ઈરાનના બદલાયા સૂર? અમેરિકા-ઈઝરાઈલની તૈયારી વચ્ચે કહ્યું – અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકા અને ઈઝરાઈલ દ્વારા ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીના અહેવાલો વચ્ચે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મનીમાં સ્થિત અમેરિકી સૈન્ય બેઝ પરથી હથિયારો અને ગોળા-બારૂદ લઈને અનેક અમેરિકી યુદ્ધ વિમાનો ઈઝરાઈલના તેલ અવીવ પહોંચી ગયા છે. આ ઘટનાએ સમગ્ર મધ્ય પૂર્વમાં ચિંતા વધારી દીધી છે. ઈરાનનું સત્તાવાર નિવેદન ઈરાને સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે હાલ તેનું મુખ્ય ધ્યાન યુદ્ધ સમાપ્ત કરવા પર છે. જોકે, સાથે જ તેણે સ્પષ્ટતા કરી છે કે પોતાના પરમાણુ કાર્યક્રમને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ઈરાનનું કહેવું છે કે તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિયમો હેઠળ પોતાના પરમાણુ અધિકારો જાળવી રાખશે…

બેંકોને સરકારનો ‘લોકડાઉન જેવો’ આદેશ, ખર્ચ ઘટાડવા માટે કડક સૂચનાઓ જારી

દેશમાં વધી રહેલા ઇંધણના ભાવ અને વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે કેન્દ્ર સરકારે સરકારી બેંકો અને વીમા કંપનીઓ માટે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ નાણા મંત્રાલયે ખર્ચ ઘટાડવા અને ઇંધણ બચત માટે અનેક કડક સૂચનાઓ અમલમાં મૂકવા જણાવ્યું છે. નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશનો અમલ State Bank of India, Bank of Baroda અને Life Insurance Corporation of India સહિત સરકારી બેંકો અને વીમા કંપનીઓમાં કરવામાં આવશે. વિદેશ પ્રવાસ પર નિયંત્રણ સરકારના નવા નિર્દેશો અનુસાર હવે અધિકારીઓના વિદેશ પ્રવાસમાં ઘટાડો કરવામાં આવશે. ચેરમેન, MD, CEO સહિત ઉચ્ચ અધિકારીઓને માત્ર જરૂરી હોય ત્યારે જ વિદેશ યાત્રા કરવાની મંજૂરી મળશે. શક્ય હોય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે જોડાવા સૂચના આપવામાં આવી છે.…

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, ટેમ્પો-કન્ટેનર અથડાતા 11ના મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર નજીક સાંજના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપથી આવી રહેલા ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 11 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક કે ટેમ્પોનો કચરો નીકળી ગયો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અથડામણ એટલી જોરદાર હતી કે ટેમ્પોના પતરા તૂટી ગયા હતા અને વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તરત જ સ્થળ પર…

સાઉદી અરેબિયાને પાકિસ્તાનની કેવી છે તૈયારીઓ? જાણો સંપૂર્ણ વિગત

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયાની સુરક્ષા માટે મોટી સૈન્ય તૈયારીઓ શરૂ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. રિયાધ સાથેના સંરક્ષણ સહકાર કરાર હેઠળ પાકિસ્તાને ફાઇટર જેટ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને હજારો સૈનિકોની તૈનાતી કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને હાલમાં સાઉદી અરેબિયામાં 16 ફાઇટર જેટ, લગભગ 50 ડ્રોન અને 8 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. ઉપરાંત, જરૂર પડે તો વધુ 80 હજાર સૈનિકો મોકલવાની તૈયારી પણ દર્શાવવામાં આવી રહી છે. 16 ફાઇટર જેટ અને ડ્રોનની તૈનાતી રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયામાં તૈનાત કરાયેલા મોટાભાગના ફાઇટર જેટ ચીનમાં બનેલા JF-17 છે. આ સાથે ચીની ટેક્નોલોજી આધારિત એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાકિસ્તાને સાઉદી અરેબિયામાં લગભગ 50 ડ્રોન પણ તૈનાત કર્યા છે,…

