ભારતમાં નાગરિકતા નિયમોમાં મોટો ફેરફાર, 3 દેશોના નાગરિકો માટે પાસપોર્ટ સરન્ડર ફરજિયાત
કેન્દ્ર સરકારે નાગરિકતા મેળવવા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 18 મે 2026ના રોજ જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિકોએ ભારતની નાગરિકતા મેળવવા માટે પોતાનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત રહેશે. આ નવા નિયમો નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતની નાગરિકતા માટે અરજી કરનાર લોકો પર લાગુ પડશે. ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના અરજદારો માટે સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર હવે અરજદારે એફિડેવિટ આપીને જાહેર કરવું પડશે કે તેમની પાસે હાલમાં અથવા અગાઉ આ ત્રણ દેશોમાંથી કોઈ દેશનો પાસપોર્ટ હતો કે નહીં. જો અરજદાર પાસે માન્ય અથવા મુદત પૂર્ણ થયેલો પાસપોર્ટ હશે તો તેની…
મોદી-મેલોનીની નવી વ્યૂહાત્મક ભાગીદારી : ટેકનોલોજી, વેપાર અને સુરક્ષા ક્ષેત્રે મોટો રોડમૅપ
નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ ભારત-ઇટાલી સંબંધોને નવી દિશા આપતા સંયુક્ત લેખ દ્વારા આગામી વર્ષોની વ્યૂહાત્મક યોજનાઓ રજૂ કરી છે. યુરોપ પ્રવાસના અંતિમ ચરણમાં ઇટાલી પહોંચેલા મોદી અને મેલોનીએ સ્પષ્ટ જણાવ્યું કે ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં બંને દેશો માત્ર મિત્ર તરીકે નહીં પરંતુ ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઊર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ગાઢ ભાગીદારો તરીકે આગળ વધવા માગે છે. બંને નેતાઓએ જણાવ્યું કે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો હવે “સ્પેશ્યલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ”ના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. લોકશાહી, સ્વાતંત્ર્ય અને સમાન મૂલ્યોના આધારે ઉભરતી આ ભાગીદારી ભવિષ્યલક્ષી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. લેખમાં જણાવાયું છે કે ૨૧મી સદીમાં તે જ દેશો આગળ વધશે જે નવી ટેકનોલોજી અપનાવશે, ઊર્જા પરિવર્તન તરફ આગળ વધશે અને મજબૂત વ્યૂહાત્મક ક્ષમતાઓ…
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ માટે નવા નિયમો જાહેર
દેશમાં ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ વધારવા અંગે સરકાર દ્વારા અગાઉ મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ પણ નવા સત્તાવાર ધોરણો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ 20 ટકાથી વધારીને 30 ટકા સુધી કરવાની મંજૂરી આપવામાં આવી છે. BIS દ્વારા E22, E25, E27 અને E30 ફ્યૂલ માટે ગુણવત્તા ધોરણો અને ટેક્નિકલ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 15 મે 2026ના રોજ આ દિશામાં મહત્વપૂર્ણ મંજૂરી આપી હતી. ત્યારબાદ BIS દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર થતાં હવે દેશભરમાં વધુ પ્રમાણમાં ઈથેનોલ મિશ્રણવાળું પેટ્રોલ ઉપલબ્ધ થવાનો માર્ગ મોકળો થયો છે. સરકારના આ નિર્ણયથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો, વિદેશી ચલણની…
ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ સરકારી અધિકારીઓના પ્રવાસ, વાહનોના ઉપયોગ અને ખરીદી નીતિઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. – નવી સૂચનાઓ અનુસાર અનિવાર્ય સંજોગો સિવાય અધિકારીઓ માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા બહારની મુસાફરી પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની રહેશે અને જરૂરી હોય તો નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવાઈ છે. – સરકાર દ્વારા સરકારી બેઠકો અને મિટિંગ્સ માટે વીડિયો કોન્ફરન્સિંગ, ઈ-મેઈલ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. રાજ્ય બહાર અથવા કેન્દ્ર સરકાર સાથેની બેઠકોમાં પણ ઓનલાઈન…
સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, સેક્શન ઓફિસર અને વર્ગ-2 કક્ષાના અનેક અધિકારીઓને ઉપ સચિવ વર્ગ-1 લેવલ-10 તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓને ગૃહ, મહેસૂલ, આરોગ્ય, માર્ગ અને મકાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી જેવા મહત્વના વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે. આ સાથે કેટલાક અધિકારીઓને તેમની હાલની જવાબદારી ઉપરાંત વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, ઉપ સચિવ વર્ગ-1ના અંદાજે 12 અધિકારીઓની વિવિધ વિભાગોમાં બદલી કરીને નવી જવાબદારીઓ સોંપાઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયને સચિવાલયની કાર્યક્ષમતા વધારવા અને વિભાગીય કામગીરીને વધુ ઝડપી તથા સુવ્યવસ્થિત…
ગરમી વચ્ચે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 17 રાજ્યો માટે એલર્ટ જાહેર
દેશભરમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આગામી દિવસોમાં દેશના 17 રાજ્યોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદાખ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વીજળી પડવાની અને વૃક્ષો તેમજ માળખાકીય નુકસાન થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો માટે ખાસ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં…
વિશાખાપટ્ટનમમાં ભારતની ચારેય અરિહંત સબમરીન એકસાથે જોવા મળી, દરિયાઈ પરમાણુ શક્તિનો મોટો સંકેત
ભારતીય નૌકાદળની પરમાણુ ક્ષમતાને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ તસવીર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટેજિક સ્ટડીઝ સંસ્થા (IISS) દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ છબીમાં ભારતની ચારેય અરિહંત-ક્લાસ પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) એકસાથે વિશાખાપટ્ટનમ બંદર પર ડોક થયેલી જોવા મળી છે. સામે આવેલી તસવીરોમાં INS Arihant, INS Arighaat, INS Aridhaman અને S4* સબમરીન એકસાથે જોવા મળી છે. ભારતની દરિયાઈ પરમાણુ પ્રતિરોધકતા અને બીજી હડતાલ ક્ષમતાને લઈને આ દૃશ્યને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ તમામ સબમરીન આશરે 6 હજારથી 7 હજાર ટન વજન ધરાવે છે અને K-15 સાગરિકા તેમજ K-4 બેલિસ્ટિક મિસાઇલો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાતોના મતે SSBN સબમરીન ભારતના પરમાણુ ત્રિપુટીનો સૌથી સુરક્ષિત અને અસરકારક ભાગ માનવામાં આવે છે, કારણ કે તેમને સમુદ્રમાં…
કેવી દેખાશે ભારતની પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન? સામે આવી તસવીર, જાણો ખાસિયતો
ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહેલી દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની તસવીર સામે આવી છે. રેલ્વે મંત્રાલયના ગેટ નંબર-4 પર બુલેટ ટ્રેનનું પોસ્ટર અને મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેને જોઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) પ્રોજેક્ટનો ભાગ છે. 508 કિલોમીટર લાંબા આ કોરિડોર પર ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેના કારણે મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરી માત્ર બે કલાકમાં પૂર્ણ થઈ શકશે. હાલ આ અંતર કાપવામાં અંદાજે 6 થી 8 કલાકનો સમય લાગે છે. જાપાનની ટેક્નોલોજીથી તૈયાર થશે પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જાપાનની ટેક્નિકલ અને નાણાકીય સહાયથી વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં આધુનિક સુરક્ષા વ્યવસ્થા, હાઈ-ટેક સિગ્નલિંગ…
કેવી રીતે બન્યું નોર્વે વિશ્વનું ગેસ હબ? કેટલાં દેશોમાં પહોંચે છે નોર્વેજીયન ગેસ
નોર્વે આજે વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ નિકાસકાર દેશોમાં સામેલ છે. અમેરિકા, રશિયા અને કતાર જેવા ઊર્જા મહાસત્તાઓની વચ્ચે નોર્વેએ પોતાની અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને યુરોપમાં ઊર્જા સુરક્ષાના ક્ષેત્રમાં નોર્વેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ઉત્તર સમુદ્ર બન્યો નોર્વે માટે ‘સોનાની ખાણ’ નોર્વેની સફળતાનું સૌથી મોટું કારણ તેનું વિશાળ દરિયાકાંઠું અને ઉત્તર સમુદ્ર (North Sea) તથા નોર્વેજીયન સમુદ્રમાં મળેલા વિશાળ ગેસ અને તેલના ભંડારો છે. વર્ષો પહેલાં સમુદ્રની અંદર મળેલા કુદરતી ગેસના સ્રોતોએ નોર્વેની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખી હતી. આ સંસાધનોના વિકાસ માટે નોર્વેએ લાંબા ગાળાની યોજના, આધુનિક ટેક્નોલોજી અને કડક સરકારી નીતિઓ અપનાવી હતી. કુદરતી સંસાધનો પર સરકારનું નિયંત્રણ નોર્વેએ શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે દેશના કુદરતી સંસાધનો પર આખરી હક…
ગુજરાત સરકારમાં IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર, જાણો વિગત
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂકો અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય પ્રશાસનમાં થયેલા આ ફેરફારો હેઠળ કેટલાક વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. IAS ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને વધારાનો ચાર્જ હાલમાં કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને નેશનલ હેલ્થ મિશનના એક્સ-ઓફિસિયો મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત IAS ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને હવે ગાંધીનગર ખાતે કમિશનર, ન્યુટ્રિશન મિશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ પદને સેક્રેટરી કક્ષાના સમકક્ષ ગણાવવામાં આવ્યું છે. IAS બી.એ. શાહની કાયમી બદલી ગાંધીનગરમાં સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે ફરજ બજાવતા IAS બી.એ. શાહની હવે કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને એક્સ-ઓફિસિયો સેક્રેટરી (મહેસૂલ વિભાગ) તરીકે કાયમી બદલી…
















