4 મે-2026નાં રોજ ગુજરાત બોર્ડ ધોરણ-12 અને ગુજકેટ-2026નું પરિણામ જાહેર થશે

ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને ગુજકેટનું પરિણામ એક જ દિવસે જાહેર થવા જઇ રહ્યું છે. 4 મે નાં રોજ સવારે 10:00 કલાકે પરિણામ પ્રસિદ્ધ કરાશે. સાથે સાથે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ – 10 નું પરિણામ પણ 6 મે નાં રોજ અપેક્ષીત છે. 

ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનું પરિણામ આગામી 4 મે 2026, સોમવારના રોજ (GSEB HSC result 2026) સવારે 10:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે જ વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ જાહેર થશે. એટલું જ નહીં, એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી GUJCET-2026નું પરિણામ પણ આ જ દિવસે જાહેર થવાનું છે.

આ પણ વાંચો – આવતી કાલે થશે જુનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખની પસંદગી

 પરિણામ ચેક કરવાની રીત: વેબસાઇટ અને WhatsApp

વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઇન માધ્યમથી ખૂબ જ સરળતાથી પરિણામ જોઈ શકશે. પરિણામ જાણવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરી શકાય છે:

Website: બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org અને https://www.gsebeservice.com/ પર જઈને પોતાનો સીટ નંબર (Seat Number) એન્ટર કરી પરિણામ જોઈ શકાશે.
WhatsApp: જો વેબસાઇટ પર લોડ વધુ હોય, તો વિદ્યાર્થીઓ પોતાના WhatsApp નંબર પરથી 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ ત્વરિત પરિણામ મેળવી શકશે.

ધોરણ 10ના પરિણામ અંગેની સંભાવના પણ સાથે સાથે જોવામાં આવી રહી છે. જ્યારે ધોરણ 12ના તમામ પ્રવાહનું પરિણામ 4 મેના રોજ જાહેર થઈ રહ્યું છે, ત્યારે ધોરણ 10 (SSC)ના વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર છે. અહેવાલો મુજબ, ધોરણ 10નું પરિણામ 6 મે 2026, બુધવારના રોજ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. જોકે, આ અંગે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો – OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

ગુજરાત બોર્ડે પરિણામ જાહેર કરવાની તમામ ટેકનિકલ તૈયારીઓ આખરી તબક્કે પૂર્ણ કરી લીધી છે. લાખો વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરતા આ પરિણામને લઈને રાજ્યભરમાં ઉત્સાહ અને ફફડાટ બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડે આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ખાસ વેબ પોર્ટલ અને હેલ્પલાઇન સુવિધા પણ સજ્જ કરી છે. તૈયારીઓ પૂર્ણ, હવે માત્ર ગણતરીના કલાકો બાકી.

#Gujarat_Board #GSEB #Class12 #GUJCET2026 #results #declare #4May2026

Follow us on

  • Related Posts

    BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

    (BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી 8 Remarkable Intervention

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા  BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસ બાદ તેમના એક મિત્રને જમીન પરત મળવાની ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં BJPના ધારાસભ્યએ કબજો છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જમીન પર બાંધકામ માટે આપવામાં આવેલી પરમિટ પણ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે જમીન પરત મળવાની કાર્યવાહી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના માત્ર આઠ દિવસ બાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ…