED એ પહેલાથી જ 1,200 કરોડ રૂપિયાથી વધુની મિલકતો જપ્ત કરી છે:- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 2018 માં ચોક્સી અને તેના જૂથની કુલ 41 મિલકતો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત ₹1,217.2 કરોડ હતી. આમાં શામેલ છે: • મુંબઈમાં…
મુર્શિદાબાદ હિંસા પર બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતે વાંધો વ્યક્ત કર્યો, વિદેશ મંત્રાલયે કહ્યું – અસ્વીકાર્ય
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને અયોગ્ય ગણાવ્યું અને બાંગ્લાદેશને તેના દેશમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાની સલાહ આપી. વિદેશ મંત્રાલયે કહ્યું – “અયોગ્ય સરખામણી કરવાનો પ્રયાસ”:- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને તે ભારતમાં લઘુમતીઓની સ્થિતિની તેમના દેશની પરિસ્થિતિ સાથે તુલના કરવાનો નિષ્ફળ પ્રયાસ છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ ગુના કરનારા લોકો ઘણીવાર કોઈ સજા વિના મુક્તપણે ફરે છે. ભારતની સલાહ – “તમારા લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરો”:- પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પર ટિપ્પણી કરવાને બદલે, બાંગ્લાદેશે તેના દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે…
ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત
ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે. વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં…
ઉપરાષ્ટ્રપતિ ધનખડે ન્યાયતંત્રને લઈ વ્યક્ત કરી ચિતા, જાણો શું કહ્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના તાજેતરના નિવેદનમાં ભારતીય ન્યાયતંત્રની આકરી ટીકા કરી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ન્યાયિક પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક ન્યાયાધીશના નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી, પરંતુ તેમ છતાં, કોઈ FIR નોંધવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે અને ન્યાયતંત્રની જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ધનખડે કહ્યું કે દેશે એવી લોકશાહીની કલ્પના પણ નહોતી કરી જ્યાં ન્યાયાધીશો કાયદા બનાવે, કારોબારીનું કાર્ય કરે અને સંસદની ભૂમિકા પણ ભજવે. તેમણે સુપ્રીમ કોર્ટના તે નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચોક્કસ સમયમર્યાદામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.…
પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું
ગુજરાતમાં રાહુલ ગાંધીનું ફોકસ વધ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધી રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. પાટીલે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. બે દિવસની મુલાકાતથી ગુજરાત તેમનું થઈ જશે નહીં. ગમે તેટલાં આંટાફેરા મારે તેમને કાર્યકરો પર ભરોસો નથી અને નેતાઓને રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી. જેથી તેઓ સફળ થવાના નથી. 45 દિવસમાં કોંગ્રેસ જાહેર કરશે જિલ્લા પ્રમુખ 15…















