ભારતીય ક્રિકેટર Kuldeep Yadav 14 માર્ચે લગ્ન કરશે, દુલ્હનને લઈને ચાહકોમાં વધતી ઉત્સુકતા.

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવની  14 માર્ચે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં તેમની દુલ્હનને લઈને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ બની છે. ક્રિકેટપ્રેમીઓ અને ફેન્સ માટે આ લગ્ન ખાસ ઉત્સુકતા પેદા કરી રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ 14 માર્ચે ઉત્તરાખંડના સુંદર શહેર મસૂરીમાં સાત ફેરા લેશે. કુલદીપ યાદવ 14 માર્ચે કરશે લગ્ન ભારતીય ટીમના સ્ટાર સ્પિનર Kuldeep Yadav ટૂંક સમયમાં પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. 14 માર્ચે તેઓ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતે લગ્ન કરશે. લગ્ન સમારોહ ખૂબ જ ખાનગી રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કોણ છે કુલદીપ યાદવની દુલ્હન?…

ગુજરાતમાં ગરમીનો કહેર: 17 જિલ્લામાં હિટવેવની આગાહી, 41 ડિગ્રી તાપમાન સાથે યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના 17 જિલ્લામાં હિટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. કેટલીક જગ્યાએ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા અને સુરત જિલ્લામાં હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીનો આકરો પ્રભાવ રાજકોટમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ આટલી ગરમી અનુભવાતા શહેરના રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સુરતમાં પણ કાળઝાળ ગરમી સુરતમાં પણ તાપમાન…

ગુજરાતમાં નવાજુનીના એંધાણ? મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અચાનક દિલ્હી પહોંચતા રાજકારણ ગરમાયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. માહિતી મુજબ, બંને નેતાઓ દિલ્હી પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. સામાન્ય રીતે ગુજરાતના રાજકારણ પર પીએમ મોદી અને અમિત શાહની નજીકથી નજર રહેતી હોવાને કારણે આ મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની સંભાવના છે. જોકે ચૂંટણીની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું એક સાથે દિલ્હી પહોંચવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જો કે રાજકીય નિષ્ણાતો કહે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઇકોનોમિક રિજિયન માટે મોટો નિર્ણય: 1185 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે સુરત ઇકોનોમિક રિજિયન (SER) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 1185 કરોડ રૂપિયાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના 24 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે કુલ 383 કિલોમીટર માર્ગોના સુધારણા અને વિકાસ સાથે જોડાયેલા છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @2047”ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા “વિકસિત ગુજરાત @2047”ના રોડમૅપનો મહત્વનો ભાગ છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા રાજ્યના સર્વાગી વિકાસ માટે તૈયાર કરાયેલા રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. સુરત ઇકોનોમિક રિજિયનમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તાર રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી…

દીકરીના લગ્ન પ્રસંગે પિતા રહેશે હાજર શરતે છૂટાછેડા: હાઈકોર્ટમાં વર્ષોથી ચાલતા વિવાદનો સમાધાનથી અંત

–  વર્ષ 2019માં પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી – સુનાવણી દરમિયાન ચર્ચા બાદ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંને પક્ષોમાં સમાધાન થયું અમદાવાદ: અમદાવાદના એક દંપતી વચ્ચે વર્ષોથી ચાલતો પરિવારિક વિવાદ અંતે સમાધાનથી પૂર્ણ થતા ગુજરાત હાઇકોર્ટે પતિ દ્વારા ફેમિલી કોર્ટના ચુકાદા સામે દાખલ કરાયેલી અપીલનો નિકાલ કર્યો છે. બંને પક્ષોએ સહમતિથી છૂટાછેડા લેવા તેમજ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ શરતો સાથે સમાધાન કર્યું છે. માહિતી મુજબ વર્ષ 2018માં પત્નીએ ફેમિલી કોર્ટમાં દામ્પત્ય હક્કોની પુનઃસ્થાપના માટે અરજી કરી હતી, જેમાં પતિ સાથે ફરીથી દાંપત્ય જીવન શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટએ અરજી મંજૂર કરી પતિને દાંપત્ય ફરજો નિભાવવાનો હુકમ કર્યો હતો. આ નિર્ણય સામે પતિએ વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં…

અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે શહેરમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર, પોલીસ કમિશ્નરનું જાહેરનામું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. આ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે સમગ્ર શહેરને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરતા સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ 9 માર્ચ, 2026ની રાત્રે 2:00 વાગ્યા સુધી અમદાવાદ શહેર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ પ્રતિબંધ હેઠળ ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર તેમજ હોટ એર બલૂન જેવા માનવ રહિત કે માનવ સંચાલિત હવાઈ સાધનોના ઉપયોગ પર મનાઈ રહેશે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હદ હેઠળ આવતા તમામ વિસ્તારોમાં લાગુ પડશે. જાહેરનામામાં જણાવાયું છે કે દેશ વિરોધી…

₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL

– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…

સ્કૂલના 100 મીટરમાં તમાકુ વેચાણ પર નજર રાખવાની જવાબદારી શિક્ષકોને! DDOના પત્રથી શિક્ષક વર્ગમાં રોષ

રાજકોટ જિલ્લામાં શિક્ષકોને વધુ એક વધારાની જવાબદારી સોંપવામાં આવતા શિક્ષક વર્ગમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર હવે શાળાઓની આસપાસ તમાકુ વેચાણ પર નજર રાખવાની તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસુલવાની જવાબદારી શિક્ષકો, આચાર્યો અને સરપંચોને સોંપવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ શાળાથી 100 મીટરના પરિસરમાં કોઈપણ વેપારી દ્વારા તમાકુનું વેચાણ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની ફરજ રહેશે. જો કોઈ વેપારી તમાકુ વેચતા ઝડપાય તો શિક્ષક, આચાર્ય અથવા સરપંચ દ્વારા તેની સામે કાર્યવાહી કરી દંડ વસુલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં આગળ એવું પણ જણાવાયું છે કે શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન જો આવી કોઈ ઘટના સામે આવશે તો સંબંધિત શિક્ષક અથવા આચાર્ય સામે…