મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી
**

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આશરે ૯૦ વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

આ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના ૧૦ દિવસીય મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભક્તિ અને સનાતન સંસ્કારોના અવિરત કેન્દ્ર સમા રામધામ મંદિરે દર્શન કરી, ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીશ્રી મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે ‘જય શ્રી રામ’ તથા ‘શ્રી રામધૂન’થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના પીઠાધીશ દિલીપદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી સહિતના સંતો-મહંતો, મંદિરના ટ્રસ્ટીઓ, દાતાઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન, ભારતના 27 સ્થળોના નામથી વધ્યો વિવાદ

    ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ વચ્ચે ભારતના નવા નકશાને લઈને ચીને વિરોધ નોંધાવ્યો છે. ભારતે પોતાના સત્તાવાર નકશામાં અરૂણાચલ પ્રદેશના 27 સ્થળોના નામ સામેલ કર્યા છે. ચીને આ નિર્ણયને પોતાના દાવાવાળા ‘ઝાંગનાન’ ક્ષેત્રમાં ભારતની એકતરફી કાર્યવાહી ગણાવીને તેની ટીકા કરી છે. ચીની નિષ્ણાતોના મતે ભારતનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારતનું વલણ સ્પષ્ટ છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને પોતાના વિસ્તારના ભૌગોલિક તથા ઐતિહાસિક નામ નક્કી કરવાનો અધિકાર ભારત પાસે છે. સર્વે ઓફ ઇન્ડિયાએ અપડેટ કર્યો નકશો ભારત સરકારે સર્વે…

    હૉર્મુઝમાં 1500થી વધુ જહાજો પર ‘બાયોફાઉલિંગ’નું જોખમ, વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી

    હૉર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી લાંબી અવરોધની સ્થિતિ માત્ર વૈશ્વિક ઈંધણ પુરવઠા અને વેપાર માટે જ પડકારરૂપ બની નથી, પરંતુ હવે તેના કારણે દરિયાઈ પર્યાવરણ સામે પણ એક ગંભીર જોખમ ઊભું થયું છે. ફારસની ખાડીમાં 1500થી વધુ કોમર્શિયલ જહાજો લાંબા સમયથી અટવાયેલા હોવાના કારણે વૈજ્ઞાનિકો અને દરિયાઈ પર્યાવરણના નિષ્ણાતોએ ‘બાયોફાઉલિંગ’ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંશોધકોના મતે આ જહાજો જ્યારે હૉર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્યા બાદ વિશ્વના અલગ-અલગ બંદરો તરફ આગળ વધશે, ત્યારે તેમની સાથે અનેક પ્રકારના દરિયાઈ સૂક્ષ્મજીવો અને અન્ય સજીવો પણ નવા વિસ્તારોમાં પહોંચી શકે છે. આ પ્રક્રિયા સ્થાનિક દરિયાઈ પર્યાવરણ માટે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શું છે બાયોફાઉલિંગ? દરિયામાં કોઈ જહાજ લાંબા સમય સુધી એક જ સ્થળે સ્થિર રહે ત્યારે તેના પાણીની અંદરના…