વિજય થલાપતિ બન્યા તમિલનાડુના નવા મુખ્યમંત્રી, રાજ્યપાલે અપાવ્યા શપથ

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજકીય સસ્પેન્સનો અંત આવી ગયો છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિએ આજે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

તમિલનાડુમાં પહેલીવાર ચૂંટણી લડનાર તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)એ 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને મોટો રાજકીય ચમત્કાર સર્જ્યો હતો. જોકે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત સુધી પહોંચવા માટે પાર્ટીને સાથી પક્ષોના સમર્થનની જરૂર હતી.

શનિવારે ડીએમકેના સાથી પક્ષો વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્ચી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગએ ટીવીકেকে બિનશરતી સમર્થન આપતા વિજય માટે સરકાર બનાવવાનો માર્ગ સરળ બન્યો હતો. કોંગ્રેસના પાંચ અને ડાબેરી પક્ષોના ચાર ધારાસભ્યોના સમર્થન સાથે વિજયને કુલ 120 ધારાસભ્યોનું સમર્થન મળ્યું.

વિજય સાથે તેમની પાર્ટીના 9 નેતાઓએ પણ મંત્રીપદના શપથ લીધા. જોકે કોંગ્રેસ તરફથી કોઈ નેતાને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વિજયે અનેક વખત રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો હતો, પરંતુ પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે નિર્ણય અટકેલો હતો. અંતે નાના પક્ષોના સમર્થન બાદ શનિવારે સાંજે તેમણે રાજ્યપાલને 120 ધારાસભ્યોના સમર્થનપત્રો સોંપ્યા હતા.

સૂત્રો મુજબ શપથગ્રહણનો સમય બદલવાની ચર્ચા થઈ હતી, પરંતુ વિજયના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાનો સમય શુભ ગણાવતા એ જ સમયે સમારોહ યોજાયો.

 

 

  • Related Posts

    ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

    ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…

    અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન, ભારતના 27 સ્થળોના નામથી વધ્યો વિવાદ

    ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ વચ્ચે ભારતના નવા નકશાને લઈને ચીને વિરોધ નોંધાવ્યો છે. ભારતે પોતાના સત્તાવાર નકશામાં અરૂણાચલ પ્રદેશના 27 સ્થળોના નામ સામેલ કર્યા છે. ચીને આ નિર્ણયને પોતાના દાવાવાળા ‘ઝાંગનાન’ ક્ષેત્રમાં ભારતની એકતરફી કાર્યવાહી ગણાવીને તેની ટીકા કરી છે. ચીની નિષ્ણાતોના મતે ભારતનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારતનું વલણ સ્પષ્ટ છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને પોતાના વિસ્તારના ભૌગોલિક તથા ઐતિહાસિક નામ નક્કી કરવાનો અધિકાર ભારત પાસે છે. સર્વે ઓફ ઇન્ડિયાએ અપડેટ કર્યો નકશો ભારત સરકારે સર્વે…