#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો

4 મે-2026નાં રોજ ગુજરાત બોર્ડ ધોરણ-12 અને ગુજકેટ-2026નું પરિણામ જાહેર થશે

ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને ગુજકેટનું પરિણામ એક જ દિવસે જાહેર થવા જઇ રહ્યું છે. 4 મે નાં રોજ સવારે 10:00 કલાકે પરિણામ પ્રસિદ્ધ કરાશે. સાથે સાથે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ – 10 નું પરિણામ પણ 6 મે નાં રોજ અપેક્ષીત છે. 

ખુબ સરસ:અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવાંમાં આવી સાથે સાથે ગેરકાયદેસર પાર્ક કરાયેલા ૧૦ હજાર વાહનોને દંડ પણ ફટકારાયો.એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસુલ કરવામાં આવેલ છે.

આવતી કાલે થશે જુનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખની પસંદગી

રવિવારે ભાજપ નક્કી કરશે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મહિલાને સોંપશે સુકાન. કોના પર ઢોળાશે પસંદગીનો કળશ અને કોણ હશે નવા મહિલા સુકાની

OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

ભારે ગંભીર બાબત : “પૂનમ ભરવા અંબાજી આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો”

પૂનમ ના દિવસે અંબાજી મંદિર બાર શ્રદ્ધાળુઓની કાર ઉપર પથ્થરમારો કરવાં માં આવ્યો છે.અમદાવાદ થી અંબાજી પૂનમ ભરવા આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો કરવાં માં આવ્યો છે

અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

ગુજરાતમાં આમતો અચ્છે દિન તમામનાં આવ્યા છે તેવો જો કે દાવો છે. કદાચ સાચો પણ હશે કારણ કે ટાંકણીથી માંડીને ટેકનોલોજી સુધીનાં ભાવમાં અચ્છે દિન દેખાય જ છે. પેટ્રોલ-ડિઝલ હોય કે શાકભાજીનાં ભાવ અચ્છે દિનનાં ગવાહ છે. પણ હાલનાં સમયમાં ગુજરાતમાં બુટલેગરોનાં પણ અચ્છે દિન આવ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે.

ગુજરાતની તિજોરી એપ્રિલમાં છલકાઈ: GST આવકમાં 44%નો રેકોર્ડ ઉછાળો

ગુજરાત માટે એપ્રિલ 2026 મહિનો નાણાકીય દ્રષ્ટિએ અત્યંત સફળ સાબિત થયો છે. રાજ્યને Goods and Services Tax (GST) હેઠળ કુલ ₹9,916 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે GST અમલ બાદ અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક ગણાઈ રહી છે. ગયા વર્ષના એપ્રિલની સરખામણીએ આ વખતે 44%નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. અન્ય કર આવકમાં પણ તેજી GST સિવાયના આવક સ્ત્રોતોમાં પણ વધારો નોંધાયો છે. રાજ્યને વેટ હેઠળ ₹2,711 કરોડ, વિદ્યુત શુલ્કમાંથી ₹1,055 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹21 કરોડની આવક થઈ છે. આ તમામને મળીને કુલ આવક ₹13,703 કરોડ સુધી પહોંચી છે, જે રાજ્યની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે. આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિનો સંકેત નિષ્ણાતોના મતે આ વધારો રાજ્યમાં વધી રહેલી વેપાર અને ઉદ્યોગ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ છે. સાથે…

India Meteorological Department એલર્ટ: ક્યાંક વરસાદ-પવન, ક્યાંક કાળઝાળ ગરમીનો પ્રકોપ

મે મહિનાની શરૂઆત સાથે દેશભરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. India Meteorological Department (IMD)ની આગાહી મુજબ 2 મે 2026ના રોજ ભારતના વિવિધ વિસ્તારોમાં મિશ્ર હવામાન રહેશે. ક્યાંક વરસાદ અને પવન તો ક્યાંક તીવ્ર ગરમી લોકો પર અસર કરશે. ઉત્તર ભારતમાં રાહતનો અહેસાસ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ, આંધી અને કરા પડવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. Delhi NCRમાં મહત્તમ તાપમાન 38-40°C અને લઘુત્તમ 24-26°C આસપાસ રહેવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ અને હળવા પવનને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રહાર…