સાઉદી અરેબિયાને પાકિસ્તાનની કેવી છે તૈયારીઓ? જાણો સંપૂર્ણ વિગત

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયાની સુરક્ષા માટે મોટી સૈન્ય તૈયારીઓ શરૂ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. રિયાધ સાથેના સંરક્ષણ સહકાર કરાર હેઠળ પાકિસ્તાને ફાઇટર જેટ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને હજારો સૈનિકોની તૈનાતી કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને હાલમાં સાઉદી અરેબિયામાં 16 ફાઇટર જેટ, લગભગ 50 ડ્રોન અને 8 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. ઉપરાંત, જરૂર પડે તો વધુ 80 હજાર સૈનિકો મોકલવાની તૈયારી પણ દર્શાવવામાં આવી રહી છે.

16 ફાઇટર જેટ અને ડ્રોનની તૈનાતી
રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયામાં તૈનાત કરાયેલા મોટાભાગના ફાઇટર જેટ ચીનમાં બનેલા JF-17 છે. આ સાથે ચીની ટેક્નોલોજી આધારિત એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાકિસ્તાને સાઉદી અરેબિયામાં લગભગ 50 ડ્રોન પણ તૈનાત કર્યા છે, જે સર્વેલન્સ અને સુરક્ષા કામગીરી માટે ઉપયોગમાં લેવાશે.

પાકિસ્તાનનો સાઉદી અરેબિયાને ખુલ્લો સમર્થન
પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારએ થોડા દિવસો પહેલા જણાવ્યું હતું કે પાકિસ્તાન સાઉદી અરેબિયાની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને બંને દેશો વચ્ચેનો સંરક્ષણ સહકાર વધુ મજબૂત બનશે.

પાકિસ્તાન માટે આ તૈનાતી શા માટે મહત્વપૂર્ણ?
પાકિસ્તાન એક તરફ ઈરાન સાથે નજીકના સંબંધો જાળવી રહ્યું છે તો બીજી તરફ સાઉદી અરેબિયા સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કેટલાક મોટા કરારો થયા હોવાનું પણ કહેવાય છે, જેમાં ગ્વાદર બંદર સંબંધિત સહકારનો સમાવેશ થાય છે. ઉપરાંત, ઈરાને પાકિસ્તાન સાથે જોડાયેલા કેટલાક તેલ અને ગેસ જહાજોને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા મંજૂરી આપી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનની “બેલેન્સિંગ પોલિસી” પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે, કારણ કે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી વ્યૂહાત્મક સ્પર્ધા ચાલી રહી છે.

મધ્ય પૂર્વમાં વધતો તણાવ
ઈરાન, અમેરિકા અને ઈઝરાઈલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા સાઉદી અરેબિયાને આપવામાં આવતું સૈન્ય સમર્થન આગામી દિવસોમાં પ્રદેશની રાજકીય અને સૈન્ય સમીકરણોને અસર કરી શકે છે.

 

 

 

  • Related Posts

    મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, ટેમ્પો-કન્ટેનર અથડાતા 11ના મોત

    મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર નજીક સાંજના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપથી આવી રહેલા ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 11 લોકોના કરૂણ મોત…

    PM મોદીને મળ્યું નોર્વેનું સર્વોચ્ચ સન્માન, વૈશ્વિક સ્તરે મળ્યો 32મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

    ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક મંચ પર વધુ એક મોટું સન્માન મળ્યું છે. પાંચ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ દરમિયાન નોર્વે પહોંચેલા પીએમ મોદીને નોર્વે સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘Grand…