નવરાત્રી બાદ દિવાળી પર પણ પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં નડ્યું હતું. ત્યાર બાદ હવે દિવાળી તહેવાર પર વરસાદનો સામનો કરવો પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. આ સાથે જ શક્તિ વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી એટલે કે 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડુંને લઈ પણ આગાહી કરતાં જણાવ્યું કે તે ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતું તેની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તથા સૌરાષ્ટ્ર તરફ આવતા જ વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીપ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દિવાળી પર રહેશે વરસાદી માહોલ
નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. ત્યારે હવે દિવાળી પર પણ વરસાદનું વિઘ્ન જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. આ લો પ્રેશરને લઈને દિવાળીનો તહેવાર બગડી શકે છે. દિવાળીના દિવસે પણ વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બીજી તરફ બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલે કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabadમાં બનાવટી દવાના વેચાણ સામે મોટી કાર્યવાહી Health Safety 2026

Ahmedabadમાં બનાવટી દવાના વેચાણ સામે મોટી કાર્યવાહી: 30થી વધુ મેડિકલ સ્ટોર-એજન્સીઓમાં તપાસ, 1,250થી વધુ શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત -> Ahmedabad, 22 ઓગસ્ટ 2026: ગુજરાતમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને કમિશનરના માર્ગદર્શન હેઠળ Ahmedabad સહિત વિવિધ શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન 30થી વધુ મેડિકલ સ્ટોર અને દવા એજન્સીઓની તપાસ કરવામાં આવી છે. તપાસમાં શંકાસ્પદ **‘NICARDIA RETARD 10 TABLETS’**નો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા તેને જપ્ત કરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ અંદાજે રૂ. 1.70 લાખની કિંમતનો…

CM ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસથી ગુજરાતમાં આવશે વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેક્નોલોજી Growth 2026

CM ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા પ્રવાસ: ગુજરાતમાં વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેક્નોલોજીના નવા દ્વાર ખુલશે  ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાત ડેલિગેશનની અમેરિકા મુલાકાત દરમિયાન રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ અને બેઠકો યોજાઈ રહી છે. ન્યૂયોર્ક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ, ઉબર અને ગોલુબ કેપિટલ જેવી અગ્રણી વૈશ્વિક કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ ઉપરાંત તેમણે IBM રિસર્ચની પણ મુલાકાત લઈને AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર જેવા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રોમાં સંશોધન અને સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.CM ની આ અમેરિકા મુલાકાત ગુજરાતને વૈશ્વિક મૂડી, અદ્યતન ટેક્નોલોજી, સંશોધન, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે વધુ મજબૂતીથી જોડવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને ગિફ્ટ સિટી, ધોલેરા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, સેમિકન્ડક્ટર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *