મોદી-મેલોનીની નવી વ્યૂહાત્મક ભાગીદારી : ટેકનોલોજી, વેપાર અને સુરક્ષા ક્ષેત્રે મોટો રોડમૅપ

નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ ભારત-ઇટાલી સંબંધોને નવી દિશા આપતા સંયુક્ત લેખ દ્વારા આગામી વર્ષોની વ્યૂહાત્મક યોજનાઓ રજૂ કરી છે. યુરોપ પ્રવાસના અંતિમ ચરણમાં ઇટાલી પહોંચેલા મોદી અને મેલોનીએ સ્પષ્ટ જણાવ્યું કે ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં બંને દેશો માત્ર મિત્ર તરીકે નહીં પરંતુ ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઊર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ગાઢ ભાગીદારો તરીકે આગળ વધવા માગે છે.

બંને નેતાઓએ જણાવ્યું કે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો હવે “સ્પેશ્યલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ”ના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. લોકશાહી, સ્વાતંત્ર્ય અને સમાન મૂલ્યોના આધારે ઉભરતી આ ભાગીદારી ભવિષ્યલક્ષી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.

લેખમાં જણાવાયું છે કે ૨૧મી સદીમાં તે જ દેશો આગળ વધશે જે નવી ટેકનોલોજી અપનાવશે, ઊર્જા પરિવર્તન તરફ આગળ વધશે અને મજબૂત વ્યૂહાત્મક ક્ષમતાઓ વિકસાવશે. ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા, એન્જિનિયરિંગ ટેલેન્ટ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને મેન્યુફેક્ચરિંગ શક્તિને ઇટાલીની ડિઝાઇન, સુપર કમ્પ્યુટિંગ અને અદ્યતન ઔદ્યોગિક ક્ષમતાઓ સાથે જોડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

બંને દેશોએ ૨૦૨૯ સુધીમાં ૨૦ બિલિયન યુરો વેપારનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એગ્રીમેન્ટથી વેપાર અને રોકાણમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સંરક્ષણ, એરોસ્પેસ, ક્વાન્ટમ ટેકનોલોજી, ઓટોમોબાઇલ, કેમિકલ્સ, દવાઓ, ટેક્સટાઇલ, કૃષિ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા સહમતિ દર્શાવવામાં આવી છે.

“મેઇડ ઇન ઇટાલી” અને “મેક ઇન ઇન્ડિયા” અભિયાન વચ્ચે સહકાર વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં બંને દેશોએ પરસ્પર રોકાણ વધારવાનો સંકલ્પ કર્યો છે. હાલમાં બંને દેશોની મળીને ૧૦૦૦થી વધુ કંપનીઓ એકબીજાના દેશમાં કાર્યરત હોવાનું પણ જણાવાયું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે બંને દેશોએ ખાસ ભાગીદારીની જાહેરાત કરી છે. લેખમાં ભાર મૂકાયો કે AI ટેકનોલોજી માનવ સહાય માટે હોવી જોઈએ, રોજગાર છીનવવા માટે નહીં. સાથે જ સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ, સાઇબર સુરક્ષા અને મજબૂત સાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા સહકાર વધારવાની વાત પણ કરવામાં આવી છે.

સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ અને ઇટાલીની એરોસ્પેસ એન્જિનિયરિંગને જોડીને નવા પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં સંયુક્ત કામગીરી પર સહમતિ વ્યક્ત થઈ છે.

 

 

  • Related Posts

    UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

    નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

    LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

    નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…