PM મોદીને મળ્યું નોર્વેનું સર્વોચ્ચ સન્માન, વૈશ્વિક સ્તરે મળ્યો 32મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક મંચ પર વધુ એક મોટું સન્માન મળ્યું છે. પાંચ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ દરમિયાન નોર્વે પહોંચેલા પીએમ મોદીને નોર્વે સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘Grand Cross of the Royal Norwegian Order of Merit’થી નવાજ્યા છે. નોર્વે સરકારે જણાવ્યું કે આ સન્માન વૈશ્વિક શાંતિ, પ્રગતિ અને ભારત-નોર્વે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવ્યું છે. આ સાથે જ પીએમ મોદીને અત્યાર સુધી વિશ્વના વિવિધ દેશો અને સંસ્થાઓ તરફથી મળેલા આંતરરાષ્ટ્રીય એવોર્ડની સંખ્યા 32 પર પહોંચી ગઈ છે. ‘ગ્રાન્ડ ક્રોસ’ શું છે? ‘Grand Cross of the Royal Norwegian Order of Merit’ નોર્વેનું સૌથી પ્રતિષ્ઠિત અને દુર્લભ સન્માન માનવામાં આવે છે. આ એવોર્ડ એવા વૈશ્વિક નેતાઓ અથવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે માનવતા,…

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડનું હેરોઇન ઝડપાયું, કેરળના મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરીના મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરનાર એક વ્યક્તિ પાસેથી અંદાજે 9.30 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹45 થી ₹50 કરોડ જેટલી હોવાનું અનુમાન છે. હેન્ડ બેગની તપાસમાં ખુલ્યો કેસ શંકાસ્પદ મુસાફરના હેન્ડ બેગના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. ત્યારબાદ બેગની વિગતવાર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન “ફૂડ સપ્લિમેન્ટ” અને “કોકોનટ ફ્લેવર”ના લેબલવાળા પેકેટ મળ્યા હતા. પરંતુ તેને ખોલતા અંદરથી સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો. FSLની પ્રાથમિક તપાસમાં તે હેરોઇન હોવાનું પુષ્ટિ થયું હતું. કેરળના આરોપીની ધરપકડ કસ્ટમ્સ વિભાગે NDPS Act, 1985 હેઠળ ગુનો નોંધ્યો છે અને…

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાતના પાટનગર અને તેની આસપાસના વિસ્તારોને ગ્રીન ઝોનમાં ફેરવવાનો એક મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિ પેઢીને પ્રદૂષણમુક્ત અને શુદ્ધ વાતાવરણ આપવાના મક્કમ ઈરાદા સાથે વર્ષ 2026-27 દરમિયાન ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અભૂતપૂર્વ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સમગ્ર લોકસભા ક્ષેત્રમાં ૧ કરોડ ૩ લાખથી વધુ રોપાઓ વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરાયો છે. ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગયા વર્ષ કરતાં 64% વધુ વાવેતરનો લક્ષ્યાંક અમદાવાદમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

પેટ્રોલ-ડીઝલ સંકટનો ડર દૂર! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ઐતિહાસિક ડીલ

ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે ઊર્જા સુરક્ષાને લઈને એક ઐતિહાસિક કરાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ સંબંધિત મહત્વપૂર્ણ સમજૂતી થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ડીલને ભારતની ઊર્જા સુરક્ષાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) હવે ભારતના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં 30 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરશે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું લગભગ 85 ટકા તેલ આયાત કરે છે, તેથી વૈશ્વિક સંકટ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સપ્લાય ખોરવાઈ ન જાય તે માટે આ પ્રકારના સ્ટ્રેટેજિક રિઝર્વ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ડીલનો મુખ્ય…

વિદેશ યાત્રા પર નહીં લાગે કોઈ નવો ટેક્સ: PM મોદીએ અહેવાલોને ગણાવ્યા ખોટા અને ભ્રામક

વિદેશ યાત્રા પર વધારાનો ટેક્સ અથવા સેસ લાગુ કરવાની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. મીડિયામાં આવેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વિદેશ પ્રવાસ કરનારા લોકો પર વધારાનો ટેક્સ લગાવવાનો વિચાર કરી રહી છે. જોકે, વડાપ્રધાન મોદીએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદેશ યાત્રા પર કોઈ પ્રકારનો નવો ટેક્સ કે પ્રતિબંધ લાદવાની કોઈ યોજના વિચારણા હેઠળ નથી. તેમણે મીડિયામાં ફરતા અહેવાલોના સ્ક્રીનશોટ પણ શેર કર્યા અને કહ્યું કે આવા સમાચાર પાયાવિહોણા છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની સરકાર હંમેશા સામાન્ય નાગરિકો માટે જીવન સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરી રહી છે.…