સાયખા GIDCમાં ભીષણ આગ: ટી-વેન્ચર કંપનીમાં ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આજે ફરી એકવાર ભયાનક આગની ઘટના સામે આવી છે. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ‘ટી-વેન્ચર’ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટાથી દહેશત આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. જેના કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકો સલામતી માટે બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડનો તાત્કાલિક રિસ્પોન્સ ઘટનાની જાણ થતાં જ સાયખા GIDC અને નજીકના વિસ્તારોમાંથી ફાયર ફાઈટર ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને સતત બચાવ કામગીરી ચાલી રહી છે. આગનું કારણ હજુ અકબંધ પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું…
ઈરાન-ભારત વચ્ચે મહત્વપૂર્ણ કૂટનીતિક ચર્ચા: હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અરાઘચી-જયશંકર વચ્ચે વાતચીત
ઈરાન અને ભારત વચ્ચે કૂટનીતિક સ્તરે મહત્વપૂર્ણ સંપર્ક થયો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે બુધવારે સાંજે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે વિશેષ ચર્ચા ચર્ચામાં ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા સપ્લાય અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ધ્યાન મળતી માહિતી મુજબ બંને નેતાઓએ સીઝફાયર સંબંધિત તાજેતરના વિકાસ, દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી હતી. ઈરાનના વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, બંને દેશોએ હાલની પરિસ્થિતિના વિવિધ પાસાઓ પર ચર્ચા કરીને ભવિષ્યમાં સતત સંપર્કમાં રહેવા સહમતિ દર્શાવી છે. જયશંકરે સોશિયલ મીડિયા પર આપી માહિતી વિદેશ મંત્રી એસ. જયશંકરએ…
લોકગાયક કિર્તીદાન ગઢવીને હાઇકોર્ટની નોટિસ: SP રાજદીપ ઝાલા સહિત અધિકારીઓ મુશ્કેલીમાં
ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય વિવાદમાં ફસાયા છે. ગુજરાત હાઇકોર્ટએ ગંભીર આક્ષેપોની સુનાવણી દરમિયાન કિર્તીદાન ગઢવી સહિત CID ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે. શું છે સમગ્ર મામલો? અમદાવાદના ઇવેન્ટ ઑર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી મુજબ, વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટ માટે તેમની અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી હતી, પરંતુ બાદમાં નાણાકીય વિવાદ ઊભો થયો હતો. અરજદારનો આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ કોઈ વોરંટ અથવા નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ તેમને અટકાયત કરી અને લાંબા સમય સુધી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખ્યા હતા. પોલીસ અત્યાચારના ગંભીર આક્ષેપ જયેશ પરમારનો દાવો છે કે કિર્તીદાન ગઢવીના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો. આ દાવાને…
સુરતના ખેડૂતે લખી નવી કહાની: ‘ઘનજીવામૃત’થી જૈવિક ખાતરમાં આત્મનિર્ભર ભારત તરફ પગલું
સુરત: સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઇ રહ્યો છે એવા સમયે સુરતનાં માંગરોળિયા ગામમાં કમલેશ પટેલનાં ખેતરમાં 20થી વધુ મજૂરો ખરિફ સીઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ‘ઘનજીવામૃત’ બનાવવામાં વ્યસ્ત છે. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં અંભેટી ગામનાં ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે. એટલુ જ નહીં, પણ દેશને રાસાયણિક ખાતરની આયાત ઘટે અને તેના મજબૂત વિકલ્પ તરીકે ઘનજીવમૃત લાખો ખેડૂતો સુંધી પહોંચે તે સંકલ્પ સાથે ઘનજીવામૃત મોટા પાયે તૈયાર કરે છે. કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવે છે. કમલેશ પટેલ પણ માસ્ટર ટ્રેઇનર છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે. રાજ્યમાં હાલ 8 લાખથી વધુ…
1 મેથી બદલાઇ જશે LPG ગેસના નિયમ! સિલિન્ડર બુક કરનારા જોઈ લેજો
આગામી 1 મે 2026થી LPG સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના નિયમોમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે. વૈશ્વિક ઊર્જા મર્કેટમાં ઉથલપાથલ અને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે ગેસના પુરવઠામાં અછત થઈ રહી છે, જેના પરિણામે મોટા પાયે LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. હવે, ભારતીય ઓઇલ, BPCL, અને HPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરની ડિલિવરી અને બુકિંગ પ્રક્રિયામાં ફેરફારો પર ચર્ચા કરી રહી છે. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર જેમકે, 1 મેથી LPG સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય તેલ કંપનીઓએ 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ 2026 માં મેટ્રો શહેરોમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં 196 રૂપિયા વધારીને…
ભારતીયોને ન્યુઝીલેન્ડથી મળી મોટી ભેટ : 5000 વર્ક વિઝા, 3 વર્ષ સુધીનો નોકરીનો અધિકાર
27 એપ્રિલે, ભારત અને ન્યૂઝીલેન્ડે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા છે, જે બંને દેશોની વચ્ચેના વેપાર, રોકાણ અને મોબીલીટી સંબંધોને મજબૂત બનાવશે. આ કરારથી ખાસ કરીને ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને અનેક નવનવી તકોએ લાભ થશે. ભારત-ન્યૂઝીલેન્ડ FTA ના મુખ્ય ફાયદા FTA હેઠળ, ન્યૂઝીલેન્ડ હવે ભારતીયોને “ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એન્ટ્રી વિઝા” આપે છે, જેમાં દર વર્ષે 5,000 વર્ક વિઝા ઇશ્યુ કરવામાં આવશે, જે 3 વર્ષ માટે માન્ય રહેશે. આ વિઝા ભારતીય પ્રોફેશનલને ન્યૂઝીલેન્ડમાં કામ કરવા માટે મંજૂરી આપશે. IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર, શિક્ષણ, અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં નોકરી કરવાની તક ન્યુઝીલેન્ડમાં ઉપલબ્ધ થશે. વિશેષ વિઝા કાર્યક્રમ ફક્ત આ જ નહીં, ન્યુઝીલેન્ડ 1,000 વર્કિંગ હોલિડે વિઝા પણ પ્રદાન કરશે. આ વિઝા 12 મહિના માટે માન્ય હશે, જે…
હોર્મુઝ સ્ટ્રેટ બંધ વચ્ચે UAEનો મોટો નિર્ણય, OPECમાંથી બહાર; ભારત માટે શું અર્થ?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને Strait of Hormuz બંધ થવાના કારણે વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ મચી છે. આ પરિસ્થિતિ વચ્ચે United Arab Emirates (UAE)એ ઐતિહાસિક નિર્ણય લઈને OPEC અને OPEC+માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. OPEC શું છે? OPEC (Organization of the Petroleum Exporting Countries) એ 1960માં રચાયેલ ક્રૂડ નિકાસ કરનારા દેશોનું સંગઠન છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત અને UAE જેવા દેશો તેની મુખ્ય સભ્યતા ધરાવે છે. આ સંગઠન વૈશ્વિક તેલ ઉત્પાદન અને કિંમતોને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. OPEC+ની ભૂમિકા OPEC+ એ OPEC સાથે અન્ય મોટા ઉત્પાદકોને જોડીને બનાવાયેલ જૂથ છે, જેમાં ખાસ કરીને રશિયાનો સમાવેશ થાય છે. 2016 પછી આ જૂથ વધુ સક્રિય બન્યું છે અને તેલના ભાવ નિયંત્રણમાં મહત્વપૂર્ણ સાબિત થયું…
અફઘાનિસ્તાનમાં મિસાઈલ હુમલાનો આરોપ : 7ના મોત, 75થી વધુ ઘાયલ
અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંત કુનારમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 75થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ હુમલાઓને લઈને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. યુનિવર્સિટી અને રહેણાંક વિસ્તારો નિશાને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ રાજધાની અસદાબાદમાં ઘરો ઉપરાંત સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી હતી. ઘાયલોમાં વિદ્યાર્થીઓ, બાળકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. તાલિબાનનો પાકિસ્તાન પર આરોપ તાલિબાન સરકારના ઉપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે આ હુમલા પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા હતા. તેમના મુજબ બપોરે લગભગ 2 વાગ્યે મોર્ટાર અને રોકેટ દ્વારા હુમલા શરૂ થયા હતા. પાકિસ્તાનનો ઈનકાર બીજી તરફ પાકિસ્તાને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના…
પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? અફવાઓ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ
વિશ્વભરમાં વધતા તણાવ અને Strait of Hormuz બંધ થવાના કારણે તેલ બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તેવી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ આવી કોઈ યોજના નથી. “ભાવ વધારાનો કોઈ પ્રસ્તાવ નથી” સરકારી સૂત્રો અને Ministry of Petroleum and Natural Gasના અધિકારીઓએ જણાવ્યું છે કે રાજ્ય ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની કોઈ તૈયારી નથી. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાન પૂર્ણ થયા બાદ ભાવ વધારાની ચર્ચાઓને નકારી કાઢવામાં આવી છે. અટકળો કેમ વધીને? પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 50%થી વધુનો વધારો થયો છે. પરિણામે સરકારી ઇંધણ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું છે અને અહેવાલો મુજબ રોજિંદું નુકસાન…
એરલાઈન્સ પર ATF સંકટ, FIAની ચેતવણી: સ્થિતિ નહીં સુધરે તો ફ્લાઈટ્સ બંધ થવાનો ખતરો
ભારતમાં એરલાઈન ઈન્ડસ્ટ્રી ફરી એક વખત ગંભીર આર્થિક દબાણ હેઠળ આવી ગઈ છે. જેટ ફ્યૂલ (ATF)ના વધતા ભાવ અને કિંમતોમાં અસ્થિરતાને કારણે દેશની એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Federation of Indian Airlines (FIA)એ કેન્દ્ર સરકારને ચેતવણી સાથે પત્ર લખ્યો છે. ATFના ભાવમાં વધારો બન્યો મુખ્ય કારણ એરલાઈન ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ જેટ ફ્યૂલના ભાવમાં સતત ઉથલ-પાથલ થઈ રહી છે, જેનો સીધો અસર ફ્લાઈટ ઓપરેશન પર પડી રહ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રૂટ પર ATFના ભાવમાં પ્રતિ લિટર 73થી 75 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે અનેક રૂટ આર્થિક રીતે નુકસાનકારક બની રહ્યા છે. FIAએ સરકાર પાસે કરી તાત્કાલિક માંગ FIAએ Ministry of Civil Aviation ને પત્ર લખીને તાત્કાલિક સહાય માગી છે. સંગઠને ચેતવણી…
















