પેટ્રોલ-ડીઝલ સંકટનો ડર દૂર! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ઐતિહાસિક ડીલ

ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે ઊર્જા સુરક્ષાને લઈને એક ઐતિહાસિક કરાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ સંબંધિત મહત્વપૂર્ણ સમજૂતી થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ડીલને ભારતની ઊર્જા સુરક્ષાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) હવે ભારતના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં 30 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરશે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું લગભગ 85 ટકા તેલ આયાત કરે છે, તેથી વૈશ્વિક સંકટ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સપ્લાય ખોરવાઈ ન જાય તે માટે આ પ્રકારના સ્ટ્રેટેજિક રિઝર્વ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ડીલનો મુખ્ય હેતુ માત્ર તેલ ખરીદવાનો નથી, પરંતુ ભારતની અંદર જ મોટી માત્રામાં ક્રૂડ ઓઈલનો સ્ટોક ઉપલબ્ધ રાખવાનો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ જથ્થો કોઈપણ આંતરરાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભારતને લાંબા સમય સુધી સહારો આપી શકે છે. જરૂર પડ્યે ભારત પોતાના પાડોશી દેશોને પણ મદદરૂપ બની શકે તેવી સ્થિતિ ઉભી થશે.

માત્ર ક્રૂડ ઓઈલ પૂરતું નહીં, પરંતુ બંને દેશો વચ્ચે લાંબા ગાળાના LPG સપ્લાય અને સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વને લઈને પણ સહમતી થઈ છે. આ કરારથી ઘરેલું રસોડાથી લઈને ઔદ્યોગિક ક્ષેત્ર સુધી ઈંધણ પુરવઠો વધુ સુરક્ષિત બનશે. ઉપરાંત, યુએઈ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ મોટા રોકાણકાર તરીકે ઉભરી રહ્યું છે.

હાલમાં મધ્ય પૂર્વ અને હોર્મુઝ જળમાર્ગને લઈને વધતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ ડીલને ભારત માટે મહત્વપૂર્ણ સુરક્ષા કવચ તરીકે જોવામાં આવી રહી છે. જો ભવિષ્યમાં અરબ સાગરમાં જહાજોની અવરજવર પર અસર પડે તો પણ ભારત પાસે પહેલેથી જ ઉપલબ્ધ તેલનો મોટો જથ્થો રહેશે. બીજી તરફ UAE પણ હોર્મુઝ જળમાર્ગને બાયપાસ કરતી પાઈપલાઈન પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યું છે, જે ભવિષ્યમાં ઊર્જા સપ્લાયને વધુ સુરક્ષિત બનાવી શકે છે.

 

 

  • Related Posts

    ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી: 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

    ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ…

    ગુજરાત સરકારે જમીન ફાળવણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: હવે જિલ્લાકક્ષાએ જ થશે મોટાભાગના નિર્ણયો

    ગુજરાત સરકારે રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓને વધુ ઝડપથી અમલમાં મૂકવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની જમીન ફાળવણી…