કોણ છે વિજય સરકારની સૌથી યુવા મંત્રી એસ. કીર્તના? સરકારી શાળાથી કેબિનેટ સુધીની પ્રેરણાદાયી સફર
તમિલનાડુમાં વિજય થલાપતિની નવી સરકાર રચાયા બાદ જે ચહેરાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે એસ. કીર્તના. માત્ર 29 વર્ષની ઉંમરે તેઓ રાજ્યની સૌથી યુવા મંત્રીઓમાં સામેલ બન્યા છે. વિરૂધ્ધનગર જિલ્લાના શિવકાશી મતવિસ્તારથી ઐતિહાસિક જીત મેળવી કીર્તનાએ રાજકારણમાં પોતાની મજબૂત એન્ટ્રી નોંધાવી છે. સામાન્ય પરિવારમાંથી ઊભરેલો ચહેરો 1996માં જન્મેલી એસ. કીર્તનાએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તમિલ માધ્યમની સરકારી શાળામાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ગણિત વિષયમાં BSc કર્યું અને 2019માં પોંડિચેરી યુનિવર્સિટીમાંથી સ્ટેટિસ્ટિક્સમાં MSc ની ડિગ્રી મેળવી. સાદા પરિવાર અને રાજકીય પૃષ્ઠભૂમિ વગરની યુવતી આજે રાજ્ય કેબિનેટનો ભાગ બનતા અનેક યુવાનો માટે પ્રેરણા બની છે. પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટથી મંત્રી સુધી સક્રિય રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં કીર્તના એક જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ અને…
જામનગરમાં PM મોદીનું સંબોધન: હાલારી પાઘડીમાં દેખાયો લોકસંપર્કનો રંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન રવિવારે રાત્રે જામનગરમાં યોજાયેલી જનસભામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પરંપરાગત હાલારી પાઘડી પહેરીને સંબોધન કર્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ છવાઈ ગયો હતો. વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ રાજકીય અને વિકાસ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે દેશમાં વિવિધ રાજ્યોમાં આવેલા રાજકીય પરિવર્તનોએ વિકાસની નવી દિશા આપી છે અને લોકોમાં નવા આશાવાદનો માહોલ સર્જાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકસંગીતથી ભરપૂર માહોલ જનસભા સ્થળે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવીની સંગીત પ્રસ્તુતિએ વાતાવરણને વધુ રંગીન બનાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને કાર્યક્રમ દરમિયાન પરંપરાગત લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. જામનગર શહેરને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં…
આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગરથી સોમનાથ અને વડોદરા સુધી વ્યસ્ત કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લઈને રાજ્યભરમાં સુરક્ષા અને સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ વડાપ્રધાન મોદી આજે રાત્રે જામનગર પહોંચશે. તેમના આગમન પહેલા શહેરને રંગબેરંગી લાઇટિંગ અને સજાવટથી ઝગમગી ઉઠ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર માર્ગને વિશેષ રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકા, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સર્કિટ હાઉસ સહિત સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લાલ બંગલા સર્કલ ખાતે…
ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ
ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ … સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો ૦૦૦ રિહર્સલમાં જ પાયલટોએ સાહસભર્યા કરતબો થકી લોકોના દિલ જીત્યા ૦૦૦ વેરાવળ, તા. ૧૦ મે ૨૦૨૬ – સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર શ્રી જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર…
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી ** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૯૦ વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના ૧૦ દિવસીય મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભક્તિ અને સનાતન…
વિજય થલાપતિ બન્યા તમિલનાડુના નવા મુખ્યમંત્રી, રાજ્યપાલે અપાવ્યા શપથ
તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજકીય સસ્પેન્સનો અંત આવી ગયો છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિએ આજે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. તમિલનાડુમાં પહેલીવાર ચૂંટણી લડનાર તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)એ 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને મોટો રાજકીય ચમત્કાર સર્જ્યો હતો. જોકે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત સુધી પહોંચવા માટે પાર્ટીને સાથી પક્ષોના સમર્થનની જરૂર હતી. શનિવારે ડીએમકેના સાથી પક્ષો વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્ચી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગએ ટીવીકেকে બિનશરતી સમર્થન આપતા વિજય માટે સરકાર બનાવવાનો માર્ગ સરળ બન્યો હતો. કોંગ્રેસના પાંચ અને ડાબેરી પક્ષોના ચાર ધારાસભ્યોના સમર્થન સાથે વિજયને…
Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે
Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.
ભારતમાં હેન્ટાવાઇરસને લઈને ચિંતા વચ્ચે NIV અને WHOએ આપી રાહત
તાજેતરમાં ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હેન્ટાવાઇરસના કેસો સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જહાજ પર બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે હાજર હોવાના અહેવાલો બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ભારત માટે હાલ કોઈ મોટા જાહેર સ્વાસ્થ્યના ખતરા જેવી સ્થિતિ નથી તેવી સ્પષ્ટતા ICMR, NIV અને WHO દ્વારા કરવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના ડાયરેક્ટર ડો. નવીન કુમારે જણાવ્યું કે હાલ નોંધાયેલા કેસો છૂટાછવાયા છે અને સમુદાય સ્તરે સંક્રમણ ફેલાતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે જણાવ્યું કે હેન્ટાવાઇરસ કોવિડ-19 જેવી ઝડપથી ફેલાતી બીમારી નથી અને હાલમાં ભારત માટે ગભરાવાની જરૂર નથી. માહિતી મુજબ MV Hondius ક્રૂઝ શિપ પર કુલ 8 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસોની…
ડાકોર રણછોડરાય મંદિરમાં મનોરથના દરોમાં મોટો વધારો, ભક્તોમાં ચર્ચા
શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તો માટે વિવિધ ધાર્મિક મનોરથ અને સેવાઓ હવે વધુ મોંઘી બની ગઈ છે. મંદિર કમિટીએ તાજેતરમાં મનોરથના લાગામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે, જેના કારણે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મંદિરના શિખર પર ધજા ચડાવવાના ખર્ચમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹610માં થતો ધજા મનોરથ હવે ₹2500માં કરવામાં આવશે. જ્યારે 52 ગજની વિશેષ ધજા ચડાવવા માટે ભક્તોએ હવે ₹11,000 ચૂકવવાના રહેશે. બાધા-માનતા માટે કરવામાં આવતા રાજભોગ મનોરથના દરોમાં પણ વધારો થયો છે. અગાઉ ₹3900માં થતો રાજભોગ હવે ₹9345માં થશે. તેવી જ રીતે કુંજ મનોરથ માટે પહેલાં ₹5100 લાગતા હતા, જ્યારે હવે આ ખર્ચ વધારીને ₹11,000 કરવામાં આવ્યો છે. વિશેષ ધાર્મિક પ્રસંગો માટેના મનોરથ પણ મોંઘા બન્યા છે. Tulsi Vivah…
















