અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…

PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે. સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે. પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.…

ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે. તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી:  સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ‘ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી…

સોમનાથ સ્વાભિમાન પર્વ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરી

જૂનાગઢ, તા. ૧૦ — ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા પ્રશાસન તથા ભાજપના આગેવાનો દ્વારા ઉમળકાભેર અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો સોમનાથ ખાતે આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા પધાર્યા હતા. કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર આવકાર કર્યો હતો. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા તથા અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી. સોમનાથ ખાતે યોજાનાર…

પ્રથમવાર રવિવારે રજૂ થશે દેશનું બજેટ, રાજકીય અને આર્થિક વર્ગોમાં ઉત્સુકતા

દેશના આર્થિક ભવિષ્ય માટે અત્યંત મહત્વનું માનવામાં આવતું વાર્ષિક કેન્દ્રિય બજેટ આ વખતે એક અનોખા દિવસે રજૂ થવાનું છે. મળતી માહિતી મુજબ, 1 ફેબ્રુઆરીના રોજ રવિવારે કેન્દ્ર સરકાર દેશનું બજેટ રજૂ કરશે, જે પ્રથમવાર રવિવારે બજેટ રજૂ થવાનું બનાવ બનશે. આ કારણે રાજકીય અને આર્થિક વર્ગોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે લાંબા ગાળાનો રહેશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર વિવિધ આર્થિક નીતિઓ, વિકાસલક્ષી યોજનાઓ તેમજ નાણાકીય સુધારાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટ રજૂઆતને લઈને વેપારી વર્ગ, ઉદ્યોગજગત અને સામાન્ય નાગરિકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને કર માળખામાં રાહત, મોંઘવારી પર કાબૂ, રોજગાર સર્જન…

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો કહેર, અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થિજવતી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. માત્ર કચ્છના નલિયા જ નહીં, પરંતુ કંડલા, અમરેલી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું નોંધાયું છે. પરિણામે વહેલી સવાર અને મોડી રાત્રે લોકોમાં ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું 4.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન…

અમદાવાદ: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ રોડ બંધ, અહીં જાણો

આવતી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સાબરમતી રીવર્ફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અને જર્મનીના વાઇસ ચાન્સેલરની હાજરીને ધ્યાનમાં રાખીને માર્ગો પર વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. રસ્તાઓ પર પ્રતિબંધ: વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમનો રીવર્ફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વિકલ્પ માર્ગ: વાહનચાલકો નીચેના માર્ગ દ્વારા અવરજવર કરી શકશે: વાડજ સ્મશાન ગૃહ કટ → વાડજ સર્કલ → ઉસ્માનપુરા ચાર રસ્તા → ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ (મધ્યભાગ) → બાટા શો રૂમ → ડી લાઇટ ચાર રસ્તા → ટાઉન હોલ ચાર રસ્તા → પાલડી ચાર રસ્તા પોલીસ કમિશનરે લોકોને સૂચના આપી છે કે આ દિવસે ટ્રાફિકના અટવાશ અને અવરજવર માટે પર્યાપ્ત સમય લઈ મુસાફરી કરવી. વિવીઆઇપી…

અમદાવાદ: ફિલ્મ ‘ધુરંધર’ ને લઇ બલોચ સમુદાયની અરજી પર હાઈકોર્ટની સુનાવણી, જાણો શું છે મામલો

તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગાંધીનગરના બે અરજદારોએ ફિલ્મના સંવાદોથી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો દાવો કરી અરજી કરી હતી. આ અરજીમાં ફિલ્મમેકર આદિત્ય ધાર, પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તેમજ બોલિવૂડ અભિનેતા સંજય દત્તને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અરજદાર પૈકી એક ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. અરજદારોને ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવાયેલા પાત્ર એસપી ચૌધરી અસલમના એક સંવાદ સામે ગંભીર વાંધો હતો. આ સંવાદમાં બલોચ સમુદાય અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું અરજદારોએ જણાવ્યું હતું. વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ સ્વીકાર્ય નહીં અરજદારો તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં…