નવરાત્રી બાદ દિવાળી પર પણ પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં નડ્યું હતું. ત્યાર બાદ હવે દિવાળી તહેવાર પર વરસાદનો સામનો કરવો પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. આ સાથે જ શક્તિ વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી એટલે કે 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડુંને લઈ પણ આગાહી કરતાં જણાવ્યું કે તે ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતું તેની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તથા સૌરાષ્ટ્ર તરફ આવતા જ વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે…

કેરળમાં આ વર્ષે 4 દિવસ વહેલી થશે ચોમાસાની એન્ટ્રી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે. જો 27 મે સુધીમાં ચોમાસુ કેરળમાં આવી જશે, તો તે 2009 પછીનું સૌથી પહેલું ચોમાસુ હશે. 2009 માં, ચોમાસુ 23 મે ના રોજ કેરળમાં પહોંચ્યું હતું. ગયા વર્ષે, ચોમાસું 30 મેના રોજ કેરળમાં પ્રવેશ્યું હતું, જેમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા હતી . જ્યારે ચોમાસું કેરળમાં 2023માં 8 જૂન, 2022માં 29 મે, 2021માં 3 જૂન અને 2020માં 1 જૂને પહોંચ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે. 17 સપ્ટેમ્બરથી, ચોમાસું ભારતના…