ગરમીમાં ઠંડક આપતી અને ઓછા ગેસમાં બનતી દહીંની સ્વાદિષ્ટ વાનગીઓ: આરોગ્ય અને ટેસ્ટનો પરફેક્ટ સમન્વય
ગરમીના તાપમાં તળેલું અને મસાલેદાર ખાવાનું મન ઓછું થાય છે. આવા સમયમાં લોકો હલકું, ઠંડક આપતું અને પાચન માટે સારું ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ દેશમાં LPG ગેસની સમસ્યા વચ્ચે ઓછા ગેસમાં બનતી વાનગીઓ પણ લોકપ્રિય બની રહી છે. આવી સ્થિતિમાં દહીંથી બનતી કેટલીક સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ તમારા માટે પરફેક્ટ વિકલ્પ બની શકે છે. આ વાનગીઓ પેટને ઠંડક આપે છે અને ગેસની પણ બચત કરે છે. પુદીના-જીરૂ દહીં ગરમીમાં પેટને ઠંડું રાખવા માટે પુદીના-જીરૂ દહીં એક ઉત્તમ વિકલ્પ છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. દહીંમાં ભુંજેલું જીરૂ પાવડર, બારીક સમારેલું પુદીના અને કાળો મીઠું ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરી લો. આ દહીં પાચન સુધારે છે અને પેટમાં ગેસ તેમજ એસિડિટી જેવી…
ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી
અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખ (IAS) દ્વારા આજે મતદાનના દિવસે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. ચૂંટણી નિરીક્ષક એ સવારે એસ.પી. સ્ટેડિયમની વિદ્યાનગર હાઇસ્કૂલ, ઉસ્માનપુરાના વિવિધ બુથ, નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ, નવરંગપુરાની એ.જી. ટીચર્સ હાઇસ્કૂલના બુથ તેમજ સી.એન. વિદ્યાલયના વિવિધ બુથની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મતદાન મથકો પર મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. ચૂંટણી નિરીક્ષકએ મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM…
લગ્ન પહેલાં લોકશાહીનું કર્તવ્ય: નવપરિણીત યુવાને મતદાનથી આપી અનોખી મિસાલ
સાણંદ: આજે જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સાણંદ તાલુકાના બકરાણા ગામમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અંગત જીવનના સૌથી મહત્વના એવા લગ્ન પ્રસંગના દિવસે પણ એક યુવાને પોતાની નાગરિક ફરજને પ્રથમ પ્રાધાન્ય આપીને સમાજને જાગૃતતાનો સુંદર સંદેશ આપ્યો છે. બકરાણાના નિવાસી ગૌતમ પટેલના સુપુત્ર વૈભવના આજે શુભ લગ્ન હતા. લગ્ન માટે જાન પ્રસ્થાનનું મુહૂર્ત સવારે 7:31 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યું હતું.સામાન્ય રીતે લગ્નની ધમાલ અને તૈયારીઓ વચ્ચે લોકો અન્ય કામો વિસરી જતા હોય છે, પરંતુ વૈભવે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે પોતાના લગ્નના વેશમાં સજ્જ થઈ, જાન લઈને નીકળતા પહેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી. ‘પહેલા મતદાન, પછી લગ્ન ના સૂત્રને સાર્થક કરતા વૈભવે પોતાનો અમૂલ્ય…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદમાં નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન માટે તંત્ર સજ્જ
અમદાવાદ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલે મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અમદાવાદના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના મતાધિકારનો અચૂક પ્રયોગ કરવા અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી પણ એક પર્વ છે, જેમાં નાગરિકોને પોતાના પ્રતિનિધિ પ્રત્યક્ષ રીતે ચૂંટીને સ્થાનિક વહીવટમાં સહભાગી થવાની અમૂલ્ય તક મળે છે. તેમણે અમદાવાદના તમામ જાગૃત મતદારોને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનો લાભ લઈ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ત્રણ નગરપાલિકા વિસ્તારોમાં મતદારોને કોઈ પણ પ્રકારની…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવાની અપિલ👆
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે. મુખ્યમંત્રી એ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. “100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું…
હવામાનનો ડબલ એટેક: ઉત્તર ભારતમાં લૂ, પૂર્વ અને પહાડોમાં વરસાદ–આંધિનો એલર્ટ
દેશભરમાં હવામાનના બે અલગ ચહેરા સામે આવી રહ્યા છે. India Meteorological Department (IMD)એ આગામી ચાર દિવસ માટે ચેતવણી જાહેર કરી છે, જેમાં ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ રહેશે, જ્યારે પૂર્વ અને પહાડી વિસ્તારોમાં વરસાદ અને આંધિ-તુફાનની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાન 41 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 25 થી 27 એપ્રિલ દરમિયાન ગંભીર લૂની ચેતવણી આપવામાં આવી છે. જોકે 27 એપ્રિલની સાંજ બાદ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદથી થોડી રાહત મળી શકે છે. Uttar Pradeshમાં પણ આવી જ સ્થિતિ રહેશે, જ્યાં શરૂઆતમાં ગરમી રહેશે અને બાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. રાજસ્થાનમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં તાપમાન 42 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું…
કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત: પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજના હસ્તે તેઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત તા. 14 થી 23 એપ્રિલ દરમિયાન એક વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ગોવા, લદાખ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કુલ ૧૩ પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ પોતાની આગવી કલા, પરંપરા અને સંસ્કૃતિને ચિત્રોના માધ્યમથી કંડારી હતી. આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાતમાંથી બે કલાકારોની પસંદગી થઈ હતી, જેમાં છોટાઉદેપુરના…
#ચૂંટણી પ્રપંચ/ હવે ગુજરાતમાં ભોજપુરી-બિહારી ઠુમકાથી જીતાશે ચૂંટણી, એમ ?
ગુજરાતમાં ચૂંટણી મતદાર જાગૃતિ અભિયાનનું સ્થર આટલુ બધુ નીચે ચાલ્યુ જાય તે દુ:ખ વિષય કહી શકાય. ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારે તો ! તો બોલાવી જ દીધો તે કહેવુ અતિશયોક્તિ નહીં લાગે. પ્રચારમાં ધમકી આપી શકાય(ગર્ભીત તો ખરી જ પણ ખુલ્લે આમ), પ્રચારમાં પક્ષપલટો કરાવીને જ રહેશું તેવુ કહી શકાય, પ્રચારામાં મુદ્દા વિહોણો પ્રચાર કરી શકાય, પ્રચારમાં પ્રપંચ સમરૂપ વચન નો ઉપયોગ કરી શકાય, તો મતદાર જાગૃતિ અભિયાનમાં કોઇ ગીત કે સંગીતનાં તાલે થીરકવામાં વાંધો શું?
જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ કે તરત જ બધા બેરોજગાર થઈ જાય છે: સુપ્રીમની લાલ આંખ
સુપ્રીમ કોર્ટે પોતાનાં અવલોકનમાં લોક પ્રશ્નને વાંચા આપી હોય તેવુ સટીક તારણ આપ્યું છે. SCએ કર્યું કે જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ થયા પછી દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે. પત્ની કહેશે કે તેણે રાજીનામું આપ્યું છે, પતિ કહેશે કે તેણે નોકરી છોડી દીધી છે, અથવા પત્નીની ફરિયાદ પર તેને કાઢી મૂકવામાં આવ્યો છે વિગેરે વિગેરે.
ખરબુચા ખરીદતી વખતે ન કરો આ ભૂલો, ઘરે આવીને આવું રાખશો તો લાંબા સમય સુધી રહેશે તાજું
ગરમીના મોસમમાં ખરબુચા સૌથી વધુ પસંદ કરાતું ફળ છે. તેનું મીઠું સ્વાદ અને વધુ પાણીની માત્રા શરીરને તરત તાજગી આપે છે. ખરબુચા ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ડિહાઇડ્રેશનથી બચવામાં મદદ મળે છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે તાપમાન ઊંચું હોય છે, ત્યારે ખરબુચા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખરબુચા (ટેટી) આરોગ્ય લાભો ટેટી માં વિટામિન A, C અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચા અને ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક છે. તે પાચનક્રિયા સુધારે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઓછું કેલરી હોય છે, એટલે વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ છે. ખરબુચા ને સ્ટોર કરવાની યોગ્ય રીતબજારમાંથી ટેટી લાવ્યા પછી તેને તરત જ ફ્રિજમાં મૂકવાની જરૂર નથી. જો ખરબુચા કાપેલું ન…















