#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો, આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કેટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

તમામ સવાલો વિશ્વ- દેશ-રાજ્ય કે યુવાઘન માટે મહત્વના જ છે પણ સૌથી મોટી અને માઠી ચીંતાનો વિષય આ કાળા કારોબારની કમાણીનો વપરાશ ક્યાં ? તે છે. કારણ કે પ્રવર્તમાન માન્યતા અને એનાલીટીકલ સ્ટડીઝ કહી રહી છે કે આ કાળા નાંણા આતંકવાદ અને દેશમાં ભાંગ ફોડ કરવામાં વાપરવામાં આવે છે. વાતની શક્યતા પણ પ્રબળ છે કારણ કે આ કારોબારથી દેશનું યુવાઘન ખતમ થાય છે અને આ કાળા કારોબારથી દેશમાં આતંકનાં ઓછાયા પથરાય છે.

આ પણ વાંચો  – “કુકા ઈઝ મની કેસ” ગુજરાતી સિનેમાની નવી પ્રેરણા-દિશા; યુવા પેઢી માટે જીવન બદલાવતો સંદેશ

ગુજરાતનો દરિયા કિનારો હાલ ચરસ-ગાંજાના લેન્ડિંગને કારણે મોસ્ટ હેપનિંગ બન્યો હતો. અત્યાર સુધી કચ્છના દરિયા કિનારે ડ્રગ્સ લેન્ડ થતું હતું. હવે ડ્રગ્સના દાણચોરોએ સરનામું બદલ્યું છે. હવે કૃષ્ણનગરી દ્વારકાના દરિયા કિનારે ચરસ-ગાંજો ઉતરી રહ્યો છે. કૃષ્ણની પવિત્ર નગરી કહેવાતા દ્વારકામાં હવે ચરસ-ગાંજા મળી રહ્યાં છે. છેલ્લા પંદર દિવસમાં કચ્છ અને દ્વારકાના દરિયા કિનારે 6 વાર નશીલા દ્રવ્યો મોટી માત્રામાં મળી આવ્યા છે. આ ઘટનાઓ પરથી સ્પષ્ટ કહી શકાય કે, સૌરાષ્ટ્ર-કચ્છ વાયા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. અગાઉના કેસોમાં આરોપીઓની ભાળ નથી મળી.

દરિયામાં કઈ દિશામાંથી આવે છે ડ્રગ્સ?
હાલ દ્વારકા અને કચ્છનો દરિયો ડ્રગ્સના દાણચોરોનું સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. સતત મળી રહેલા આ પેકેટોને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. કચ્છમાં સતત માદક પદાર્થ મળવાના મામલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, દરિયામાં કઈ દિશામાંથી આ ચરસ આવ્યા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

તારીખ : 16 મે, 2026
યાત્રાધામ દ્વારકા નજીક આવેલ રૂપેણ બંદર પાસેથી આજે પણ બિનવારસુ ચરસ મળી આવ્યું છે. 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત 61.50 લાખ રૂપિયા થાય છે. દેવભૂમિ દ્વારકા SOG ને પેટ્રોલિંગ દરમિયાન રૂપેણ બંદર દરિયા કિનારેથી આ ચરસનો જથ્થો મળ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી બિનવારસુ ચરસ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા દરિયાઇ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવી રહ્યું છે. દ્વારકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ NDPS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચાલુ કરાઈ છે.

તારીખ : 15 મે, 2026
કચ્છના બંદરે અમદાવાદ એનસીબીની કાર્યવાહીમાં 140 કિલો ડ્રગ્સ જપ્ત કરાયો હતો. વુલની આયાતના નામે જોખમી નસીલા પદાર્થ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બંદર પરની એક જેટીમાં સાંજથી શરૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી કન્ટેનરમાં અમદાવાદ NCB નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ શોધ્યું હતું. સીરિયાના લટકિયા બંદરેથી ઉનના ઓઠા તળે આવેલ ડ્રગ્સ કેપ્ટામાઇન હોવાનું અને તેની કિંમત ૧૫૫ કરોડ હોવાની પ્રાથમિક માહિતી છે. દિલ્હીની કંપનીએ આ ઓર્ડર કર્યો હોવાની માહિતી મળી છે.

તારીખ : 15 મે, 2026
કચ્છના પીંગલેશ્વર દરિયાકાંઠેથી રૂ. 5 કરોડના ચરસના 10 બિનવારસુ પેકેટ મળ્યા હતા. સ્ટેટ IB, SOG, મરીન પોલીસના જોઈન્ટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરાઈ હતી.

તારીખ : 12 મે, 2026
કચ્છ દરિયાઈ સરહદે જખૌ તેમજ કોઠારા નજીકના દરિયાકાંઠેથી ડ્રગ્સના વધુ 20 પેકેટ મળી આવ્યા હતા. સૈયદ સુલેમાન ટાપુ પર પેટ્રોલિંગ દરમિયાન જખૌ મરીન પોલીસ, સ્ટેટ આઈ.બી અને એસ.ઓ.જીને સફળતા મળી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિન વારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. આ ડ્રગ્સના પેકેટને FSL માટે મોકલવામાં આવ્યા હતા.

તારીખ : 7 મે, 2026
કલ્યાણપુરના હર્ષદ દરિયાકાંઠેથી ₹2.27 કરોડનું બિનવારસી ચરસ મળી આવ્યું હતું પોલીસે 4.548 કિલોગ્રામ ચરસ કબજે કરી તપાસ હાથ ધરી હતી. કલ્યાણપુર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરિયાઈ વિસ્તારમાં પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને શંકાસ્પદ પેકેટો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કલ્યાણપુર પોલીસ સ્ટાફ હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીના મંદિર પાસે દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગેથી પ્લાસ્ટિક પેકિંગમાં વિંટળાયેલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. કલ્યાણપુર પોલીસ,SOGની ટીમે સાથે ડોગ સ્ક્વોડ સાથે રાખી તપાસ હાથ ધરતા વધુ બે પેકેટો મળી આવ્યા હતા. આમ, કુલ 4.548 કિલોગ્રામ ચરસ કુલ 4 પેકેટો કબજે કરવામાં આવ્યા હતા

આ પણ વાંચો – પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ: દરરોજ મોનિટરિંગ કરવા કંટ્રોલ રૂમને સૂચના

દેવભૂમિક દ્વારકાના ડીવાયએસપી (DYSP) સાગર રાઠોડે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, મળી આવેલા પેકેટો પર Arabian Pro અને Chicco D’oro જેવું વિદેશી લખાણ તેમજ પાંડાના ચિત્રો જોવા મળ્યા હતા. પદાર્થની તીવ્ર વાસને જોતા FSL અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ આ જથ્થો ઉચ્ચ ગુણવત્તાના ચરસ હોવાનું પ્રમાણિત થયું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ પકડાયેલા જથ્થાની કિંમત અંદાજે ₹2,27,40,000 થાય છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પકડાઈ જવાની બીકે અથવા અન્ય કોઈ હેરાફેરીના ઈરાદે આ જથ્થો દરિયાકાંઠે છોડી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. પોલીસે આ મામલે NDPS એક્ટની કલમ 8(C), 22(C), અને 23(C) હેઠળ ગુનો નોંધીને પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તારીખ : 7 મે, 2026
કચ્છમાં બિનવારસુ 10 ચરસના પેકેટ મળ્યા હતા. BSF 176 બટાલિયનને મળેલી માહિતીના આધારે ક્રિક વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ કબ્જે કરાયા હતા. આ દિવસના આંકડા મુજબ, છેલ્લા 1 અઠવાડિયા દરમ્યાન કચ્છમાં બીએસએફ જવાનોને બિનવારસુ કુલ 40થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. કચ્છમાં સતત ડ્રગ્સ મળવાના મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

તારીખ : 4 મે, 2026
કચ્છના લખપતના રોડાસર-મેડી નજીક આવેલા સુગર બેટ વિસ્તારમાં ચરસના 10 પેકેટ મળ્યા હતા. બીએસએફ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થના 10 શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. આ દિવસના આંકડા મુજબ, કચ્છમાં 4 દિવસ દરમ્યાન કુલ 47 માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા.

#Drugs #drug_trade #friend_of_death #rampant #Gujarat #Kutch #Ganjo #Heoirn #young #drugadiction #Addiction

 

Follow us on

  • Related Posts

    “કુકા ઈઝ મની કેસ” ગુજરાતી સિનેમાની નવી પ્રેરણા-દિશા; યુવા પેઢી માટે જીવન બદલાવતો સંદેશ

    હેવાય છે કે ફિલ્મોએ સાપ્રંત સમયનાં સમાજનું પ્રતિબિંબ હોય છે. ફિલ્મો દ્વારા જેતે સમયનાં સામાજીક જીવન અને જીવન પદ્ધતિ સહિત સામાજીક માનસને સરળતાથી જાણી શકાય છે. જો વાત કરવામાં આવે સાપ્રાંત ગુજરાતી સિને જગતની કે ફિલ્મોની તો કહેવુ જરા પણ આતિશયોક્તિ નહીં લાગે કે, ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ ફરીથી પાછો ફર્યો છે એવું આજે ગર્વથી કહી શકાય.

    જુનાગઢ માં નિશુલ્ક સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો, બાળકોને કીટ વિતરણ અને શિક્ષકોનું સન્માન કરાયું

    જૂનાગઢમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન પાંચ દિવસીય ‘નિશુલ્ક સમર કેમ્પ’નો આજે અત્યંત ઉત્સાહભર્યા અને ભવ્ય વાતાવરણમાં સમાપન સમારોહ યોજાયો હતો. લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા…