લોકગાયક કિર્તીદાન ગઢવીને હાઇકોર્ટની નોટિસ: SP રાજદીપ ઝાલા સહિત અધિકારીઓ મુશ્કેલીમાં

ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય વિવાદમાં ફસાયા છે. ગુજરાત હાઇકોર્ટએ ગંભીર આક્ષેપોની સુનાવણી દરમિયાન કિર્તીદાન ગઢવી સહિત CID ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે.

શું છે સમગ્ર મામલો?
અમદાવાદના ઇવેન્ટ ઑર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી મુજબ, વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટ માટે તેમની અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી હતી, પરંતુ બાદમાં નાણાકીય વિવાદ ઊભો થયો હતો. અરજદારનો આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ કોઈ વોરંટ અથવા નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ તેમને અટકાયત કરી અને લાંબા સમય સુધી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખ્યા હતા.

પોલીસ અત્યાચારના ગંભીર આક્ષેપ
જયેશ પરમારનો દાવો છે કે કિર્તીદાન ગઢવીના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો. આ દાવાને સમર્થન આપવા માટે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.

‘માસ્ટર માઇન્ડ’ હોવાનો આક્ષેપ
અરજદારે પોતાની અરજીમાં કિર્તીદાન ગઢવીને આ સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર ગણાવ્યા છે. સિવિલ વિવાદ હોવા છતાં પોલીસ સાથે સાંઠગાંઠ કરીને ગેરકાયદેસર કાર્યવાહી કરાવવામાં આવી હોવાનો આરોપ છે. સાથે જ નવરાત્રિ દરમિયાન પોલીસ અધિકારીઓને મોટી સંખ્યામાં મફત ટિકિટો આપવામાં આવી હોવાની પણ ચર્ચા છે.

હાઇકોર્ટનો મહત્વનો આદેશ
મામલે ગંભીર નોંધ લેતા ગુજરાત હાઇકોર્ટએ કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી. એમ. ચૌધરી અને PSI પરમારને નોટિસ ફટકારી છે. સાથે જ 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ અરજદારો સામે પણ FIR
આ પ્રકરણમાં અરજદાર જયેશ પરમાર અને તેમના સાથીદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે. CID ક્રાઇમ ગાંધીનગરમાં નોંધાયેલી FIR મુજબ, કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઇડ ટિકિટ તરીકે વેચીને 8થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
જો કે આ કેસમાં અગાઉ કોર્ટે ત્રણેય અરજદારોને શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

કેસ કોર્ટમાં આધીન
હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને બંને પક્ષોના પુરાવા અને દલીલો બાદ જ અંતિમ નિર્ણય આવશે. કિર્તીદાન ગઢવી જેવા જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં આવતાં મનોરંજન જગતમાં પણ ચર્ચાઓ તેજ બની છે.

 

 

  • Related Posts

    ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર લાદવામાં આવશે સંપૂર્ણ પ્રતિબંધ

    ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 6 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. સરકારનું માનવું છે કે બજારમાં ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદનો સામે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. હવે આ પ્રતિબંધના અમલ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. છેલ્લા કેટલાક સમયથી ડેરી પ્રોડક્ટ્સના નામે બજારમાં એવા ઉત્પાદનો…

    ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 27 ડેમ ઓવરફ્લો

    ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીની આવક વધી છે અને હાલમાં 27 ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે. જોકે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ આશરે 22 ટકા જેટલી સંગ્રહ ક્ષમતા ખાલી છે. આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીના…