યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ

પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં ફરજ બજાવવી એ તમારા માટે માત્ર તક નહીં પણ એક જનવિશ્વાસની જવાબદારી છે.

આજે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં – ગ્રામ્ય વિકાસથી લઈને શહેરી સુશાસન સુધી, આરોગ્ય અને પોષણથી લઈ શિક્ષણ સુધારણા સુધી, પારદર્શી વહીવટથી લઈને પબ્લિક ગ્રિવન્સ રેડ્રેસલ સુધી, દરેક ક્ષેત્રમાં જનસેવાનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે.

મહિલા અને બાળ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ, યુવાનોના સશક્તિકરણ, જળસંગ્રહ અને પર્યાવરણ જાગૃતિ, તેમજ ગ્રામ પંચાયતોના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તમે નવા વિચાર, નવી કાર્યશૈલી અને જનસંપર્કની નવી ભાષા લઈને આવો – તેવી આશા છે. તમારું નિર્મળ દ્રષ્ટિકોણ અને નિષ્પક્ષ વલણ ગુજરાતના વહીવટ તંત્રમાં નવી ઉર્જા અને વિશ્વાસ ભરશે. ‘વિકસિત ભારત – વિકસિત ગુજરાત’ માત્ર નારા નહીં રહે, તે હકીકત બને એ માટે તમારી પ્રતિબદ્ધતા જરૂરી છે. શ્રેષ્ઠ યાત્રાની B india તરફથી શુભકામનાઓ.

મુખ્યમંત્રીએ પણ પાઠવી શુભેછાઓ 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: Clarity 2026

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: પ્રોફેસરનો વધુ એક વીડિયો વાયરલ  NSUI અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદનો મામલો હવે વધુ ગરમાયો છે. સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ NSUI દ્વારા આજે નિરમા યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક દાવા મુજબ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા હોવાની વાત સામે આવી છે. કેટલાક અહેવાલોમાં ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, આ ચોક્કસ આંકડાની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ અહેવાલોમાંથી થઈ શકી નથી.આ સમગ્ર વિવાદ વચ્ચે પ્રોફેસર એચ.કે.…

Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત… Illegal Liquor Haul

લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત Ahmedabadના ઠક્કરનગર વિસ્તારમાં નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન-5 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહીમાં અંદાજે ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં દારૂના ગેરકાયદે નેટવર્કને લઈને પોલીસની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. ખાસ કરીને નકલી અથવા કેમિકલયુક્ત દારૂના કિસ્સામાં લોકોના સ્વાસ્થ્ય અને જીવને ગંભીર જોખમ ઊભું થઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *