ઈરાનના બદલાયા સૂર? અમેરિકા-ઈઝરાઈલની તૈયારી વચ્ચે કહ્યું – અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકા અને ઈઝરાઈલ દ્વારા ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીના અહેવાલો વચ્ચે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મનીમાં સ્થિત અમેરિકી સૈન્ય બેઝ પરથી હથિયારો અને ગોળા-બારૂદ લઈને અનેક અમેરિકી યુદ્ધ વિમાનો ઈઝરાઈલના તેલ અવીવ પહોંચી ગયા છે. આ ઘટનાએ સમગ્ર મધ્ય પૂર્વમાં ચિંતા વધારી દીધી છે.

ઈરાનનું સત્તાવાર નિવેદન
ઈરાને સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે હાલ તેનું મુખ્ય ધ્યાન યુદ્ધ સમાપ્ત કરવા પર છે. જોકે, સાથે જ તેણે સ્પષ્ટતા કરી છે કે પોતાના પરમાણુ કાર્યક્રમને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ઈરાનનું કહેવું છે કે તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિયમો હેઠળ પોતાના પરમાણુ અધિકારો જાળવી રાખશે અને આ મુદ્દે કોઈ સમાધાન નહીં કરે.

ટ્રમ્પની કડક ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને સીધી ચેતવણી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે “ઈરાન માટે સમય ખૂબ ઓછો બચ્યો છે. જો તેઓ વહેલી તકે સમજૂતી નહીં કરે તો પછી કંઈપણ બચશે નહીં.” ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાઈલ દ્વારા ઈરાન પર ફરી હુમલાની તૈયારીના સંકેતો મળી રહ્યા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની મુખ્ય શરતો
અમેરિકાની 5 શરતો
ઈરાન કોઈપણ પ્રકારનું વળતર નહીં માગે
400 કિલો એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે
માત્ર એક જ પરમાણુ મથક કાર્યરત રહેશે
જપ્ત કરાયેલી સંપત્તિઓ મુક્ત નહીં કરવામાં આવે
તમામ મોરચા પર યુદ્ધ સમાપ્ત કરવા ચર્ચા કરવી પડશે

ઈરાનની 5 શરતો
ખાસ કરીને લેબનાન સહિત તમામ મોરચા પર યુદ્ધનો અંત આવવો જોઈએ
ઈરાન પરના પ્રતિબંધો હટાવવા પડશે
જપ્ત કરાયેલી સંપત્તિઓ મુક્ત કરવી પડશે
યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર આપવું પડશે
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના સાર્વભૌમત્વને માન્યતા આપવી પડશે

મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધનો ખતરો
અમેરિકા, ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય પૂર્વ પર ટકી છે. જો આગામી દિવસોમાં કોઈ રાજનૈતિક સમજૂતી નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. નિષ્ણાતો માને છે કે આ સંઘર્ષ વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ મોટી અસર કરી શકે છે.

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…