Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

આ ગણતરી કેમ મહત્વની છે?
આ આંકડાઓ માત્ર સંખ્યા નથી, પરંતુ રાજ્યના ભવિષ્યના વિકાસનો નકશો છે. આ આંકડાઓ થી:
મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર કરવામાં મદદ મળશે.
સાચા લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓ પહોંચાડી શકાશે.
શહેરી વિકાસ અને સ્થળાંતરના ચોક્કસ આંકડા જાણી શકાશે.

આ પણ વાંચો – ભારતમાં હેન્ટાવાઇરસને લઈને ચિંતા વચ્ચે NIV અને WHOએ આપી રાહત

નાગરિકો પોતે જ ઓનલાઈન વિગતો ભરી શકશે
આ વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા “સેલ્ફ એન્યુમેરેશન” છે. જે નાગરિકો ગણતરીકારના ઘરે આવવાની રાહ જોવા નથી માંગતા, તેઓ 17 મેથી 31 મે, 2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકશે. જો તમે ઓનલાઈન માહિતી ભરી હશે, તો ગણતરીકાર માત્ર તમારા ઘરે આવીને તે વિગતોની પુષ્ટિ કરશે.

હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ: ‘ડિજી ડોટ’ અને જિયો-ટેગિંગ
સરકાર આ પ્રક્રિયામાં મોબાઇલ એપ્લિકેશન, CMMS પોર્ટલ અને જિયો-ટેગિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓનો ઉપયોગ કરશે.
ડિજી ડોટ: દરેક ઘરને ડિજિટલ નકશામાં એક બિંદુ તરીકે ચિહ્નિત કરવામાં આવશે.
ઉપયોગ: આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં શહેરી આયોજન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે કરવામાં આવશે.

આ પણ વાંચો – ડાકોર રણછોડરાય મંદિરમાં મનોરથના દરોમાં મોટો વધારો, ભક્તોમાં ચર્ચા

પરિવારને પૂછવામાં આવનારા ૩૩ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે નીચે મુજબના વિભાગોમાં વહેંચાયેલા છે:

મકાન અને સુવિધાઓ:
મકાન અને વસ્તી ગણતરી નંબર
દિવાલ, છત અને ફ્લોરિંગમાં વપરાયેલી સામગ્રી (સિમેન્ટ, ગ્રેનાઈટ વગેરે).

ઘરનો હેતુ અને વર્તમાન સ્થિતિ:
પીવાના પાણીનો સ્ત્રોત, વીજળી, શૌચાલય અને ગટરની વ્યવસ્થા.
રસોઈ માટે વપરાતું બળતણ અને ગેસ કનેક્શનની વિગત.

પરિવારની માહિતી:
પરિવારના વડાનું નામ, લિંગ અને સામાજિક જ્ઞાતિ (SC, ST, OBC કે સામાન્ય).
સભ્યોની કુલ સંખ્યા અને પરિણીત યુગલોની સંખ્યા.
મકાન પોતાની માલિકીનું છે કે ભાડાનું.

ડિજિટલ અને ભૌતિક સાધનો:
ટીવી, રેડિયો, ઇન્ટરનેટ કનેક્શન, લેપટોપ કે કમ્પ્યુટરની સુવિધા.
ટેલિફોન, મોબાઇલ કે સ્માર્ટફોન.
વાહનો (સાયકલ, ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર) ની વિગતો.
ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ અને સંપર્ક માટે મોબાઇલ નંબર.

#Census #Census2026 #GujaratCensus #Gujarati #answer #33questions #Vastiganatri #gujarat_sarkar

Follow us on

  • Related Posts

    ગુજરાતમાં ફરી મેઘમહેરની આગાહી, આગામી 48 કલાક ભારે વરસાદનું યલો એલર્ટ

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ ફરી જામ્યો છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે વીકેન્ડ દરમિયાન પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જરૂરી બની શકે છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે મુસાફરી દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આગામી 13 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં…

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…